મહારાષ્ટ્રના સચિવ, ડીજીપીએ CJI B.R. Gavai નું અપમાન કર્યું

દેશના બીજા દલિત CJI B.R. Gavai નું તેમના જ વતન મહારાષ્ટ્રમાં અપમાન કરાયું. મુખ્ય સચિવ, DGP, પોલીસ કમિશનર રીસિવ કરવા ન આવ્યા.
CJI B.R. Gavai

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પદે એક દલિત જજની નિમણૂંક થતાની સાથે જ મનુવાદી તત્વોએ તેમની સાથે ભેદભાવ શરૂ કરી દીધો છે. ચીફ જસ્ટિસ B R Gavai એ તાજેતરમાં તેમના ગૃહ રાજ્ય મહારાષ્ટ્રની મુલાકાત લીધી હતી પણ તેઓ દલિત સમાજના હોવાથી રાજ્યના મુખ્ય સચિવ, ડીજીપી અને શહેરના પોલીસ કમિશનર તેમને રીસિવ કરવા માટે પહોંચ્યા નહોતા. જેને લઈને સીજેઆઈએ તરત તેમને ફટકાર લગાવી હતી.

આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, તમે ક્યા પદ પર છો તેના કરતા પણ તમે કઈ જાતિના છો તે આ દેશમાં વધુ મહત્વનું છે. શું ચીફ સેક્રેટરી, ડીજીપી અને પોલીસ કમિશનર કોઈ સવર્ણ જાતિની વ્યક્તિ સીજેઆઈ પદે હોય તો આવું અપમાનજનક પગલું ભરત ખરાં?

CJI B R Gavai મુંબઈ પહોંચ્યા ત્યારે રાજ્યના ત્રણ ઉચ્ચ અધિકારીઓ – મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક (DGP) અને મુંબઈ પોલીસ કમિશનર – ત્યાં હાજર નહોતા. સીજેઆઈ ગવઈ મુંબઈમાં એક એવોર્ડ સમારોહમાં પહોંચ્યા હતા, ત્યારબાદ તેમણે ડૉ.આંબેડકરની સ્મૃતિમાં બનેલી

‘ચૈત્યભૂમિ’ની મુલાકાત લીધી હતી.

CJI ગવઈએ 18 મે, રવિવારના રોજ મુંબઈમાં આયોજિત એક સન્માન સમારોહમાં આ વાત કહી હતી. આ કાર્યક્રમ બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર અને ગોવા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. CJIબન્યા પછી જસ્ટિસ ગવઈએ પહેલી વાર પોતાના ગૃહ રાજ્ય મહારાષ્ટ્રની મુલાકાત લીધી હતી. અહીં તેમણે રાજ્યના ત્રણ ઉચ્ચ રાજ્ય અધિકારીઓની ગેરહાજરી પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો: Justice B R Gavai દેશના પહેલા બૌદ્ધ CJI બન્યાં

બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર અને ગોવાના યુટ્યુબ ચેનલ પરના આ સન્માન સમારોહના વીડિયોમાં CJI ગવઈ કહે છે, “લોકશાહીના ત્રણ સ્તંભો – ન્યાયતંત્ર, સંસદ અને કારોબારી, બધા સમાન છે. બંધારણના દરેક અંગે અન્ય અંગોનો આદર કરવો જોઈએ. જ્યારે મહારાષ્ટ્ર રાજ્યનો કોઈ વ્યક્તિ CJI બન્યા પછી પહેલી વાર મહારાષ્ટ્રની મુલાકાત લે છે, ત્યારે જો મહારાષ્ટ્રના મુખ્ય સચિવ અને મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક (DGP) અથવા મુંબઈના પોલીસ કમિશનરને ત્યાં જવાની જરૂર ન લાગે, તો તેમણે પોતે જ તેના વિશે વિચારવું જોઈએ.”

CJI એ વધુમાં ઉમેર્યું હતું કે, “મને પ્રોટોકોલની બહુ જરૂર નથી લાગતી. જ્યારે પણ હું અમરાવતી કે નાગપુર જાઉં છું, ત્યારે હું ક્યારેય પાઇલટ એસ્કોર્ટ લેતો નથી. સુપ્રીમ કોર્ટ આવતા પહેલા, હું મારા મિત્રોની મોટરસાઇકલ પર ફરતો હતો. પરંતુ આ સંસ્થાના અન્ય અંગો દ્વારા ન્યાયતંત્રના આદરનો પ્રશ્ન છે.”

કલમ ૧૪૨નો ઉલ્લેખ કરતા, સીજેઆઈ ગવઈએ કહ્યું, “જ્યારે કોઈ બંધારણીય સંસ્થાના વડા પહેલી વાર કોઈ રાજ્યની મુલાકાત લે છે, અને તે પણ જ્યારે તેઓ તે રાજ્યના હોય, ત્યારે તેમણે પોતે વિચારવું જોઈએ કે તેમણે કરેલું વર્તન યોગ્ય હતું કે નહીં. જો આપણામાંથી કોઈ ત્યાં હોત, તો કલમ ૧૪૨ વિશે ચર્ચા થઈ હોત. આ નાની નાની વાતો લાગે છે પરંતુ જનતાને આ વિશે જાગૃત કરવી જોઈએ.”

સીજેઆઈ ગવઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો કોઈ ન્યાયાધીશે આવું કર્યું હોત, એટલે કે પ્રોટોકોલનો ભંગ કર્યો હોત, તો કલમ ૧૪૨ ની ચર્ચા શરૂ થઈ ગઈ હોત. કલમ ૧૪૨ એ જ કલમ છે જે સુપ્રીમ કોર્ટને વિશેષ સત્તા આપે છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ આટલી વાત કર્યા પછી જ્યારે CJI ડૉ. આંબેડકરના સમાધિ સ્થળ ‘ચૈત્યભૂમિ’ પહોંચ્યા ત્યારે મુખ્ય સચિવ સુજાતા સૌનિક, DGP રશ્મિ શુક્લા અને પોલીસ કમિશનર દેવેન ભારતી ત્યાં હાજર હતા. જ્યારે પત્રકારોએ તેમને આ મુદ્દા પર વધુ પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું કે તેમને પ્રોટોકોલની એટલી ચિંતા નથી. તેમણે બસ એજ જણાવ્યું જે હકીકતે બન્યું હતું.

આ પણ વાંચો: ઉઘાડા પગે સ્કૂલે જતો દલિત બાળક ગામનો પહેલો 10મું પાસ વિદ્યાર્થી બન્યો

3.7 3 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x