ચોકલેટની લાલચ આપી 5 વર્ષની દલિત બાળકીની રેપ બાદ હત્યા

ચોકલેટની લાલચ આપી નરાધમે માસૂમનું જીવન પીંખી નાખ્યું. મોડી રાત્રે ઝાડીમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો. પોલીસે આરોપીને ઝડપી પાડ્યો.
Dalit girl raped and murdered
Ai Generated Image

જાતિવાદનો ગઢ ગણાતા ઉત્તર પ્રદેશમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના સીતાપુર જિલ્લાના બિસવાં વિસ્તારમાં એક પાંચ વર્ષની માસૂમ દલિત બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી તેની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને ચકચાર મચાવી દીધી છે. સોમવારે સાંજથી ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મોડી રાત્રે તેના ઘરથી થોડે દૂર આવેલી એક ઝૂંપડીમાંથી મળી આવતા અરેરાટી ફેલાઈ ગઈ હતી.

ઘટના કેવી રીતે બની?

સોમવારે સાંજે જ્યારે આ માસૂમ બાળકી પોતાના ઘરની બહાર રમી રહી હતી, ત્યારે તે અચાનક ગુમ થઈ ગઈ હતી. પરિવારે ભારે શોધખોળ કરી પરંતુ તેનો ક્યાંય પત્તો લાગ્યો નહોતો. મોડી રાત્રે ઘરથી આશરે 200 મીટર દૂર આવેલી એક ઝૂંપડીમાં તેની લાશ ખાટલા પર પડેલી મળી આવી હતી. બાળકીના શરીર પર ઈજાના નિશાન હતા અને તેના કપડાં પણ અસ્તવ્યસ્ત હાલતમાં હતા, જે સ્પષ્ટપણે કોઈ અનિચ્છનીય ઘટના તરફ ઈશારો કરતા હતા.

આ પણ વાંચો: મહેમદાવાદના વાંઠવાડીમાં દલિતોના સ્મશાન માથે છત જ નથી

પોલીસે નશામાં ધૂત આરોપીને ઝડપી પાડ્યો

ઘટનાની ગંભીરતાને જોતા એસપી, એએસપી અને સીઓ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તપાસ દરમિયાન ગામના જ સુરેન્દ્ર યાદવ નામના શખ્સ પર શંકાની સોય અટકી હતી, જે ઘટનાની રાત્રે નશાની હાલતમાં ગામમાં ફરતો જોવા મળ્યો હતો. એએસપી ઉત્તરી આલોક સિંહના જણાવ્યા અનુસાર, મંગળવારે રાત્રે સકરન વિસ્તારના લહસડા પાસે પોલીસ અને આરોપી વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટર બાદ મુખ્ય આરોપી સુરેન્દ્ર યાદવને ઝડપી લેવામાં આવ્યો છે.

ચોકલેટની લાલચ આપી બાળકીને હવસનો શિકાર બનાવી

પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેણે જણાવ્યું કે બાળકીને ઘરની બહાર રમતી જોઈને તેની હવસ જાગી હતી. તે બાળકીને ચોકલેટ અપાવવાના બહાને ફોસલાવીને ઝૂંપડીમાં લઈ ગયો હતો. ત્યાં તેની સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ પકડાઈ જવાના ડરથી ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ બાળકીના પ્રાઈવેટ પાર્ટ્સ પર ગંભીર ઈજાઓ અને વધુ પડતું લોહી વહી જવાના પુરાવા મળ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં 123 વર્ષ બાદ કતલખાનું બનશે, ભાજપે 32 કરોડ ફાળવ્યા!

પોલીસે જરૂરી પુરાવા એકઠા કર્યા

હાલ ગામમાં તણાવભરી સ્થિતિને જોતા પીએસી (PAC) અને વધારાનો પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવ્યો છે. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી જરૂરી નમૂનાઓ અને પુરાવા એકત્ર કર્યા છે. ડૉક્ટરોની પેનલ દ્વારા વીડિયોગ્રાફી સાથે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોલીસે આ કેસમાં અન્ય પાંચ શંકાસ્પદોને પણ અટકાયતમાં લીધા છે અને તેમની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે.

પિતાની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધીને પોલીસ તમામ કાનૂની પાસાઓની તપાસ કરી રહી છે જેથી માસૂમને ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય.

આ પણ વાંચો: દલિત સગીરાએ રેપ બાદ બાળકને જન્મ આપ્યો, નરાધમ ઝબ્બે

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x