મોરબીના ધૂળકોટમાં સ્વામિનારાયણ મંદિરે ગયેલી દલિત મહિલાને માર પડ્યો

દલિત મહિલા ભારે શ્રદ્ધા સાથે ગામના સ્વામિનારાયણ મંદિરમાં પ્રભુના દર્શન કરવા ગઈ હતી. પરંતુ જાતિવાદી તત્વોએ માર માર્યો.
dalit news

દલિત સમાજમાં એક વર્ગ હજુ પણ એટલો અંધશ્રદ્ધાળુ છે કે, તેમને સવર્ણ હિંદુઓ ગમે તેટલા હડધૂત કરે, માર મારે, છતાં તેઓ મંદિરોમાં જઈને ભગવાનના દર્શન કરવામાં ધન્યતા અનુભવે છે. આ વર્ગને જ્યાં સુધી સવર્ણ હિંદુઓ ભયંકર રીતે હડધૂત કરીને માર ન મારે, ત્યાં સુધી તેમને સમજાતું નથી કે મનુવાદી હિંદુ ધર્મમાં તેઓ શૂદ્ર છે અને તેમને શુદ્રોને મંદિરમાં જવાનો અધિકાર નથી. આવી જ એક ઘટના મોરબીના એક ગામમાં બની છે.

જ્યાં એક દલિત મહિલા હોંશે હોંશે હિંદુ હોવાના વહેમમાં સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે પહોંચી હતી. પરંતુ ગામના જાતિવાદી તત્વોએ તેને હડધૂત કરી, જાતિસૂચક અપમાન કરી માર માર્યો હતો. એ પછી મહિલાએ એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.

આ પણ વાંચો: ઈડર-વિજયનગરમાં સેલ્ફી લેવાના ચક્કરમાં બે યુવકોએ જીવ ગુમાવ્યા

મામલો મોરબીના ધૂળકોટ ગામનો છે. અહીં એકાદ મહિના પહેલા સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા મામલે પોલીસની મધ્યસ્થીથી અનુસૂચિત જાતિ સમાજના લોકોને મંદિરમાં પ્રવેશ અને દર્શન કરવાની છૂટ મળી હતી. એ પછી એક મહિલા આ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા માટે ગઈ હતી. જેને ત્રણ શખ્સોએ જાતિસૂચક અપશબ્દો કહી, અપમાન કરીને માર માર્યો હતો. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી પ્રમાણે ધૂળકોટ ગામના 45 વર્ષના દલિત મહિલા નિમુબેન પરમાર સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. જ્યાં જેરામ ચકુ રાઠોડ, નરેશ જેરામ રાઠોડ અને લાલા જેરામ રાઠોડે તેમને જાતિસૂચક અપશબ્દો કહીને હડધૂત કર્યા હતા. એટલું જ નહીં, આરોપીઓએ તેમને માર માર્યો હતો અને ફરીથી જો મંદિરમાં દર્શન કરવા આવ્યા તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. આ મામલે નિમુબેન પરમારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણેય જાતિવાદી તત્વો સામે એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જો કે, પોલીસે હજુ સુધી એકેય આરોપીની ધરપકડ કરી છે કે કેમ તે અંગે કોઈ માહિતી મળી નથી.

આ પણ વાંચો: કડીના બુડાસણમાં 21 વર્ષના દલિત MBA યુવક પર 5 રબારીઓનો હુમલો

3.6 5 votes
Article Rating
Subscribe
Notify of
guest
3 Comments
Oldest
Newest Most Voted
Narsinhbhai
Narsinhbhai
1 year ago

*દેશી મહિલાઓની બુદ્ધિ પગની પાનીએ હોય છે! તેમને ગમે તેટલું જ્ઞાન આપશો, તો પણ તેમનો મંદિર પ્રત્યેનો ચસ્કો ઘટતો નથી, અને સ્વયં અપમાનિત થવામાં પ્રથમ નંબરે આવે છે! હડધૂત થાય છે, હવે તો મનુવાદીઓની ચુંગાલમાંથી મુક્ત થવાની સમજ કેળવો, એવી તથાગત ભગવાન ગૌતમ બુદ્ધને અંત:કરણથી પ્રાર્થના…! ધન્યવાદ! સાધુવાદ! સાધુવાદ!

પ્રેમજીભાઈ
પ્રેમજીભાઈ
1 year ago

ક્યાં સુધી મંદિર ની વળગણથી માટે માર ખાશો..?

BUNTy Gandhi
BUNTy Gandhi
1 year ago

અંગત દુશ્મની નેં મંદિર નાં નામે ન્યૂઝ નહીં બનાવો …
મારનાર અને ભોગ બનનાર બન્ને Sc/st સમાજ ના જ છે

GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
3
0
Would love your thoughts, please comment.x
()
x