મધ્યપ્રદેશના ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પુષ્યમિત્ર ભાર્ગવના પુત્ર સંઘમિત્ર ભાર્ગવનું એક ભાષણ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે, જેમાં તેણે કેન્દ્ર સરકારની ખુલ્લેઆમ ટીકા કરી હતી. આ ભાષણ એક જાહેર કાર્યક્રમ દરમિયાન આપવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી મોહન યાદવ, વિધાનસભા અધ્યક્ષ નરેન્દ્ર સિંહ તોમર, મંત્રી તુલસી સિલાવત, સાંસદ શંકર કેશવાણી, સ્થાનિક ભાજપ ધારાસભ્યો અને તેના પિતા મેયર પુષ્યમિત્ર ભાર્ગવ પોતે પણ સ્ટેજ પર હાજર હતા.
સંઘમિત્રાના તીક્ષ્ણ પરંતુ આત્મવિશ્વાસપૂર્ણ વક્તવ્યે માત્ર શ્રોતાઓને જ ચોંકાવ્યા નહોતા, પરંતુ સ્ટેજ પર બેઠેલા ભાજપના નેતાઓ પણ અસ્વસ્થ કરી નાખ્યા હતા. જોકે, બધા નેતાઓએ આખું ભાષણ હસતાં હસતાં સાંભળ્યું હતું અને કોઈએ જાહેરમાં વિરોધ કર્યો નહોતો. કાર્યક્રમ દરમિયાન, સભાગૃહમાં હાજર શ્રોતાઓએ સંઘમિત્રાના સાહસિક શબ્દોને તાળીઓથી વધાવી લીધા. હવે આ ભાષણ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગયું છે.
ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પુષ્યમિત્ર ભાર્ગવના પુત્ર સંઘમિત્રા ભાર્ગવનું એક બોલ્ડ ભાષણ હાલ સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે. દેવી અહિલ્યા યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં આયોજિત સ્વર્ગસ્થ નિર્ભય સિંહ પટેલ મેમોરિયલ ડિબેટ સ્પર્ધામાં વિજેતા બન્યા બાદ, સંઘમિત્રાને સ્ટેજ પર સન્માનિત કરવામાં આવ્યો હતો, જ્યાં તેને ટૂંકું ભાષણ આપવાનું કહેવામાં આવ્યું હતું. માઇક હાથમાં લેતાની સાથે જ સંઘમિત્રાએ કેન્દ્ર સરકારના વચન ભંગ કરવાના તીખા પ્રશ્નો સાથે પોતાનું ભાષણ શરૂ કર્યું હતું.
બુલેટ ટ્રેન ફક્ત પીપીટી સુધી મર્યાદિત બની ગઈ
સંઘમિત્રાએ પોતાના ભાષણમાં કેન્દ્ર સરકારની પરિવહન નીતિઓ પર નિશાન સાધ્યું અને કહ્યું, “ટ્રેનમાં વેઇટિંગ લિસ્ટની સ્થિતિ એવી છે કે દર વર્ષે ૫૦ લાખથી વધુ લોકો ટિકિટ ખરીદ્યા પછી પણ મુસાફરી કરી શકતા નથી. ૨૦૨૨ સુધીમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ ૨૦૨૫ આવી ગયું છે અને તે ટ્રેન હજુ પણ ફક્ત પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન સુધી મર્યાદિત છે.”
તેણે વધુમાં આરોપ લગાવ્યો કે આ પ્રોજેક્ટમાં, “જમીન સંપાદનના નામે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા, કૌભાંડો થયા, પરંતુ આજ સુધી બુલેટ ટ્રેન જમીન પર આવી શકી નથી.”
આ પણ વાંચો: નાસિર-જુનૈદના હત્યારાએ બજરંગ દળના ત્રાસથી આપઘાત કર્યો?
