સવર્ણ પાયલટે કહ્યું, ‘પ્લેન ઉડાવવું તારું કામ નહીં, તું જઈને જૂતા સીવ’

Indigo Airlines ના દલિત પાયલોટનું ત્રણ સવર્ણ પાયલોટે ચાલુ મીટિંગમાં જાતિવાદી નિવેદન કરીને અપમાન કરતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે.
dalit news

indigos dalit pilot insulted by three upper caste pilots: દલિતો કોઈપણ ક્ષેત્રમાં પ્રગતિ કરે એટલે તેમનો સીધી રીતે મુકાબલો ન કરી શકતા સવર્ણ હિંદુઓ દલિતોનું જાતિના આધારે અપમાન કરવા લાગી જાય છે. આવું જ કંઈક વિખ્યાત એરલાઈન્સ કંપની Indigo માં કામ કરતા એક તાલીમાર્થી પાયલટ સાથે થયું છે. મળતી માહિતી મુજબ દલિત પાયલટનું ઈન્ડિગોમાં કામ કરતા ત્રણ સવર્ણ પાયલટો દ્વારા જાતિસૂચક નિવેદન કરીને મીટિંગમાં અપમાન કરવામાં આવ્યું હતું. 35 વર્ષીય દલિત તાલીમાર્થી પાઇલટે દાવો કર્યો છે કે કંપનીમાં કામ કરતા ત્રણ સવર્ણ પાયલટોએ તેને ‘પ્લેન ઉડાવવું તારું કામ નહીં, તું જઈને જૂતા સીવ’ એમ કહીને અપમાન કર્યું હતું. આ મામલે હવે તેણે એટ્રોસિટી એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બેંગલુરુમાં FIR નોંધાઈ, ગુરુગ્રામ ટ્રાન્સફર કરાઈ

તાલીમાર્થી પાઇલટે બેંગલુરુ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ‘ઝીરો FIR’ નોંધાવી હતી, ત્યારબાદ તે ગુરુગ્રામ પોલીસને મોકલવામાં આવી છે. ગુરુગ્રામ ઇન્ડિગોનું મુખ્ય મથક છે. દલિત પાઇલટની ફરિયાદ પર, પોલીસે ઇન્ડિગોના તાપસ ડે, મનીષ સાહની અને કેપ્ટન રાહુલ પાટીલ વિરુદ્ધ SC-ST Act હેઠળ FIR નોંધી છે. ડો કે, ઇન્ડિગો એરલાઈન્સે હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન જારી નથી કર્યું.

દલિત પાઇલટ સાથે ક્યાં ભેદભાવ કરવામાં આવ્યો હતો?

તાલીમાર્થી પાયલોટે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે 28 એપ્રિલે ઇન્ડિગોની ગુરુગ્રામ ઓફિસમાં એક મીટિંગ યોજાઈ હતી, જેમાં તેમનું અપમાન કરવામાં આવ્યું હતું. 30 મિનિટની આ મીટિંગમાં તેને કહેવામાં આવ્યું હતું કે, “તમે વિમાન ઉડાડવા માટે યોગ્ય નથી, તમારે પાછા જતા રહીને જૂતા સીવવા જોઈએ. તમે અહીં ચોકીદાર બનવા માટે પણ યોગ્ય નથી.” દલિત પાયલટે આરોપ લગાવ્યો છે કે, આ હેરાનગતિનો હેતુ તેનું રાજીનામું લઈને તેની ગરિમા ઘટાડવાનો હતોય

આ પણ વાંચો: મહિલા IAS એ દલિત વિદ્યાર્થીઓને કહ્યું, ‘ટોઈલેટ સાફ કેમ નથી કરતા?’

પાયલટે પેનલમાં પણ મામલો ઉઠાવ્યો હતો

દલિત પાઇલટે આરોપ લગાવ્યો છે કે તેને પગાર કાપ, પુન: ટ્રેનિંગ અને ચેતવણી આપીને હેરાનગતિનો પણ સામનો કરવો પડ્યો હતો. જ્યારે તેણે આ અંગે ઉચ્ચ અધિકારીઓ અને ઇન્ડિગોની એથિક્સ પેનલને ફરિયાદ કરી, ત્યારે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, ત્યારબાદ તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અહીં એ યાદ રાખવું જોઈએ કે, ઈન્ડિગો તેની વેબસાઇટમાં વિવિધતા, સમાનતા અને સમાવેશિતાના પ્રયાસો વિશે વાત કરે છે અને નસ્લ, રંગ, જાતિ અને ધર્મના આધારે થતા ભેદભાવોનો વિરોધ કરે છે. જોવાનું એ રહેશે કે, ઈન્ડિગો માત્ર ભેદભાવ દૂર કરવાની વાતો જ કરે છે કે, ખરેખર તેને દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે?

આ પણ વાંચો: બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન કેટલું સલામત?

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
2 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
2 months ago

*અલ્યા! સવર્ણો, જૈન ધર્મમાં કહ્યું છે કે “જીવો અને જીવવા દો! શું તમારા મગજમાં “સવર્ણ હોવાની રાઈ ભરાઈ ગઈ છે? ક્યાં સુધી દલિતોને માનસિક ત્રાસ આપતા રહેશો, દરેકનાં જીવનમાં એક વખત તો કયામત આવે છે તેનું જ્ઞાન હોવું જોઈએ એ જ પ્રાર્થના!
જયભીમ નમો બુદ્ધાય ધન્યવાદ સાધુવાદ!

Soma parmar
Soma parmar
2 months ago

Aa Hindu jatankvadi che

શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
2
0
Would love your thoughts, please comment.x
()
x