UPSC 2024માં 186મો રેન્ક મેળવનાર આસ્થા જૈને હવે EWS પર 9મો રેન્ક મેળવ્યો!

UPSC 2024ના પરિણામમાં 186મો રેન્ક મેળવનાર આસ્થા જૈને આઈપીએસ બન્યા બાદ EWS ક્વોટાનો ઉપયોગ કરી 9 મો રેન્ક મેળવતા વિવાદ સર્જાયો છે. જાણો શું છે આખો મામલો.
upsc 2024 Aastha Jain contravercy

યુપીએસસીની પરીક્ષામાં આસ્થા જૈન નામની ઉમેદવારે મેળવેલી સફળતા અત્યારે દેશભરમાં વિવાદ અને ચર્ચાનો વિષય બની છે. વર્ષ 2024માં 186મો રેન્ક મેળવીને આઈપીએસ (IPS) તરીકે પસંદગી પામનાર આસ્થાએ આ વખતે ઓલ ઈન્ડિયા 9મો રેન્ક હાંસલ કર્યો છે, પરંતુ આ ભવ્ય દેખાતી સફળતા પાછળ ‘ઈકોનોમિકલી વિકર સેક્શન’ એટલે કે EWS ક્વોટાનો ગેરકાયદેસર ખેલ હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા અને જાગૃત નાગરિકોમાં આ મુદ્દે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે જે યુવતી અગાઉથી જ આઈપીએસ જેવા પ્રતિષ્ઠિત અને ઉચ્ચ પગારદાર પદ પર કાર્યરત હોય, તે રાતોરાત ‘આર્થિક રીતે નબળી’ કેવી રીતે થઈ શકે? મનુવાદી મીડિયા અને સવર્ણો આને માત્ર વ્યક્તિગત મહેનતનું પરિણામ ગણાવીને ગૌરવ લઈ રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ સફળતા પાછળ સિસ્ટમ સાથે કરવામાં આવેલી મોટી છેતરપિંડી હોવાની પ્રબળ શંકા છે.

ભારત જેવા લોકશાહી દેશમાં અનામતની વ્યવસ્થા દલિતો, આદિવાસીઓ અને ઓબીસી સમાજને સદીઓથી થતા અન્યાય સામે રક્ષણ આપવા અને સત્તામાં પ્રતિનિધિત્વ આપવા માટે કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સવર્ણ સમાજના અનેક વગદાર લોકો પોતાની આર્થિક સધ્ધરતા છુપાવીને અને ખોટા દસ્તાવેજો બનાવીને અનામતના ફાયદા ઉઠાવી રહ્યા છે.

આ પણ વાંચો: ઘેટાં-બકરાં ચરાવતો યુવક UPSC પરીક્ષા પાસ કરી IPS બન્યો

આસ્થા જૈનનો કિસ્સો આ સિસ્ટમમાં રહેલા છીંડાનું જીવતું જાગતું ઉદાહરણ પૂરું પાડે છે. જ્યારે કોઈ સવર્ણ ઉમેદવાર ખોટા EWS પ્રમાણપત્રના આધારે ઉચ્ચ રેન્ક મેળવે છે, ત્યારે તે ખરેખર મહેનત કરતા અને આર્થિક રીતે અત્યંત પછાત એવા કોઈ દલિત, આદિવાસી કે ઓબીસી યુવાનનો બંધારણીય હક છીનવી લે છે. રાત-દિવસ એક કરીને લાયબ્રેરીઓના ખૂણે બેસી રહેતા બહુજન સમાજના યુવાનો જ્યારે આવી સંગઠિત છેતરપિંડી જુએ છે ત્યારે તેમનો ન્યાય પદ્ધતિ અને વહીવટી તંત્ર પરથી વિશ્વાસ ઉઠી જાય છે.

