અમદાવાદ-મુંબઈ વચ્ચે હવે બુલેટ ટ્રેન નહીં, વંદે ભારત દોડશે

પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે જાહેર કરાયેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું સુરસુરિયું થઈ ગયું છે. હવે આ રૂટ પર વંદે ભારત ટ્રેન દોડશે.
ahmedabad mumbai bullet train

ભારતમાં જેમ દરેક મોટા પ્રોજેક્ટને ‘પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ’ તરીકે રજૂ કરવાનું ચલણ છે, આવો જ એક પ્રોજેક્ટ એટલે અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ. જેનું છેલ્લાં ઘણાં વર્ષોથી કામ ચાલી રહ્યું છે. જો કે હવે સમાચાર આવ્યા છે કે, મુંબઈ અને અમદાવાદ વચ્ચેના હાઈસ્પીડ કોરિડોરમાં જાપાની બુલેટ ટ્રેન નહીં દોડે. તેના સ્થાને સ્વદેશી બનાવટની વંદે ભારત ટ્રેન સેમી-હાઈસ્પીડ ટ્રેન દોડાવવામાં આવશે. આમ પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટનું સુરસુરિયું થઈ ગયું છે. રેલવે મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, હવે બુલેટ ટ્રેનને બદલે આ રૂટ પર સ્વદેશી વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવશે. મંત્રાલય દ્વારા તેનું કારણ પણ જણાવાયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન પ્રકલ્પ તરીકે પ્રોજેક્ટ તરીકે રજૂ કરાયેલા દેશના પ્રથમ અત્યંત મહત્વાકાંક્ષી અમદાવાદ-મુંબઈ હાઇસ્પીડ કોરિડોર (બુલેટ ટ્રેન પ્રોજેક્ટ) પર જાપાની બુલેટ ટ્રેનના  બદલે સ્વદેશી ટેકનોલોજીથી બનેલી સેમી-હાઈસ્પીડ વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવશે. આ ભારતીય રેલવેની પ્રથમ વંદે ભારત ટ્રેન હશે, જે 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. આ અગાઉ રેલવે મંત્રાલય દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ કોરિડોર પર બુલેટ ટ્રેન 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે.

આ પણ વાંચો: ‘તું દલિત છે, બગીમાં બેસીને નીકળ્યો તો ગોળી મારી દઈશું’

રેલવે મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ કોરિડોરના સુરત-બીલીમોરા (50 કિમી) સેક્શનનું કામ અંતિમ તબક્કામાં છે. ત્યારે વંદે ભારત ટ્રેનનો ટ્રાયલ રન વર્ષના અંત સુધીમાં શરૂ કરવામાં આવશે. ત્યાર પછી વર્ષ 2027 સુધીમાં વંદે ભારત (બેઠક) ટ્રેનમાં સામાન્ય લોકો મુસાફરી કરી શકશે. અહીં આઠ-આઠ કોચવાળી બે વંદે ભારત ટ્રેન દોડશે. આ વંદે ભારત ટ્રેનની મહત્તમ ગતિ 280 કિલોમીટર પ્રતિ કલાકની છે, પરંતુ તે 250 કિલોમીટરની ઝડપે દોડશે.

જાપાનીઝ બુલેટ ટ્રેનને બદલે સ્વદેશી વંદે ભારત ટ્રેન દોડાવવાનું કારણ શું?

અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ કોરિડોર પ્રોજેક્ટ પર હસ્તાક્ષર થયા હતા ત્યારે જાપાને બુલેટ ટ્રેનનો ખર્ચ પ્રતિ કોચ 16 કરોડ રૂપિયા નક્કી કર્યો હતો, પરંતુ ગયા વર્ષે જાપાને તેની કિંમત ત્રણ ગણાથી વધુ વધારી દીધી હતી. જે સપ્લાય કરતાં સમયે જાપાને બુલેટ ટ્રેનના કોચનો ખર્ચ પ્રતિ કોચ 50 કરોડ રૂપિયા કરી દીધો હતો. જેથી 16 કોચવાળી બુલેટ ટ્રેનની કુલ કિંમત 800 કરોડ રૂપિયા થઈ ગઈ. જેથી રેલવે મંત્રાલય દ્વારા જાપાનીઝ બુલેટ ટ્રેનના બદલે વંદે ભારત ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું છે.

બુલેટ ટ્રેન ક્યાં – કેટલી ઝડપે દોડે છે?

દુનિયાના ઘણા દેશો ટ્રેનોની ગતિના સંદર્ભમાં ભારતથી ઘણા આગળ છે. જાપાન તેમાં ટોચ પર છે. જાપાન પછી ચીન અને પછી ફ્રાન્સ છે. જાપાનમાં બુલેટ ટ્રેનની ગતિ 603 કિમી પ્રતિ કલાક છે અને ચીનમાં તેની ગતિ 600 કિમી પ્રતિ કલાક છે. ફ્રાન્સ તે બંનેથી ઘણું પાછળ છે. અહીં ટ્રેનની મહત્તમ ગતિ 320 કિમી પ્રતિ કલાક છે. આ ઉપરાંત દક્ષિણ કોરિયામાં પણ ટ્રેન 305 કિ.મી પ્રતિ કલાકની ઝડપે દોડે છે.

આ પણ વાંચો: અમરેલીના જશવંતગઢમાં સવર્ણોએ ગટરના પાણી દલિતવાસમાં વાળ્યા

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x