ધર્માંધ હિંદુઓ આભડછેટ છોડી શકતા નથી, દલિતો સાથે સમાન વ્યવહાર કરી શકતા નથી છતાં પાપ ધોવાના બહાને કુંભ મેળામાં જઈને ગંદા પાણીમાં નહાય છે. કુંભના નામે દરેક જગ્યાએ ઠગ તત્વો પોતાનું તરભાણું ભરવા તૈયાર બેઠાં છે. ટ્રેનના ટિકિટ બૂકિંગથી લઈને ઓનલાઈન સ્નાન સુધી ધર્માંધ હિંદુઓ પાસેથી રૂપિયા ખંખેરવામાં આવી રહ્યાં છે. આ બધી ચર્ચાઓ વચ્ચે કુંભમાં નહાવા માટે જતી દેખાવડી યુવતીઓ અને મહિલાઓના ફોટા ઓનલાઈન વેચાઈ રહ્યાં હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ કુંભમાં સ્નાન કરતી અને કપડાં બદલતી મહિલાઓના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા અને ટેલિગ્રામ પર શેર કરવામાં આવે છે. બે ટેલિગ્રામ ચેનલો જે પ્રાઇવેટ ગ્રુપ્સ સુધી ઍક્સેસ ઓફર કરી રહી છે તેમાં ગુપ્ત રીતે રેકોર્ડ કરેલાં મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વાંધાજનક વીડિયો છે. આ વીડિયો “Ganga river open bathing group”, “Hidden bath videos group”, “Open bath videos group” નામના ગ્રુપમાં શેર કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: RSS શા માટે 8000 દલિત વિદ્યાર્થીઓને કુંભ મેળામાં લઈ જઈ રહ્યું છે?
કેટલાક ફેસબૂક પેજ “Mahakumbh Ganga Snan Prayagraj” જેવા કેપ્શન સાથે સતત નાહતી મહિલાઓના વીડિયો શેર કરી રહ્યા છે. જેમાં #mahakumbh2025, #gangasnan અને #prayagrajkumbh જેવા હેશટેગનો ઉપયોગ કરવામાં આવે છે. આવા વીડિયોમાં મહિલાને નહાતી બતાવવામાં આવે છે. તેમની જાણ બહાર તેમના વીડિયો રેકોર્ડ કરીને પછી ઓનલાઈન મૂકવામાં આવે છે. કેટલાક આકર્ષક વીડિયોના ટિઝર બનાવીને બતાવાય છે.
જો કે, દિવ્ય ભાસ્કરના રિપોર્ટ મુજબ તેણે મહાકુંભને લગતા ટ્રેંડિંગ કીવર્ડ્સ સાથે શેર કરેલાં થોડાં ફોટો-વીડિયો અંગે તપાસ કરી તો આ ફોટો-વીડિયો પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભના નહીં પરંતુ અન્ય કોઈ જગ્યાના હોવાનું અને જૂના હોવાનું સામે આવ્યું હતું, જેને મહાકુંભના નામે શેર કરવામાં આવતા હતા. ભાસ્કરના જણાવ્યા મુજબ અમુક લોકોએ સ્નાન કરતી અને નદી કિનારે કપડાં બદલતી મહિલાઓનાં વાંધાજનક વીડિયો અને ફોટાની એક આખી ડેટા બેંક બનાવી લીધી છે.
દિવ્ય ભાસ્કરના રિપોર્ટ મુજબ તેને બે ટેલીગ્રામ ચેનલ મળી આવી હતી જે પ્રાઇવેટ ગ્રુપ્સ સુધી એક્સેસ ઓફર કરી રહી હતી અને તેમાં ગુપ્ત રીતે મહિલાઓના સ્નાન કરતા અને કપડા બદલતી હોય તેવા વીડિયો હતા. આ વીડિયો “Ganga river open bathing group”, “Hidden bath videos group” અને “Open bath videos group” જેવા નામથી ગ્રુપમાં શેર કરવામાં આવી રહ્યા છે.
ટેલિગ્રામ સર્ચ એન્જિન અને એનાલિટિક્સ પ્લેટફોર્મ ટેલીમેટ્રિયોના જણાવ્યા પ્રમાણે ભારતમાં 12 થી 18 ફેબ્રુઆરીની વચ્ચે “open bathing” ના સર્ચમાં વધારો થયો છે. આવી ચેનલ સુધી એક્સેસ મેળવવા માટે 1999 થી લઈને 3000 રૂપિયા સુધી રૂપિયા વસૂલવામાં આવતા હતા.
આ પણ વાંચો: મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસા મોટી ટ્રેપમાં ફસાઈ