અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યાં

અમેરિકાએ ત્રીજી ફ્લાઈટમાં અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા વધુ 112 લોકોને ભારત ડિપોર્ટ કર્યા છે. જેમાં 33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જે તમામ અમદાવાદ પહોંચ્યા હતા. જુઓ યાદી.
deported gujaratis

માથાફરેલ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકામાં ફરી સત્તામાં આવ્યા છે ત્યારથી તેણે અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયો સહિતના વિવિધ દેશોના લોકોને વીણીવીણીને પરત મોકલવાનું શરૂ કર્યું છે. આ જ તર્જ પર ગઈકાલે વધુ 112 લોકોને અમૃતસર એરપોર્ટ પર ઉતારી દેવાયા હતા, જેમાં 33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. આ તમામ ગુજરાતીઓ આજે બપોરે અમદાવાદ પહોંચ્યા હતા. અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની ત્રીજી ફ્લાઇટ રવિવારે જ અમૃતસર આવી પહોંચી હતી. અમેરિકન ઍરફોર્સનું વિમાન RCH869 મોડી રાત્રે અમૃતસર ઍરપોર્ટ પર લેન્ડ થયું હતું. ત્રીજી ફ્લાઇટમાં હરિયાણાના સૌથી વધુ 44, ત્યારબાદ ગુજરાતના 33 અને પંજાબના 31 લોકો સામેલ હતા. આ સિવાય ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના લોકો પણ સામેલ હતા. આ 112 પૈકી 33 ગુજરાતીઓ આજે અમદાવાદ આવી પહોંચ્યા હતા.

માહિતી અનુસાર અમૃતસરથી બે ફ્લાઇટમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. તેમાં પહેલી ફ્લાઇટમાં 4 અને બીજી ફ્લાઇટમાં 29 લોકોને અમદાવાદ લાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાથી ત્રણ વિમાનોમાં કુલ 78 ગુજરાતીઓને અત્યાર સુધી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. જેમાં પહેલી ફ્લાઇટમાં 37, બીજીમાં 8 અને ત્રીજી ફ્લાઇટમાં ફરી 33 લોકોને અમૃતસર ડિપોર્ટ કરાયા હતા.

આ પણ વાંચો: નર્કાગાર જેવી સ્થિતિ છતાં શા માટે ભારતીય મજૂરો કુવૈત જાય છે?

ઉલ્લેખનીય છે કે, 15 ફેબ્રુઆરીને શનિવારે પણ 116 ભારતીયોને લઈને અમેરિકન ઍરફોર્સનું બીજું વિમાન મોડી રાત્રે અમૃતસર ઍરપોર્ટ પર લેન્ડ થયું હતું. જેમાં 60થી વધુ પંજાબના અને 30થી વધુ હરિયાણાના અને 8 લોકો ગુજરાતના હતા. આ સિવાય ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના લોકો પણ હતા. મોટા ભાગના લોકો 18 વર્ષથી લઈને 30 વર્ષની ઉંમર ના હતા. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી સરકારમાં આવ્યા છે ત્યારથી તેમણે વિવિધ દેશોના ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને તેમના દેશોમાં પાછા મોકલવાનું શરુ કરી દીધું છે. આ અભિયાન હેઠળ જ 5 ફેબ્રુઆરીએ ભારતમાં પહેલી ફ્લાઇટ અમેરિકાથી મોકલાઈ હતી જેમાં 104 ભારતીયોને ડિપોર્ટ કરાયા હતા. આ ફ્લાઇટમાં સૌથી વધુ પંજાબ અને ગુજરાતના જ લોકો હતા.

ત્રીજી ફ્લાઈટમાં ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓની યાદી

ણા સપનાબેન ચેતનસિંહ ગાંધીનગર
રાણા દક્ષરાજસિંહ ચેતનસિંહ ગાંધીનગર
રાણા અક્ષરાજસિંહ ચેતનસિંહ ગાંધીનગર
પ્રજાપતિ પાયલ અનિલકુમાર કલોલ
પટેલ દીપ ઘનશ્યામભાઈ કડી
પટેલ સાક્ષીબેન દીપ કડી
હસમુખભાઈ રેવાભાઈ પટેલ વિજાપુર
લુહાર ધવલભાઈ કિરીટકુમાર કલોલ
લુહાર પૂજા ધવલભાઈ કલોલ
લુહાર રુદ્ર ધવલભાઈ કલોલ
પટેલ નીત તુષારભાઈ અમદાવાદ
પટેલ તુષાર પ્રવીણચંદ્ર અમદાવાદ
પટેલ ચેતનાબેન તુષારભાઈ અમદાવાદ
પટેલ હિમાંશી ચિરાગકુમાર અમદાવાદ
પટેલ ચિરાગકુમાર શૈલેષકુમાર અમદાવાદ
પટેલ હાર્દિક દશરથભાઈ અમદાવાદ
પટેલ સ્વાતિ હાર્દિકભાઈ અમદાવાદ
પટેલ હેનિલ હાર્દિક ભાઈ અમદાવાદ
પટેલ દિશા હાર્દિક ભાઈ અમદાવાદ
પટેલ જય રાજેશ કડી
પટેલ હારમી રાજેશકુમાર કડી
પટેલ માહી રાજેશભાઈ કડી
પટેલ મંજુલાબેન રાજેશભાઈ કડી
રાવલ રણજીતભાઇ ગાંધીનગર
રાણા ચેતનસિંહ ભરતસિંહ ગાંધીનગર
પ્રજાપતિ અનિલકુમાર ભીખુભાઈ કલોલ
પટેલ રાજેશ બલદેવભાઈ કડી
પ્રજાપતિ આરવ અનિલકુમાર કલોલ
પ્રજાપતિ દૃષ્ટિ અનિલકુમાર કલોલ
હિતેશ રમેશભાઈ રામિ સુરેન્દ્રનગર
પટેલ જયેશકુમાર ભોલાભાઈ ગાંધીનગર
પટેલ હિરલબેન જયેશકુમાર ગાંધીનગર
પટેલ પ્રાંશ જયેશકુમાર ગાંધીનગર

આ પણ વાંચો: ખોખરામાં સફાઈકર્મી પિતાની દીકરીની કેનેડાથી જાન આવી

 

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x