આ પ્રકારનો સર્ટિફિકેટ કાંડ નવો નથી, અગાઉ પૂજા ખેડકર નામના કિસ્સામાં પણ આપણે જોયું કે કેવી રીતે સત્તા અને પૈસાના જોરે ખોટા નોન-ક્રીમીલેયર અને નકલી દિવ્યાંગતાના પ્રમાણપત્રો રજૂ કરીને IAS બની ગઈ હતી. આ એક સુનિયોજિત ષડયંત્ર જેવું લાગે છે, જ્યાં સવર્ણો પોતાની મિલકતો અને આવક છુપાવીને કાગળ પર ગરીબ બની જાય છે જેથી તેઓ અનામતની બેઠકો પર કબ્જો જમાવી શકે. સવાલ એ થાય છે કે જે પરિવારની વાર્ષિક આવક લાખોમાં હોય અને જેમના સંતાનો દેશની સર્વોચ્ચ સેવાઓમાં ક્લાસ વન અધિકારી હોય, તેમને કયા આધારે વહીવટી તંત્ર દ્વારા EWS સર્ટિફિકેટ ઈસ્યુ કરવામાં આવે છે? શું આમાં સ્થાનિક તંત્રના અધિકારીઓ અને સત્તાધીશોની છૂપી મિલીભગત નથી?

આસ્થા જૈનના કિસ્સામાં ઊંડી તપાસ અત્યંત અનિવાર્ય છે કારણ કે જો એક આઈપીએસ અધિકારી જ ખોટા માર્ગે સફળતા મેળવતા હોય, તો તે ભવિષ્યમાં કાયદાનું પાલન કેવી રીતે કરાવશે? દલિતો અને પછાત વર્ગોના તેજસ્વી વિદ્યાર્થીઓ પાસે મોંઘી કોચિંગ ફી ભરવાના પૈસા હોતા નથી, છતાં તેઓ પોતાના દમ પર આગળ વધે છે, ત્યારે સવર્ણ ઉમેદવારો વગ અને કાગળિયાના જોરે શોર્ટકટ અપનાવીને તેમના સપનાઓ અને હકો પર પાણી ફેરવી દે છે. આ માત્ર વ્યક્તિગત ભ્રષ્ટાચાર નથી પરંતુ સામાજિક ન્યાયના મૂળભૂત સિદ્ધાંતોનું ખૂન છે.

આ પણ વાંચો: GPSCએ જે યુવતીને ફેઈલ કરી તેણે UPSCમાં ૮૨મો રેન્ક મેળવ્યો

મનુવાદી મીડિયા આવા કૌભાંડોને ‘સ્માર્ટ વર્ક’ અથવા ‘પારિવારિક સિદ્ધિ’ તરીકે ખપાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ હકીકતમાં બહુજન સમાજના યુવાનોના લોહી-પરસેવાની લૂંટ છે. શું ઈડબલ્યુએસ ક્વોટા ખરેખર ગરીબો માટે છે કે પછી સવર્ણોને પાછલા બારણેથી અનામતનો લાભ આપવાનું હથિયાર બની ગયું છે?

દેશભરના દલિત, આદિવાસી અને લઘુમતી સંગઠનો હવે આ મામલે રસ્તા પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. જો યુપીએસસી અને કેન્દ્ર સરકાર આ ગંભીર બાબતે મૌન સેવશે, તો તે સાબિત થશે કે આ વ્યવસ્થા માત્ર ગરીબ અને વંચિતો માટે જ કડક નિયમો રાખે છે, જ્યારે વગદાર સવર્ણો માટે કાયદામાં છટકબારીઓ શોધવી સાવ સરળ છે.

આસ્થા જૈનના આવકના દાખલા, તેની સ્થાવર-જંગમ મિલકતો અને તેણે કયા મામલતદાર કે અધિકારી પાસેથી આ સર્ટિફિકેટ કઢાવ્યું તેની તટસ્થ અને સીબીઆઈ કક્ષાની તપાસ થવી જોઈએ અને યોગ્ય કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ પણ સવર્ણ ઉમેદવાર વંચિતોના હક છીનવવાની હિંમત ન કરે. ભારતના બંધારણને બચાવવા અને ખરા અર્થમાં સામાજિક સમાનતા જાળવી રાખવા માટે આવા ‘સર્ટિફિકેટ માફિયાઓ’નો પર્દાફાશ કરવો અને તેમને સિસ્ટમમાંથી બહાર ફેંકવા એ સમયની માંગ છે. જો આ પ્રકારની પ્રવૃત્તિઓ અટકાવવામાં નહીં આવે, તો મેરિટના નામે થતું આ નાટક દેશના પાયાના નબળા પાડશે અને પ્રતિભાશાળી બહુજન યુવાનોને અન્યાય સહન કરવો પડશે.

આ પણ વાંચો: દ્રષ્ટિહીન યુવકે UPSCમાં દેશભરમાં 20મો રેન્ક મેળવી ઈતિહાસ રચ્યો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x