ગુજરાતી સંગીતકારોની જોડી સચિન-જીગર પૈકીના સચિન સંઘવીની એક યુવતી પર બળાત્કાર કર્યા બાદ ધમકી આપીને ગર્ભાપાત કરાવી દેવાના કેસમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 29 વર્ષની યુવતીએ સચિન સંઘવી પર મ્યુઝિક આલ્બમમાં કામ આપવાની અને લગ્નની લાલચ આપીને જાતીય સતામણી કર્યાનો આક્ષેપ કર્યો છે, જોકે ધરપકડના થોડા સમયમાં જ કમ્પોઝરને જામીન મળી ગયા હતા.
સચિન સંઘવી સામે કલમ 69, 74 અને 89 હેઠળ કેસ કરવામાં આવ્યો મુંબઈની વીલે પાર્લે પોલીસે બીએનએસની કલમ 69, 74 અને 89 હેઠળ છેતરપિંડી, મારામારી અને સહમતિ વિના ગર્ભપાત કરાવવા બદલ ઝીરો FIR નોંધી છે. ત્યારબાદ કેસને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
આ કેસની મળતી માહિતી મુજબ, મુંબઈના વિલે પાર્લે ઈસ્ટમાં રહેતી 29 વર્ષીય સિંગરની સચિન સંઘવી સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ફેબ્રુઆરી 2024માં મુલાકાત થઈ હતી. સચિને યુવતીના અવાજની પ્રશંસા કરી અને પોતાના આલ્બમ ‘રંગ’ માં કામ આપવાની વાત કરી હતી. બંનેએ નંબરની આપ-લે કરી અને કામ વિશે ચર્ચા શરૂ કરી હતી.
વિલે પાર્લે વેસ્ટમાં મલ્તાની હાઈટ્સમાં રહેતા સચિન સંઘવીએ યુવતીને પોતાના સાંતાક્રુઝ વેસ્ટ સ્ટુડિયોમાં બોલાવી હતી. જ્યાં તેઓ નિયમિતપણે મળતા હતાં. તેણે કહ્યું હતું કે તેના લગ્નજીવનમાં મુશ્કેલી ચાલી રહી છે અને તેણે પોતાની પત્નીને છૂટાછેડા આપીને યુવતી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું, પરંતુ પછીથી તે લગ્ન વિશેના યુવતીના પ્રશ્નોને ટાળવા લાગ્યો હતો.
આ પણ વાંચો: ગાંધીનગરના શેરથામાં મંદિરની 500 કરોડની જમીન ગાયબ થઈ ગઈ!
એપ્રિલ 2024માં, સચિને અન્ય એક સાંતાક્રુઝ સ્ટુડિયોમાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું અને ફરીથી તેણે પ્રેમ અને લગ્નનું વચન આપ્યું હતું. 28 મે, 2024ના રોજ, જ્યારે સચિનનો પરિવાર વિદેશમાં હતો, ત્યારે સચિને ફરીથી પોતાના ઘરમાં યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. 15 જૂનથી 20 જૂન, 2024 દરમિયાન બુડાપેસ્ટ અને અન્ય યુરોપીયન સ્થળોની ટ્રિપ દરમિયાન પણ તેમનો સંબંધ ચાલુ રહ્યો અને બાદમાં સ્ટુડિયોમાં તથા વિલે પાર્લે ઈસ્ટમાં એક કારમાં પણ દુષ્કર્મ આચર્યું હતું.
સચિનના અન્ય યુવતીઓ સાથે પણ સંબંધો
19 જુલાઈ, 2025ના રોજ, ભોગ બનનાર યુવતીએ સચિનના ફોનમાં બીજી સ્ત્રી સાથેના વાંધાજનક ફોટા અને ચેટ્સ જોયા, જેના કારણે તેમની વચ્ચે ઝઘડા થયા. દુબઈની કામની ટ્રીપ પર હોવા છતાં, તેણે યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું. 4 ઓગસ્ટ, 2025ના રોજ, યુવતીને ખબર પડી કે તે પ્રેગ્નેન્ટ છે. આ અંગે સચિનને જાણ કરતા સચિન તેની પત્ની અને યુવતીને સાંતાક્રુઝના એક કાફેમાં મળ્યો હતો અને યુવતીના ફોટો અને વીડિયો લીક કરવાની ધમકી આપીને ગર્ભપાત કરાવવા દબાણ કર્યું હતું.
