બાબરાના ફુલઝરમાં પટેલો-દરબારો બાખડ્યા, 1નું મોત, 9 ઈજાગ્રસ્ત

બાબરાના ફુલઝર ગામે લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેક્ટર અડી જતા પટેલો અને દરબારો વચ્ચે હિંસા ફાટી નીકળી. 1 નું મોત, 9 લોકો ઈજાગ્રસ્ત.
Babra Patel Darbar fight

જાતિના ગૌરવ માટે હિંસા પર ઉતરી આવવા માટે તત્પર રહેતા સૌરાષ્ટ્રમાં જાતિગત હિંસાની એક ચોંકાવનારી ઘટના બની છે. અહીંના અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફુલઝર ગામે લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેક્ટર અડી જતા પટેલ અને દરબાર કોમના લોકો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 9 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટના બાદ ફુલઝર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.

ઘોડીને ટ્રેક્ટર અડી જતા જૂથ અથડામણ સર્જાઈ

ફૂલઝરા ગામે એક નાનકડા અકસ્માત બાદ ગુસ્સા ઉપર કંટ્રોલ ન રાખી શકવાના કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વાત જાણે તેમ છે કે, ફૂલઝર ગામે લગ્ન પ્રસંગ વખતે ફૂલેકા દરમિયાન ગામમાં થઈને પસાર થઈ રહેલા વરઘોડા દરમિયાન સામેથી આવેલ એક ટ્રેક્ટર અડી ગયું હતું. આ ટ્રેક્ટરની નજીવી ટક્કર પછી બંને જૂથો વચ્ચે સામાન્ય બોલચાલી થઈ હતી, તે પછી મામલો વધારે બગડતા મારામારી શરૂ થઈ ગઈ હતી. આ દરમિયાન એક યુવક ઉપર ગાડી ચડાવી દેવાતા તેનું મોત થઈ ગયું હતું. આ ઘટના ગામમાં શોક અને ભયનું વાતાવરણ ફેલાવી દીધું છે. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે.

Babra Patel Darbar fight

આ પણ વાંચો: પટેલોએ દલિતોને માર્યા છતાં હાઈકોર્ટે એટ્રોસિટીની કલમો રદ કરી

દેવળીયા ગામના મહેન્દ્ર વાળા નામના યુવકનું મોત

મળી રહેલી માહિતી અનુસાર, ઘટના લગ્નના ફૂલેકા દરમિયાન દરમિયાન બની હતી. જ્યારે ઘોડીને ભૂલથી ટ્રેક્ટર અડી જતાં સામાન્ય બોલચાલીએ ભયંકર સ્વરૂપ લઈ લીધો હતો. આ નાનકડી ઘટના પછી ગુસ્સો ભભૂકી ઊઠ્યો અને બે જાતિ વચ્ચે જૂથ અથડામણ શરૂ થઈ હતી. આ અથડામણ દરમિયાન કાર ચડાવવાના પ્રયાસમાં લગ્ન માણવા આવેલા દેવળીયા ગામના મહેન્દ્રભાઈ વાળા નામના યુવાનનું મોત થયું છે. મહેન્દ્રભાઈ લગ્નમાં આવેલા મહેમાન હતા અને આ અચાનક ઘટનાથી તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઈજાગ્રસ્તોને ગોંડલ અને બાબરા હોસ્પિટલમાં ખસેડાયા

અથડામણમાં બંને પક્ષોના કુલ 9 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી 4 લોકોને ગોંડલ સિવિલ હોસ્પિટલ અને 3 લોકોને બાબરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોની હાલત સ્થિર હોવાની માહિતી સામે આવી છે, પરંતુ કેટલાકને વધુ સારવાર માટે રિફર કરવાની શક્યતા છે. ગામમાં તણાવના કારણે પોલીસે વધુ પાટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને બંને પક્ષોને શાંત રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. તો એક વ્યક્તિના મોત મામલે પોલીસ તપાસ કરીને ગુનો નોંધવાની ક્વાયત હાથ ધરી છે.

Babra Patel Darbar fight

પોલીસ અને સ્થાનિક નેતાઓએ શાંતિ જાળવવા અપીલ કરી

પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. જૂથ અથડામણમાં IPCની કલમો 302 (ખુન), 307 (ખુનનો પ્રયાસ) અને 147 (જૂથ અથડામણ) હેઠળ FIR નોંધાઈ શકે છે. આરોપીઓની ઓળખ કરીને તેમની ધરપકડ કરવામાં આવશે. આ ઘટના બાદ ફુલઝર ગામમાં જાતિનો વિવાદને ચરમસીમા ઉપર પહોંચી ગયું છે. આ દરમિયાન સ્થાનિક નેતાઓએ શાંતિ જાળવવા અપીલ કરી છે.

આ પણ વાંચો: અમરેલીના સલડીમાં પટેલો-આહિરો વચ્ચે મોટી બબાલ, 25 ઈજાગ્રસ્ત

Babra Patel Darbar fight

પોલીસ અધિકારીઓએ શું કહ્યું?

જૂથ અથડામણની ઘટનાને પગલે SP સંજય ખરાત, DYSP ચિરાગ દેસાઈ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફુલઝર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. જોકે, હાલ પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવીને સ્થિતિ ઉપર કંટ્રોલ મેળવ્યો છે.

જિલ્લા પોલીસ વડા સંજય ખરાતનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, બે જ્ઞાતિ વચ્ચે મારમારીની ઘટના બની છે. જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેકટર અડી જવાના કારણે આ મારામારી થયાની માહિતી મળી રહી છે. પોલીસ કાર્યવાહી તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: પટેલ સીએમે પટેલોના કેસો પાછા ખેંચ્યા, દલિતો-ઠાકોરોના ક્યારે?

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમજીભાઈ
પ્રેમજીભાઈ
1 month ago

જે લોકોએ ભારતમાં ઘુસણખોરી કરી અને જાતિવાદરૂપી મેલી મુરાદથી ઉચનીચના ભાવ પેદા કરીને ભારતનેં કાયમને માટે સળગતો રાખી અને દેશને ગુલામ બનાવવા નાં ષડયંત્ર માં કામયાબ થયા છે અને વગર પરિશ્રમ થીં માલદાર થયાં છે અને દેશની લગામ હાથમાં રાખી ને જરૂર પડે ભારત નેં સળગાવતા રહ્યા છે એની મનોવૃત્તિ સમજવાને બદલે લોકો ઊંચનીચ નાં ભાવથી અંદરોઅંદર લડીને મુર્ખ સાબિત થઈ રહ્યા છે…

CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x