ગુજરાતી સંગીતકાર જોડી સચિન-જિગર ફેઈમ સચિનની રેપ કેસમાં ધરપકડ

સચિન સંઘવીએ મ્યુઝિક આલ્બમમાં લેવાની લાલચ આપી ગાયિકા યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યું. ધમકી આપી એબોર્શન કરાવ્યું હોવાની ફરિયાદ.
અમદાવાદના વાડજમાં સાળાએ બનેવીને પાંચમાં માળેથી ફેંકી દેતા મોત

અમદાવાદના વાડજ વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં સાળાઓએ મળી બનેવીને પાંચમા માળેથી ફેંકી દેતા મોત નીપજ્યું છે. વાડજના રામાપીરના ટેકરા, સેક્ટર-3 ખાતે એક પારિવારિક ઝઘડાએ હત્યાનું સ્વરૂપ લીધું હતું. એ દરમિયાન મૃતક યુવકની પત્નીના ભાઈઓએ માર મારીને તેને એપાર્ટમેન્ટના પાંચમા માળેથી નીચે ફેંકી દેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે આરોપીઓની અટકાયત કરીને ગુનો […]
મંદિરનો પૂજારી ચોક્કસ જાતિનો હોય તે જરૂરી નથીઃ કેરળ હાઈકોર્ટ

કેરળની હાઈકોર્ટે એક મહત્વનો ચૂકાદો આપતા જણાવ્યું છે કે, મંદિરના પૂજારીઓ કોઈ ચોક્કસ જાતિ કે વંશના હોવું ફરજિયાત ધાર્મિક પ્રથા નથી.
ગુજરાતમાં દિવાળીમાં લોહીની હોળીઃ 5 દિવસમાં 15 હત્યા

દિવાળીના તહેવારના 5 દિવસમાં ગુજરાતમાં 15 હત્યાઓ થઈ છે. કાળી ચૌદશ અને દિવાળીના 48 કલાકમાં 10 લોકોની હત્યા, ફટાકડા ફોડવા બાબતે 2ના ખૂન.
RSS કાર્યકરે બીમાર દલિત વૃદ્ધને મંદિરમાં પેશાબ ચટાડ્યો

બીમાર દલિત વૃદ્ધને મંદિરના પગથિયા પર પેશાબ છૂટી જતા RSS કાર્યકરે તેમને ઢોર માર મારી પેશાબ ચટાડ્યો અને પાણીથી મંદિર ધોવડાવ્યું.