દવાની અસર ન થતા ગર્ભપાત કરાવ્યો!
જોકે, દવાઓ અસરકારક ન થતાં યુવતીએ સર્જરી કરાવી હતી. એબોર્શન પછી, સચિને યુવતીનો નંબર બ્લોક કરી દીધો, જેના કારણે તે ડિપ્રેશનમાં જતી રહી અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે. બાદમાં તેઓ 10 ઓક્ટોબર 2025ના રોજ ક્લિનિકમાં મળ્યા હતા, જ્યાં સચિને યુવતીને મુશ્કેલી ઊભી ન કરવા અને તેને ફરી ક્યારેય ન મળવા માટે જણાવ્યું હતું.
આ પણ વાંચો: ‘તું મારા બાળકને જન્મ આપ, હું તને મારી પત્ની બનાવીશ’
સચિન સંઘવીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિએક્ટિવેટ કર્યું
આ મામલે સચિન સંઘવીના વકીલ આદિત્ય મિઠેએ સચિન પર લાગેલા આક્ષેપો અંગે એક નિવેદન બહાર પાડતા કહ્યું કે, મારા અસીલ સામે કરાયેલા આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા અને અપ્રમાણિત છે. આ કેસમાં કોઈ યોગ્યતા નથી. પોલીસ દ્વારા મારા અસીલની અટકાયત ગેરકાયદે હતી અને તેથી જ તેમને તાત્કાલિક જામીન પર મુક્ત કરવામાં આવ્યા. અમે આ બધા આરોપોનો સામનો કરવા અને એને સંપૂર્ણપણે કોઈપણ અસ્પષ્ટતા વગર, ખોટા સાબિત કરવા તૈયાર છીએ. જાતીય સતામણીના આરોપ હેઠળ ધરપકડ થયા બાદ મ્યુઝિક-કમ્પોઝર સચિન સંઘવીએ પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પરથી પોતાનું ઓફિશિયલ એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી નાખ્યું છે. જ્યારે જિગરે હજુ સુધી આ અંગે કોઈપણ નિવેદન આપ્યું નથી.
Shocking 😲😮🫨😱😳🙀
Music composer of #Thamma , #Stree2 , #Bhediya and other famous movies, #SachinSanghvi of (@SachinJigarLive ) has was arrested for charges of sexually assaulting a woman by promising her a chance in a music album and marriage.
However he was later granted… pic.twitter.com/YpRFg7NRYj
— Movie_Reviews (@MovieReview_Hub) October 24, 2025
સચિન-જિગરે અનેક સુપરહિટ ગીતો આપ્યા
ગુજરાતી મ્યુઝિક કમ્પોઝર જોડી સચિન- જિગરે ગુજરાતી અને હિન્દીમાં ઘણાં સુપરહીટ ગીતો આપ્યાં છે. ગુજરાતીમાં તેમનું ‘ધૂણી રે ધખાવી’, ‘વ્હાલમ આવો ને’, ‘રાધાને શ્યામ મળી જાશે’ સહિતનાં ગીતો લોકપ્રિય છે. જ્યારે બોલિવૂડમાં ‘સ્ત્રી’, ‘ભેડિયા’, ‘પરમસુંદરી’ સહિતની ફિલ્મોનાં ગીતો કમ્પોઝ કર્યા છે. હાલમાં જ રિલીઝ થયેલી આયુષ્માન-રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘થામા’માં પણ તેમણે મ્યુઝિક આપ્યું છે.
આ પણ વાંચો: મોરબીનો યુવક ભણવા રશિયા ગયો અને યુક્રેન યુદ્ધમાં ધકેલી દેવાયો











Users Today : 1746