દિલ્હીના મુખ્યમંત્રી(Delhi Chief Minister) રેખા ગુપ્તા(Rekha Gupta)ને એક શખ્સે તેમના જ ઘરે લાફો ઝીંકી દેતા(slapped) ચકચાર મચી ગઈ છે. આ હુમલો મુખ્યમંત્રીના નિવાસસ્થાને જ કરવામાં આવ્યો હતો. હુમલો થયો ત્યારે અહીં જાહેર સુનાવણી ચાલી રહી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઉશ્કેરાયેલા શખ્સે મુખ્યમંત્રી રેખા ગુપ્તાને લાફો ઝીંકી દીધો હતો. દિલ્હી ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરેલી પોસ્ટમાં કહ્યું હતું કે, એક 41 વર્ષીય વ્યક્તિએ મુખ્યમંત્રી પર હુમલો કર્યો છે. તે જાહેર સુનાવણી માટે આવ્યો હતો. તેના હાથમાં એક કાગળ પણ હતો. પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે.
થપ્પડ મારનાર શખ્સ રાજકોટનો વતની
પ્રાથમિક માહિતી મુજબ આરોપીએ પોતાનું નામ રાજેશ ભાઈ ખીમજી સાકરિયા જણાવ્યું છે અને ગુજરાતના રાજકોટનો રહેવાસી છે. તેની ઉંમર 41 વર્ષ છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસે ગૃહ મંત્રાલયને દિલ્હીના મુખ્યમંત્રી પર થયેલા હુમલા અંગે માહિતી આપી છે.
આ પણ વાંચો: દલિત મહિલા મધ્યાહન ભોજન બનાવતી હોવાથી 21 વિદ્યાર્થીઓએ શાળા છોડી
ભાજપ પ્રવક્તાએ શું કહ્યું?
દિલ્હી ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે જણાવ્યું હતું કે- એક 35 વર્ષીય વ્યક્તિ જાહેર સુનાવણીમાં આવ્યો હતો. તેણે મુખ્યમંત્રીને કેટલાક દસ્તાવેજો આપ્યા હતા. એ પછી થોડી બોલાચાલી થઈ હતી અને તેણે મુખ્યમંત્રી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કોઈ પાર્ટીનું કામ હોઈ શકે છે.
જન સુનાવણી દરમિયાન ઘટના બની
આજે સવારે બનેલી આ ઘટનામાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ તેમના નિવાસસ્થાને જાહેર સુનાવણી કરી રહ્યા હતા. પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે આરોપી વ્યક્તિએ પહેલા રેખા ગુપ્તા પર પથ્થર જેવું કંઈક ફેંક્યું હતું. પરંતુ જ્યારે તે સીએમ ગુપ્તાને નુકસાન પહોંચાડી શક્યો નહીં ત્યારે તેણે તેમને થપ્પડ મારવાનો પણ પ્રયાસ પણ કર્યો. પોલીસ હાલમાં સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
કોંગ્રેસે કહ્યું- જો મુખ્યમંત્રી જ સુરક્ષિત નથી તો સામાન્ય માણસનું શું?
મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા હુમલા અંગે દિલ્હી કોંગ્રેસે સત્તાધારી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. દિલ્હી કોંગ્રેસના પ્રમુખ દેવેન્દ્ર યાદવે કહ્યું- આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. રેખા ગુપ્તા સમગ્ર દિલ્હીના મુખ્યમંત્રી છે. આ ઘટનાની જેટલી પણ નિંદા કરવામાં આવે તે ઓછી છે. આ ઘટનાએ ફરી એકવાર રાજ્યમાં મહિલાઓની સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઉભા કર્યા છે. જો દિલ્હીના મુખ્યમંત્રી સુરક્ષિત નથી તો સામાન્ય માણસ તો કેવી રીતે સુરક્ષિત રહી શકે?
#BigBreaking 🚨दिल्ली की मुख्यमंत्री रेखा गुप्ता पर उनके आवास पर सार्वजनिक कार्यक्रम के दौरान हुआ हमला#rekhagupta #Delhi pic.twitter.com/PbCIATtZyW
— Uday India Magazine (@udayindiaNews) August 20, 2025
પોલીસે આરોપીને ઝડપી પાડી તપાસ શરૂ કરી
પોલીસના જણાવ્યા અનુસાર, શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે હાથમાં કાગળોના બંડલ સાથે તે વ્યક્તિએ પહેલા જોરથી બૂમો પાડી અને પછી પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યો. આરોપી વ્યક્તિની ઉંમર આશરે 35 વર્ષ હોવાનું કહેવાય છે. હાલ સમગ્ર મામલામાં પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપી ક્યાંથી આવ્યો હતો અને મુખ્યમંત્રી પર હુમલો કરવાનો પ્રયાસ કરવાનું કારણ શું હતું.
આ પણ વાંચો: ગોંડલમાં ભરવાડોએ દલિત યુવક સહિત 3 લોકો પર હુમલો કર્યો