બંધારણમાંથી ‘સમાજવાદી’, ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ હટાવો? – RSS મહાસચિવ

RSS ના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ કહ્યું છે કે, દેશના બંધારણમાંથી 'સમાજવાદી' અને 'ધર્મનિરપેક્ષ' શબ્દ હટાવવા વિચારવું જોઈએ.
rss dattatreya hoshbole

મનુવાદી માનસિકતાથી ગ્રસ્ત RSS અને તેના નેતાઓ વારંવાર બંધારણનો વિરોધ કરતા નિવેદનો આપતા રહે છે. હવે સંઘના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ બંધારણના આમુખમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ બે શબ્દો દૂર કરવાની હિમાયત કરી દીધી છે. હોસબોલેએ વધુમાં કહ્યું કે, આ શબ્દો કટોકટી દરમિયાન તત્કાલીન કોંગ્રેસ સરકારે ઉમેર્યા હતા.

ડો.આંબેડકર લિખિત બંધારણમાં આ બંને શબ્દો નહોતાઃ દત્તાત્રેય હોસબોલે

RSS મુખપત્ર ઓર્ગેનાઇઝરના સમાચાર મુજબ, દત્તાત્રેયએ કહ્યું, કટોકટી દરમિયાન બે શબ્દો – ‘ધર્મનિરપેક્ષ’ અને ‘સમાજવાદી’ – બંધારણમાં ઉમેરવામાં આવ્યા હતા, જે મૂળ પ્રસ્તાવનાનો ભાગ નહોતા. બાદમાં તેમને દૂર કરવામાં આવ્યા ન હતા અને આ શબ્દો રહેવા જોઈએ કે નહીં તે અંગે કોઈ ચર્ચા થઈ ન હતી. આ અંગે ચર્ચા થવી જોઈએ. આ બે શબ્દો ડૉ. આંબેડકર દ્વારા બનાવવામાં આવેલા બંધારણમાં નહોતા. કટોકટી દરમિયાન, દેશમાં ન તો સંસદ યોગ્ય રીતે કાર્યરત હતી અને ન તો ન્યાયતંત્રની સ્વતંત્રતા. છતાં આ બે શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. તેથી, આ વિષય પર વિચાર કરવો અને ચર્ચા કરવી જરૂરી છે.

દત્તાત્રેય હોસબોલેએ 26 જૂને નવી દિલ્હીના આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે કટોકટીની 50મી વર્ષગાંઠ પર આયોજિત સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે બંધારણમાં 42મા સુધારા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. હોસબોલેએ કોંગ્રેસ પર તીખા પ્રહારો કર્યા હતા.

કોંગ્રેસે આજ સુધી માફી માંગી નથીઃ હોસબોલે

કોંગ્રેસ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે તેણે 1975માં ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા લાદવામાં આવેલી કટોકટી માટે જાહેરમાં માફી માંગવી જોઈએ. 25 જૂન, 1975ના રોજ જાહેર કરાયેલી કટોકટીને યાદ કરતા દત્તાત્રેય હોસબોલેએ કહ્યું કે, તે સમયે હજારો લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, તેમની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું અને ન્યાયતંત્ર અને મીડિયાની સ્વતંત્રતા પર ખરાબ રીતે દમન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે તે સમયગાળા દરમિયાન, બળજબરીથી નસબંધી જેવા કઠોર પગલાં પણ લેવામાં આવ્યા હતા, જેના કારણે સામાન્ય જનતાને ઘણું સહન કરવું પડ્યું હતું. કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધતા તેમણે કહ્યું, જે લોકોએ આ કામ કર્યું છે તેઓ આજે બંધારણની નકલ લઈને ફરે છે. પરંતુ આજ સુધી તેમણે માફી માંગી નથી. માફી માંગો.

યોગી આદિત્યનાથે પણ આવું જ નિવેદન કર્યું હતું

ઉલ્લેખનીય છે કે, RSS અને ભાજપના નેતાઓ વારંવાર બંધારણનો વિરોધ કરતા નિવેદનો આપતા રહે છે. મનુવાદની તર્જ પર હિંદુ રાષ્ટ્ર સ્થાપવામાં તેમને સૌથી મોટી અડચણ ડો.આંબેડકરનું લખેલું દેશનું બંધારણ છે. આથી તેઓ છાશવારે બંધારણ અને તેમાં દેશના છેવાડાના માણસને એકસમાન માનીને કરવામાં આવેલી જોગવાઈઓનો વિરોધ કરીને માહોલ ઉભો કરવા પ્રયત્ન કરતા રહે છે. અગાઉ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ 42મા સુધારા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. આદિત્યનાથે 25 જૂને કહ્યું હતું કે કટોકટી દરમિયાન બંધારણની પ્રસ્તાવનામાં ‘ધર્મનિરપેક્ષ’ અને ‘સમાજવાદી’ શબ્દો ઉમેરવા એ ‘ભારતના આત્મા પર હુમલો’ હતો.

આ પણ વાંચો: BJP નેતાએ લખ્યું, ‘બાબાસાહેબે નહીં B N રાવે બંધારણ ઘડ્યું?’

હોસબોલેના નિવેદન પર કોંગ્રેસે શું પ્રતિક્રિયા આપી?

હોસબોલેના નિવેદન પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા RSS અને BJP પર બંધારણ વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે કહ્યું કે તે ભાજપ-RSS ના ‘ષડયંત્ર’ને ક્યારેય સફળ થવા દેશે નહીં અને આવા કોઈપણ પગલાનો વિરોધ કરશે.

કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, RSS અને BJP ની વિચારસરણી બંધારણ વિરોધી છે. હવે RSS ના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ બંધારણના આમુખમાં ફેરફારની માંગ કરી છે. હોસબાલે ઇચ્છે છે કે બંધારણના આમુખમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો દૂર કરવામાં આવે. આ બાબા સાહેબના બંધારણને નષ્ટ કરવાનું કાવતરું છે, જે RSS અને BJP લાંબા સમયથી ઘડી રહ્યા છે.

RSS એ બંધારણની નકલો સળગાવી હતી: કોંગ્રેસ

કોંગ્રેસે દાવો કર્યો હતો કે જ્યારે બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું, ત્યારે RSS એ તેનો વિરોધ કર્યો હતો અને તેની નકલો પણ સળગાવી હતી. લોકસભા ચૂંટણી દરમિયાન, ભાજપના નેતાઓ ખુલ્લેઆમ કહી રહ્યા હતા કે બંધારણ બદલવા માટે સંસદમાં 400 થી વધુ બેઠકોની જરૂર છે. કોંગ્રેસ કોઈપણ સંજોગોમાં તેમના આયોજનોને સફળ થવા દેશે નહીં

આ પણ વાંચો: ધંધુકામાં પહેલીવાર દલિત મહિલાઓએ સમાજનું બંધારણ ઘડ્યું

3 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
2 months ago

*ભારતીય સંવિધાનની તાકાત છે કે આ દેશનો ભિખારી પણ સારા પદ પર બિરાજમાન થઈ શકે છે અને સંવિધાન સાથે ગદ્દારી કરનાર પણ સર્વોચ્ચ પદ હાંસલ કરી શકે છે, એટલે જ બંધારણ સાથે વાદવિવાદ થાય છે!
જયભીમ નમો બુદ્ધાય! ધન્યવાદ સાધુવાદ!

શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x