40 percent children in gujarat are malnourished :ગુજરાત વિધાનસભામાં આજે સામાન્ય વહીવટ વિભાગ, શહેરી વિકાસ જેવા વિભાગો પર માંગણીઓ પર ચર્ચામાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ચૂંટણી પંચના ખર્ચા, કૂપોષણ અને નકલી અધિકારીઓ અને નકલી કચેરીઓ સહિતના કૌભાંડો મુદ્દે રાજ્ય સરકારને ઘેરી હતી. મેવાણીના આક્ષેપો સામે સરકાર કોઈ નક્કર જવાબ રજૂ કરી શકી નહોતી. એ દરમિયાન આ આક્ષેપો મુદ્દે સરકારના મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ચૂંટણી પંચ પર કરવામાં આવેલ ભાષણને રેકૉર્ડ પરથી દૂર કરવાની માંગ કરી હતી, જે મુદ્દે મેવાણીએ વેલમાં ધસી આવીને સૂત્રોચાર કરતા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે તેમને સસ્પેન્ડ કર્યાં હતા.
મેવાણીએ લોકસભા ચૂંટણીમાં પોરબંદર કલેક્ટર દ્વારા 20 લાખ રૂપિયાના ટેન્ડરની જગ્યાએ 2.96 કરોડ રૂપિયાના બિલ મુકવા બાબતે, જામનગર કલેક્ટર દ્વારા ગાડીના બિલમાં એક ગાડીના દિવસના 90 લીટર ઇંધણના બિલ જેવા મુદ્દાઓ ટાંકીને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં 40% બાળકો કુપોષિત હોય તે રાજ્યમાં અધિકારીઓ 16000 રૂપિયાના ડ્રાય ફ્રૂટ ખાઇ ગયા અને ચિકનના પૈસાના બિલ પણ સરકારમાં મંજૂરી માટે મૂક્યા.

આ પણ વાંચો: કોલ્હાપુરમાં બ્રાહ્મણો 4 ટકા હતા, પણ નોકરીઓમાં 80 ટકા બ્રાહ્મણો હતા
જીગ્નેશ મેવાણીએ વિધાનસભા ગૃહમાં ચોંકાવનારી માહિતી જાહેર કરી કે, રાજ્યમાં નકલી અધિકારીઓ, કચેરીઓ પકડાઈ છે ત્યાં નકલી જેલ પણ RERAના બિલ્ડિંગમાં ચાલતી હતી, જેમાં ગેરકાયદેસર રીતે બિલ્ડરોને ગોંધી રાખવામાં આવ્યા હતા.

મેવાણીના ભાષણ બાદ મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ સ્વાયત સંસ્થા છે, જેના ખર્ચ વિશે ગૃહમાં ચર્ચા કરી શકાતી નથી. જેથી તેમના ભાષણને રેકોર્ડ પરથી હટાવી દેવામાં આવી, જે મુદ્દે અધ્યક્ષ શંકર ચૌધરીએ રેકોર્ડ ચેક કરી નિર્ણય લેવા જણાવ્યું હતું. એ દરમિયાન જિગ્નેશ મેવાણીએ વેલમાં ધસી આવીને સૂત્રોચાર કરતા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે તેમને સસ્પેન્ડ કર્યાં હતા.
આ પણ વાંચો: દલિતો ડિરેક્ટર ન બની જાય તે માટે કોલ લેટર જ ન મોકલ્યા










