બિહારના 90 % ધારાસભ્યો કરોડપતિ, 102 સામે ફોજદારી કેસ

ADR Report: બિહાર વિધાનસભામાં ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી 90 ટકા કરોડપતિ છે, અને 100થી વધુ સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. વાંચો રિપોર્ટ.
Bihar MLAs are crorepatis

ADR Report on Bihar: બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધન દ્વારા જંગલરાજ શબ્દનો વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો હતો. લાલુ પ્રસાદ યાદવના સાશનકાળમાં ગુંડાગર્દી વધી હોવાની વાત યાદ કરાવીને તેણે લોકો પાસેથી મત માંગ્યા હતા. પરંતુ હવે નવા ચૂંટાયેલા ધારાસભ્યો પૈકી 100થી વધુ ધારાસભ્યો સામે ગુનાઈત કેસો ચાલી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, ચૂંટાયેલા પૈકી 90 ટકા ધારાસભ્યો કરોડપતિ છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના વિશ્લેષણ મુજબ, ૨૪૩ સભ્યોની વિધાનસભામાં ૨૧૮ ધારાસભ્યો કરોડપતિ છે. આમાંથી ૭૮ JD(U) ના, ૭૭ BJP ના, ૨૪ RJD ના, ૧૬ LJP(R) ના, ૬ કોંગ્રેસના, ૫ AIMIM ના, ૪ HAM અને 4 RLML ના છે. જ્યારે CPI(M), IIP, BSP અને CPI(ML) ના એક-એક ધારાસભ્ય કરોડપતિ છે.

આ પણ વાંચો: બિહારમાં બેરોજગારી પર NDAનું 10,000 નું ઈનામ ભારે પડ્યું!

રિપોર્ટ મુજબ, ૧૦૨ ધારાસભ્યો સામે ગંભીર ફોજદારી કેસ છે. આમાંથી 6 પર હત્યા, 19 પર હત્યાનો પ્રયાસ અને 9 પર મહિલાઓ વિરુદ્ધ ગુનાઓનો આરોપ છે.

ADR Report માં ફોજદારી કેસ ધરાવતા ધારાસભ્યોની વાત કરીએ તો, ભાજપ 43 ધારાસભ્યો સાથે સૌથી આગળ છે, ત્યારબાદ જનતા દળ (યુનાઇટેડ) 23 ધારાસભ્યો સાથે બીજા ક્રમે છે. તેના પછી રાષ્ટ્રીય જનતા દળ (14), એલજેપી-આર (10), એઆઈએમઆઈએમ (4) અને કોંગ્રેસ (3) આવે છે. રાષ્ટ્રીય લોક મોરચા, સીપીઆઈ (એમએલ), સીપીઆઈ (એમ), આઈપી અને બસપાના પણ એક-એક ધારાસભ્ય છે જેમની સામે ફોજદારી કેસ નોંધાયેલા છે.

આ પણ વાંચો: દલિત યુવકની નજીવી રકમને લઈને માર મારી જાહેરમાં હત્યા કરી નાખી

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x