Thiruvananthapuram election: કેરળમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી છે. તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે. આ સાથે ચાર દાયકા જૂનો LDF નો ગઢ ધરાશાયી થયો છે. તિરુવનંતપુરમ માત્ર કેરળનું વહીવટી પાટનગર જ નથી, પરંતુ રાજકીય રીતે મહત્વપૂર્ણ પ્રદેશ પણ છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શશી થરૂર આ લોકસભા મતવિસ્તારમાંથી સતત ચાર વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. આ જીતથી દક્ષિણ ભારતના રાજકારણમાં આગામી સમયમાં સમીકરણો બદલાઈ શકે છે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામોમાં, ભાજપે તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઐતિહાસિક વિજય મેળવ્યો છે અને લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) પાસેથી સત્તા છીનવી લીધી છે. LDF છેલ્લાં ચાર દાયકા કરતા વધુ સમયથી સતત અહીં સત્તામાં હતો. આ સત્તા પરિવર્તનને ડાબેરી મોરચા માટે એક મોટો રાજકીય ફટકો માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: “કાર પર ‘વસાવા’ કેમ લખ્યું છે?” કહી ટોળાંએ ભાજપ નેતાના પુત્રને માર્યો
તિરુવનંતપુરમ માત્ર કેરળનું વહીવટી પાટનગર નથી, પરંતુ રાજકીય રીતે મહત્વપૂર્ણ પ્રદેશ પણ માનવામાં આવે છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શશી થરૂર આ લોકસભા બેઠક પરથી સતત ચાર વખત સાંસદ તરીકે ચૂંટાયા છે, જેના કારણે આ મતવિસ્તાર લાંબા સમયથી કોંગ્રેસ અને ડાબેરીઓનો ગઢ માનવામાં આવે છે. આમ, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની જીતથી રાજ્યના રાજકારણમાં નવા સમીકરણો સર્જાયા છે.
રાજકીય વિશ્લેષકો માને છે કે આ જીત વિધાનસભા ચૂંટણીમાં 2-3 બેઠકો જીતવા કરતાં વધુ મહત્વપૂર્ણ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી મોટી શહેરી સંસ્થામાં સત્તા મેળવવી, એ સૂચવે છે કે શહેરી મતદારો પરંપરાગત રાજકીય ધ્રુવીકરણથી હટીને વિકલ્પો શોધી રહ્યા છે. આ પરિવર્તન ખાસ કરીને એવા રાજ્યમાં મહત્વપૂર્ણ છે જ્યાં અત્યાર સુધી સ્પર્ધા મુખ્યત્વે LDF અને UDF સુધી મર્યાદિત રહી છે.
આ પણ વાંચો: ‘રેપ થયો તો શું થયું? આ 1 લાખ લઈને સમાધાન કરી લે..’
સ્થાનિક ચૂંટણીના પરિઆમો સ્પષ્ટપણે શહેરી વિસ્તારોમાં LDF સામે વધતી જતી નારાજગી દર્શાવે છે. મ્યુનિસિપલ ચૂંટણીઓમાં શાસન, શહેરી માળખાગત સુવિધાઓ, પારદર્શિતા અને સ્થાનિક મુદ્દાઓ પ્રત્યે મતદારોનો અસંતોષ સ્પષ્ટ હતો. તિરુવનંતપુરમ જેવા મજબૂત LDF ગઢમાં થયેલી હારથી ડાબેરી મોરચાની રણનીતિ પર પ્રશ્નો ઉભા થયા છે. ભાજપે આ જીતને ઐતિહાસિક અને નિર્ણાયક જનાદેશ ગણાવ્યો છે.
પાર્ટીના નેતાઓ કહે છે કે આ પરિણામ કેરળમાં ભાજપના વધતા સંગઠનાત્મક આધાર અને જનતાના બદલાતા મૂડનો પુરાવો છે. પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે, અને તેને કેરળમાં ભાજપની ભાવિ રાજકીય કારકિર્દી માટે એક મજબૂત પાયા તરીકે જોઈ રહ્યા છે. દરમિયાન, LDF નેતૃત્વએ પરિણામોને ગંભીરતાથી લીધા છે અને આત્મનિરીક્ષણ માટે હાકલ કરી છે. ડાબેરી નેતાઓ કહે છે કે ચૂંટણી પરિણામોનું વોર્ડ સ્તરે વિશ્લેષણ કરવામાં આવશે અને જો જરૂરી હોય તો સુધારાત્મક પગલાં લેવામાં આવશે.
Thank you Thiruvananthapuram!
The mandate the BJP-NDA got in the Thiruvananthapuram Corporation is a watershed moment in Kerala’s politics.
The people are certain that the development aspirations of the state can only be addressed by our Party.
Our Party will work towards…
— Narendra Modi (@narendramodi) December 13, 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની ઐતિહાસિક જીત પર શહેરના લોકો અને પાર્ટીના કાર્યકરોને અભિનંદન આપ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું, “આભાર તિરુવનંતપુરમ!” પીએમ મોદીએ આ જનાદેશને કેરળના રાજકારણમાં “વોટરશેડ મોમેન્ટ” ગણાવતા, કહ્યું કે તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ-NDAને મળેલું સમર્થન એ બાબતનો સંકેત છે કે રાજ્યના લોકો માને છે કે ફક્ત ભાજપ જ કેરળની વિકાસલક્ષી આકાંક્ષાઓ પૂર્ણ કરી શકે છે. તેમણે ખાતરી આપી કે પાર્ટી તિરુવનંતપુરમ જેવા જીવંત શહેરના વિકાસ માટે કામ કરશે અને સામાન્ય લોકો માટે ‘એઝ ઓફ લિવીંગને વધુ બહેતર બનાવશે.
આ પણ વાંચો: કેરળે વૃદ્ધો માટે નીતિ ઘડી કાઢી, અન્ય રાજ્યો કોની રાહ જુએ છે?










