રાજસ્થાનના ચુરુ જિલ્લાના સરદાર શહેર તાલુકાના સદાસર ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં કેટલાક દલિત યુવાનોને ગામના ઠાકુરજીના મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના કારણે આ વિસ્તારમાં તણાવ ફેલાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ભાણીપુરા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે અને ગ્રામજનોએ પોલીસ સ્ટેશનની બહાર ધરણા કરીને વિરોધ કર્યો હતો.
ભાગવત કથામાં અસ્પૃશ્તાનો ડંખ
અહેવાલો અનુસાર, ગામમાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથા પૂર્ણ થયા પછી ગામલોકો એક સરઘસ કાઢીને ઠાકુરજીના મંદિર પહોંચ્યા હતા. એ દરમિયાન, 19 વર્ષીય કાનારામ મેઘવાલ, તેના મિત્રો સંદીપ, મુકેશ, વિષ્ણુ અને કાલુરામ સાથે મંદિરમાં દર્શન કરવા ગયા હતા. પરંતુ, કેટલાક લોકોએ તેમને મંદિર પરિસરમાં જ રોકી દીધા હતા અને જાતિવાદી અપશબ્દો કહીને પ્રવેશતા અટકાવ્યા હતા.
આ પણ વાંચો: જંગલમાં રહેતી આદિવાસી વિદ્યાર્થીનીએ NEET પાસ કરી, હવે ડોક્ટર બનશે
વિરોધ કરવા બદલ હુમલો કરાયો
કાનારામનો આરોપ છે કે જ્યારે તેમણે વિરોધ કર્યો ત્યારે ગ્રામજનો સૂરજદાસ સ્વામી, શંકરલાલ, હિંમત કુમાર અને અનિલે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો અને મારામારી કરી. કાનારામના જણાવ્યા મુજબ, શંકરલાલે તેના હાથ પર લાકડી વડે હુમલો કર્યો હતો, જેના કારણે તે ઘાયલ થયો અને જમીન પર પડી ગયો. લોકો ભેગા થયા ત્યારે પણ આરોપીઓ ધમકી આપતા રહ્યા કે, “અમે કોઈ દલિતને મંદિરમાં પ્રવેશવા દઈશું નહીં.”
#Churu #सरदारशहर: गांव साडासर स्थित मंदिर में हुआ हंगामा मामला
मंदिर में गांव के दलित समाज के लोगों को जाने से रोकने पर हुआ था हंगामा, मंदिर के अंदर जाने पर दलित समाज के लोगों के…. #RajasthanWithFirstIndia #ChuruNews @ChuruPolice pic.twitter.com/ZHNobdH7xv
— First India News (@1stIndiaNews) September 22, 2025
પોલીસ કેસ નોંધાયો, તપાસ શરૂ
પીડિત કાનારામના રિપોર્ટના આધારે ભાણીપુરા પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, જેના કારણે આ ગામ અને આસપાસના વિસ્તારોમાં તણાવ સર્જાયો છે. દલિત સમાજના લોકો આરોપીની ધરપકડની માંગણી સાથે પોલીસ સ્ટેશનની બહાર બેસી ગયા હતા.
પોલીસ તંત્ર એલર્ટ બન્યું
ઘટના બાદ, પોલીસતંત્ર એક્શન આવ્યું છે. ગામમાં પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ ગ્રામજનોને ખાતરી આપી છે કે આ કેસની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: ભાજપના નેતાએ દલિત પરિવારની જમીન પર રાતોરાત ઘર બનાવી દીધું











Users Today : 38
अब तो समजो। तूम जानवर से भी बदतर हो और रहोगे।