BJP Ghazipur SC Morcha President murder: ગુનાખોરી અને જાતિવાદનો ગઢ ગણાતા યુપીમાંથી વધુ એક દલિત યુવકની હત્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાં, ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના જમાનિયા વિભાગના પ્રમુખ 26 વર્ષીય વિશ્વકર્મા રામની નિર્દયતાથી માર મારીને હત્યા કરવામાં આવી. શુક્રવારે સવારે ફુલ્લી-દૌદહી નૌલી રજબાહા રોડ પર તેનો મૃતદેહ ઉંધા મોં સાથે પડેલો મળી આવતા ચકચાર મચી ગઈ હતી.
મૃતદેહની બાજુમાંથી એક ગોળી પણ મળી આવી છે. જમીન વિવાદમાં વિશ્વકર્મા રામની હત્યા કરવામાં આવી હોવાનું કહેવાય છે. તે ગુરુવારે રાત્રે તેની ફોઈના ઘરેથી પરત ફરી રહ્યો હતો. ઝમાનિયા પોલીસ સ્ટેશન વિસ્તારના તીસૌરા ગામના સરપંચ અને રામ વિશ્વકર્માની માતા બિંદુ દેવીએ ગામના જ પાંચ લોકો સામે હત્યાની FIR નોંધાવી છે. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: “તું ગંદી જાતિનો છે, તમે લોકો ખાસ છો એમ સમજો છો!”
આરોપીએ અગાઉ તેના પર હુમલો કર્યો હતો
SHO યોગેન્દ્ર સિંહે જણાવ્યું કે ગામના વડા બિંદુ દેવીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે શ્યામનારાયણ રાય, રાજેન્દ્ર રાય, સચિતાનંદ રાય, હિમાંશુ રાય, મુકેશ રાય અને તે જ ગામના અન્ય લોકો સાથે જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો. આ વ્યક્તિઓએ અગાઉ પણ મારામારી કરી હતી. આરોપીઓ તેમના પર સમાધાન કરવા અને જમીન છોડી દેવા માટે દબાણ કરી રહ્યા હતા. દુશ્મનાવટને કારણે, આરોપીઓએ તેમના પુત્ર વિશ્વકર્મા રામને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે FIR પણ દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: વડોદરામાં BJP નેતાનો પુત્ર 30 લાખ આપી ‘આદિવાસી’ બન્યો?
આરોપીઓ રસ્તામાં પહેલેથી જ રાહ જોઈ રહ્યા હતા
બિંદુ દેવીએ આરોપ લગાવ્યો કે 11 ડિસેમ્બરે તેમનો પુત્ર અને આખો પરિવાર શાહપુર ગામમાં ફોઈના ઘરે આમંત્રણ હોવાથી ગયો હતો. રાત્રે લગભગ 10 વાગ્યે, તેમનો પુત્ર વિશ્વકર્મા રામ તેની બુલેટ પર ઘરે પરત ફરી રહ્યો હતો. એ દરમિયાન શ્યામનારાયણ રાય, રાજેન્દ્ર રાય, સચિતાનંદ રાય, હિમાંશુ રાય, મુકેશ રાય અને અન્ય લોકો રસ્તામાં પહેલેથી જ ઓચિંતો છાપો મારીને રાહ જોઈ રહ્યા હતા. રામ વિશ્વકર્માને જોતા જ આરોપીઓએ તેના પર તૂટી પડ્યા હતા.
સવારે 6 થી બપોરના 2:30 વાગ્યા સુધી શબ પોલીસ સ્ટેશનમાં જ પડી રહ્યું
બીજા દિવસે સવારે, ફુલી ગામના રહેવાસીઓ રસ્તા પર લાશ જોઈને ચોંકી ગયા. તેમણે પોલીસ અને પરિવારજનોને ઘટનાની જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સવારે 6 વાગ્યા સુધીમાં વિશ્વકર્મા રામના મૃતદેહને પોલીસ સ્ટેશન લાવ્યા. ઘટનાની જાણ થતાં પરિવાર અને આશરે 500 લોકો પોલીસ સ્ટેશન દોડી ગયા. વિશ્વકર્મા રામના મૃતદેહને જોઈને પરિવાર અને ગ્રામજનો ગુસ્સે ભરાયા. ઘટનાની માહિતી મળતાં, પોલીસ સ્ટેશન પહોંચેલા એએસપી રૂરલ અતુલ સોનકરે બધાને શાંત પાડ્યા અને પરિસ્થિતિ થાળે પાડી.ત્યારબાદ, પોલીસ બપોરે 2:30 વાગ્યે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી શકાયો.
આ પણ વાંચો: સુંદર બાળકને જોતા જ મારી નાખતી સાયકો કિલર પકડાઈ











*આંતરિક અદાવત હોય કે દુશ્મની હોય, તેમ છતાં મનુવાદી બીજેપી/ભાજપાની મિત્રતા કે દોસ્તી સારી નહીં, સાવધાન રહો સુરક્ષિત રહો અને ભાઈચારાની ભાવનાથી જોડાયેલા રહેવું ખૂબ જ આવશ્યક છે!