બાકરોલની હોસ્ટેલમાં દલિત દીકરીઓને હલકી ગુણવત્તાનું ભોજન પીરસાય છે

Anand News: બાકરોલમાં આવેલી અનુસૂચિત જાતિ કન્યા છાત્રાલયમાં હલકી ગુણવત્તાનું ભોજન અને નિયમ વિરુદ્ધ એડમિશન અપાયા હોવાને લઈને વિદ્યાર્થીઓનો વિરોધ નોંધાવ્યો છે.
Anand News Bakrol Hostel

Anand News: આણંદના બાકરોલમાં અનુસૂચિત જાતિના સરકારી કન્યા છાત્રાલયમાં વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીનીઓને આપવામાં આવતા હલકી ગુણવત્તાના ભોજન અને નિયમ વિરુદ્ધ એડમિશનને લઈને જાગૃત વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે. નિર્માણાધીન જેલની નજીક આવેલી આ છાત્રાલયમાં SEBC/OBC સમાજની વિદ્યાર્થીનીઓને સરકારી પરિપત્રનો ભંગ કરીને એડમિશન અપાયાનો આરોપ છે. વિદ્યાર્થીઓ રજૂઆત માટે છાત્રાલય પહોંચ્યા ત્યારે રેક્ટર હાજર ન હતા. વારંવાર ફોન કર્યા બાદ પણ રેક્ટર ન આવતા વિદ્યાર્થીઓએ છાત્રાલયની બહાર હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન વિદ્યાનગર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

સમસ્યાનું સમાધાન ન થાય તો આંદોલનની ચીમકી

શરૂઆતમાં રેક્ટરે વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવાનો ઇનકાર કર્યો હતો. જો કે, વિદ્યાર્થીઓનો રોષ વધતા તેમણે રજૂઆત સાંભળી અને લેખિતમાં ફરિયાદ માંગી હતી. વિદ્યાર્થીઓએ સ્થળ પર જ લેખિત રજૂઆત કરી હતી. તેમણે ચેતવણી આપી છે કે જો તેમની રજૂઆતોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આ પણ વાંચોઃ SC-ST વિદ્યાર્થીઓ માટે વરદાન સાબિત થઈ શકે છે આ સરકારી યોજનાઓ

હોસ્ટેલમાં હલકી ગુણવત્તાનું ભોજન પીરસાય છે

વિદ્યાર્થીનીઓએ કહ્યું જમવાનું ટેસ્ટ વગરનું અને હલકી ગુણવત્તાનું આપવામાં આવે છેવિદ્યાર્થીઓએ છાત્રાલયનું રસોડું તેમજ જમવાનું જોવા જવાની પરમિશન માંગી હતી. પરંતુ રેક્ટર તેમજ છાત્રાલયના સ્ટાફે જમવાનું સારૂ જ હોય છે, તેમ કહી પરમિશન આપી ન હતી. જેથી છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓ જાતે જ ડિશમાં જમવાનું લઈને ગેટ પાસે આવી પહોંચી હતી અને જણાવ્યું હતું કે, છાત્રાલયમાં જમવાનું ટેસ્ટ વગરનું અને હલકી ગુણવત્તાનું આપવામાં છે, જો આ અંગે અમે ફરીયાદ કરીએ તો તેઓ અમને “જમવું હોય તો જમો, ના જમવું હોય તો કાંઈ નહીં” તેવો ઉડાઉ જવાબ આપે છે.

સમાજ કલ્યાણ વિભાગે શું કહ્યું?

આ મામલે અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના નાયબ નિયામક એચ.આર.પરમાર જણાવ્યું હતું કે, બાકરોલ સ્થિત સરકારી કન્યા છાત્રાલયમાં સરકારે નક્કી કરેલ મેનુ પ્રમાણે અને ટેન્ડરિંગ પ્રક્રિયા કરી કોન્ટ્રાક્ટર દ્વારા જમવાનું પૂરું પાડવામાં આવે છે. પરંતુ છાત્રાલયમાં રહેતી કેટલીક છોકરીઓએ ગઈકાલે જમવાનો બહિષ્કાર કર્યો હતો. આ બહિષ્કાર કરનાર છોકરીઓની માગણી મુજબ નવેસરથી જમવાનું બનાવી આપવામાં આવ્યું હતું, પરંતુ દીકરીઓ જમી ન હતી. છેલ્લે તેઓની માગણી મુજબ સ્ટાફ દ્વારા બહારથી મંગાવીને જમવાની વ્યવસ્થા કરી, દીકરીઓની સમસ્યાનો સુખદ અંત લાવવામાં આવેલ છે.

આ પણ વાંચોઃ 14 વર્ષની દલિત દીકરીએ આખી શિક્ષણ વ્યવસ્થાને હચમચાવી નાખી 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x