તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લાની વી અક્રમ સરકારી હાઇસ્કૂલમાં પીટીના શિક્ષકે અનુસૂચિત જાતિના ધોરણ 6 ના વિદ્યાર્થીને એટલો માર્યો કે તેનું માથું ફાટી ગયું. માથા ઉપરાંત વિદ્યાર્થીના પેટ પર પણ અનેક ટાંકા આવ્યા છે. સર્જરી પછી પણ બાળકની હાલત ગંભીર છે.
હાલ બાળકના માથાની સર્જરીનો ફોટો વાયરલ થયો છે, જે જોઈને લોકો ડરી ગયા છે અને પીટી ટીચર પર ફિટકાર વરસાવી રહ્યાં છે. ઘટનાની જાણ થતા દલિત સમાજ અને તેના કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો છે.
આ ઘટનાને લઈને સીપીઆઈએમની તમિલનાડુ રાજ્ય સમિતિએ ફેસબુક પર બાળક સાથે થયેલા વર્તનના કેટલાક ફોટોગ્રાફ્સ પોસ્ટ કર્યા અને શિક્ષક દ્વારા દલિત બાળક પર કરવામાં આવેલી ક્રૂરતાની સખત નિંદા કરી. પાર્ટીએ તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં આરોપી શિક્ષક સામે તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહીની પણ માંગ કરી છે.
આ પણ વાંચો: સાવરકરના ઘોર વિરોધી ડો.આંબેડકર અમિત શાહને ક્યાંથી ગમે?
CPIM એ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, “આ ક્રૂરતાની સખત નિંદા કરવામાં આવે છે પરંતુ આ ગંભીર ઘટના માટે જવાબદાર શિક્ષક અને આચાર્ય સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. શાળા શિક્ષણ વિભાગ, બાળ કલ્યાણ વિભાગ, SC/ST કમિશન અને પોલીસે આ ઘટનામાં તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.”
દલિત લેખિકા અને કાર્યકર્તા શાલિન મારિયા લોરેન્સે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તમિલનાડુ સરકાર પર પ્રહારો કર્યા. તેમણે લખ્યુ, “તમિલનાડુના વિલ્લુપુરમની એક સરકારી શાળામાં છઠ્ઠા ધોરણમાં ભણતા દલિત વિદ્યાર્થી પર તેની જ જાતિની એક હિન્દુ મહિલા પીટી શિક્ષકે નિર્દયતાથી હુમલો કર્યો હતો. આ જાતિવાદી સમાજ અને ડીએમકે સરકારની આવી ક્રૂર શાળા પ્રત્યે નારાજગી વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી.”
જો કે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં આ ઘટના અંગે સરકાર કે વહીવટીતંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી હોવાના કોઈ સમાચાર નથી.
આ પણ વાંચો: દલિત સગીરાની છેડતી કરી તેની ઉપર ઉકળતું તેલ ફેંક્યું
*દલિત સમાજમાં ધાક ઊભી કરવાનાં અનેક પ્રયોગો
શરૂ કરવામાં આવ્યા છે, તો જાગ્રુત દલિત સમાજે ખુબ જ સાવધાન રહેવાની જરૂર છે! બીજેપીની હાલત હાર્યો જુગારી બમણું રમે એવી રીતે પેશ આવી રહ્યો છે.