૧૦ વર્ષમાં, રેલ અકસ્માતોમાં ૨૦,૦૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા
સંઘમિત્રાએ પોતાના ભાષણમાં રેલ્વે સલામતી અંગે સરકારના દાવાઓ પર પણ સવાલ ઉઠાવ્યા. તેણે કહ્યું, “સરકાર દાવો કરે છે કે ‘કવચ’ ટેકનોલોજી રેલ અકસ્માતો અટકાવશે, પરંતુ છેલ્લા 10 વર્ષમાં રેલ અકસ્માતોમાં 20,000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે કોઈ ટ્રેન પાટા પરથી ઉતરી જાય છે, ત્યારે માત્ર કોચ જ તૂટી પડતા નથી, પરંતુ એક માતાનો ખોળો પણ ખાલી થઈ જાય છે, કોઈ બાળકનું ભવિષ્ય અંધકારમાં ડૂબી જાય છે અને વૃદ્ધ પિતાની છેલ્લી આશા પણ છીનવાઈ જાય છે.”
400 રેલ્વે સ્ટેશનોને બદલે, અત્યાર સુધી ફક્ત 20 જ તૈયાર થયા
શાળાના વિદ્યાર્થી સંઘમિત્રાએ પોતાના ભાષણમાં સ્ટેશન પુનર્વિકાસ પ્રોજેક્ટ અને રેલ્વેના ખાનગીકરણ અંગે કેન્દ્ર સરકાર પર ગંભીર પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા. તેણે કહ્યું, “સરકારે કહ્યું હતું કે દેશના 400 રેલ્વે સ્ટેશનોને એરપોર્ટ જેવા બનાવવામાં આવશે, પરંતુ અત્યાર સુધી ફક્ત 20 સ્ટેશન જ તૈયાર થયા છે અને ત્યાં પણ મુસાફરોની ફરિયાદો રહે છે. બોર્ડ ચમકે છે, પરંતુ પીવાનું પાણી મોંઘું છે અને ભીડ એ જ રહે છે.”
बेटे ने किया पिता को असहज।
इंदौर के अहिल्या विश्वविद्यालय में वाद-विवाद प्रतियोगिता का आयोजन किया गया था।
इंदौर के BJP से मेयर पुष्यमित्र भार्गव के बेटे संघमित्र भार्गव बोलने के लिए मंच पर आते हैं।
फिर जो हुआ आप वीडियो में ही देखिए।। ☺
वीडियो :pic.twitter.com/YSSrCAlrJK
— PrimeSource Network (@PrimesourceN) September 5, 2025
૮૦% પ્રોજેક્ટ્સ અધૂરા પડ્યા છે
સંઘમિત્રએ તથ્યો સાથે પોતાનો મુદ્દો આગળ વધાર્યો અને કહ્યું કે “ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) ના ૨૦૨૨ ના અહેવાલ મુજબ, સ્ટેશન બાંધકામ માટે મંજૂર કરાયેલ રૂ. ૧.૨૫ લાખ કરોડમાંથી ૮૦% પ્રોજેક્ટ્સ અધૂરા છે. સુરક્ષા સાધનોના બજેટનો ૭૮% ભાગ અન્ય યોજનાઓમાં વાળવામાં આવ્યો હતો.”
દલાલોનો સાથ, ખાનગીકરણનો વિકાસ અને જનતાનો વિનાશ
સંઘમિત્રાએ રેલવેમાં પારદર્શિતાના અભાવ પર પણ પ્રશ્ન ઉઠાવ્યો અને ઇકોનોમિક ટાઇમ્સના ૨૦૨૦ ના અહેવાલને ટાંકીને કહ્યું, “૩૦૦ કરોડ રૂપિયાનું કેટરિંગ એક જ કંપનીને આપવામાં આવ્યું હતું. સરકાર કહે છે ‘સબકા સાથ, સબકા વિકાસ’ પરંતુ રેલ્વેમાં દલાલનો સાથ, ખાનગીકરણનો વિકાસ અને જનતાનો વિનાશ છે.”
પોતાના પુત્રના આ ભાષણ બાદ હવે મેયર પિતાની કરિયર પર શું અસર થાય છે, તેના પર સૌ કોઈની નજર છે. કારણ કે, આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત અનેક મંત્રીઓ પણ હાજર હતા. આ ભાષણ વાયરલ થયું છે અને વધુને વધુ લોકો તેને શેર કરી રહ્યાં છે.
આ પણ વાંચો: મોરબીના ધૂળકોટમાં સ્વામિનારાયણ મંદિરે ગયેલી દલિત મહિલાને માર પડ્યો