મેવાણીએ કહ્યું, ‘ધારાસભ્યોને ઈંટના ભઠ્ઠામાં મોકલો તો ખબર પડે’

જીગ્નેશ મેવાણીએ કારખાના બિલ થકી મજૂરોના કામના કલાક 8 થી વધારી 12 કલાક કરવાનો વિરોધ કરતા વિધાનસભામાં સરકાર પર તડાપીટ બોલાવી.
Jignesh Mevani

ગુજરાત વિધાનસભાના છેલ્લા દિવસે વિધાનસભામાં કારખાના ધારા બિલની ચર્ચામાં ભાગ લેતાં કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ બિલ લાવવા બદલ સરકારને આડે હાથ લીધી હતી. મેવાણીએ મજૂરોની વ્યથાને વાચા આપવાનો પ્રયત્ન કરતા કહ્યું કે, “મજૂરો-કામદારો પાસે ૧૨ કલાક કામ કરાવવુ છે પણ ૧૮૨ ધારાસભ્યોને ઇંટોના ભઠ્ઠામાં મોકલો તો ખબર પડે કે, કામ કેવી રીતે થાય છે. એટલુ જ નહીં, પૂંજીપતિ અને કોર્પોરેટ હાઉસના માલિકોના પત્નિને કારખાના-ફેક્ટરીની નાઇટ શિફ્ટમાં મોકલો તો મહિલા કામદારોની કેવી દશા હોય છે તેનો અંદાજ આવે.”

શ્રમજીવીઓની મહેનતને કારણે સીએમ, ધારાસભ્યનો પગાર થાય છેઃ મેવાણી

કારખાના ધારા વિધેયક મુદ્દે સરકારને ફેરવિચારણા કરવા વિનંતી કરતા મેવાણીએ એ વાતનો ઉલ્લેખ કર્યો કે, જે ચીજવસ્તુઓનુ ઉત્પાદન થાય અને તેનું ખરીદ-વેચાણ થાય, તેના ટેક્સમાંથી મુખ્યમંત્રી, શ્રમમંત્રી અને વડગામના ધારાસભ્યનો પગાર થાય છે. રાજ્યની જીઆઇડીસી-કન્સ્ટ્રકશનસાઇટ, ફેક્ટરી, કારખાનામાં મજૂરો કામ ન કરે તો ધારાસભ્યોનો પગાર જ ન થાય. શ્રમજીવીઓનો ઉપકાર છે. એ મજૂરો વિરુદ્ધ કાયદો ઘડી તેમની પાસે 8 ને બદલે 12 કલાક મજૂરી કરાવવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આંગણવાડીના બાળકોના રૂ.242 કરોડ તંત્રે વાપર્યા જ નહીં

મુખ્યમંત્રી કાર્યાલયમાં જ કર્મચારીઓનું શોષણ થાય છેઃ મેવાણી

મજૂરોના શોષણનો દાખલો આપતા મેવાણી કહ્યું કે, મુખ્યમંત્રી કાર્યાલયના કર્મચારીઓને જ લઘુતમ વેતન અપાતુ નથી. સચિવાલયમાં લિફ્ટમેનને પગાર સ્લીપ અપાતી નથી. રાજ્યની સરકીટ હાઉસમાં કામ કરનારાને પુરતુ વેતન મળતું નથી.

જે વિધાનસભામાં આપણે સૌ બેઠા છીએ તેમાં મજૂરોનો પરસેવો રેડાયો છે. પણ રાજનેતા અને અધિકારીઓ ગરીબ શ્રમિકોની દશા શું જાણે? હું ધારાસભ્ય ન હતો ત્યારે ટ્રેડ યુનિયન કાર્યકર તરીકે કામ કરી ચૂક્યો છે એટલે આ બધીય વાતનો ખ્યાલ છે. ઔદ્યોગિક વિકાસના નામે વિધેયક લાવવામાં આવ્યુ છે તેનો વિરોધ કરતાં જીજ્ઞેશ મેવાણીએ સરકારને ફેરવિચારણા કરવા માંગ કરી હતી.

આ પણ વાંચો: જિગ્નેશ મેવાણીએ ‘ધડક 2’ ને ટેક્સ ફ્રી કરવાની માંગ કરી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x