નેતાઓનું ભવિષ્ય જોનાર જ્યોતિષની રેપમાં ધરપકડ, 58 વાંધાજનક વીડિયો મળ્યાં

નેતાઓના ભવિષ્યની આગાહી કરવા માટે જાણીતા જ્યોતિષ અશોક ખરાતની બળાત્કાર કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 58 વાંધાજનક વીડિયો કબજે કર્યા.
Astrologer Ashok Kharat arrested in rape case.

મહારાષ્ટ્રના નાસિકમાંથી એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પોલીસે પોતાને ‘કેપ્ટન’ ગણાવતા કથિત જ્યોતિષી અશોક ખરાતની ધરપકડ કરી છે. તેના પર 35 વર્ષીય મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ છે. ખરાતની ધરપકડ બાદ, તેની પાસેથી 58 વાંધાજનક અને અશ્લીલ વીડિયો ધરાવતી પેન ડ્રાઇવ મળી આવી છે. આ ખુલાસાથી મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

શું છે આખો મામલો?

એક મહિલાની ફરિયાદના આધારે નાસિકના સરકારવાડા પોલીસ સ્ટેશનમાં અશોક ખરાત વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. તેના પર 35 વર્ષીય મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ છે. પોલીસ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગઈકાલે સવારે લગભગ 3 વાગ્યે તેની ધરપકડ કરી હતી. હાલમાં તેની સઘન પૂછપરછ ચાલી રહી છે અને તપાસ આગળ વધી રહી છે. પોલીસને શંકા છે કે તેણે જ્યોતિષ અને અંકશાસ્ત્રના આડમાં ઘણા લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે.

પેન ડ્રાઇવમાં 58 અશ્લીલ વીડિયો મળ્યા

તપાસ દરમિયાન, પોલીસે ખરાટ પાસેથી એક પેન ડ્રાઇવ જપ્ત કરી, જેમાં 58 અશ્લીલ વીડિયો હતા. આ વીડિયોની સત્યતા અને સંભવિત પીડિતોની ઓળખની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે અને ડિજિટલ પુરાવાઓની ફોરેન્સિક તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: સુરતમાં યોગ ગુરુ પ્રદીપ ગુરૂજીના આશ્રમમાંથી નકલી નોટોનું કારખાનું ઝડપાયું

હાઇ-પ્રોફાઇલ કનેક્શન્સના કારણે સનસનાટી મચી

આ કેસમાં મળી આવેલા હાઇ-પ્રોફાઇલ કનેક્શન્સ અને મોટી સંખ્યામાં વાંધાજનક વીડિયોએ સમગ્ર મામલો વધુ ગંભીર બનાવી દીધો છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે શું આ કેસમાં વધારાના વ્યક્તિઓ સંડોવાયેલા છે કે અન્ય પીડિતો આગળ આવી શકે છે.

કોણ છે અશોક ખરાત?

અશોક ખરાતના રાજકીય નેતાઓ અને સેલિબ્રિટીઓ સાથે ગાઢ સંબંધો છે. તેણે નાસિક જિલ્લાના સિન્નાર તાલુકામાં “શ્રી શિવનિકા સંસ્થાન” નામનું મંદિર સ્થાપ્યું છે. NCP અજિત પવાર જૂથના નેતા અને રાજ્યના મહિલા આયોગના અધ્યક્ષ રૂપાલી ચાકણકર પણ આ મંદિરના ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સેવા આપે છે.

અહેવાલો અનુસાર, અશોક ખરાત એક નિવૃત્ત મર્ચન્ટ નેવી અધિકારી છે. તે “શ્રી ઈશાન્યેશ્વર મંદિર ટ્રસ્ટ” નો પ્રમુખ હોવાનું કહેવાય છે. ખરાત નવેમ્બર 2022 માં તત્કાલીન મુખ્યમંત્રી એકનાથ શિંદે તેના મંદિરની મુલાકાતે આવ્યા ત્યારે ચર્ચામાં આવ્યો હતો.

આ પણ વાંચો: કડીમાં પાર્કિંગ મામલે ભાજપના દલિત નેતાના સગા ભાઈ પર જીવલેણ હુમલો

મર્ચન્ટ નેવીથી જ્યોતિષ બનવા સુધી કેવી રીતે પહોંચ્યો?

મર્ચન્ટ નેવીમાંથી નિવૃત્તિ લીધા પછી, ખરાતે પોતાને એક પ્રખ્યાત અંકશાસ્ત્રી તરીકે પોતાને સ્થાપિત કર્યો હતો. માત્ર અગ્રણી રાજકારણીઓ જ નહીં પરંતુ જાણીતી સેલિબ્રિટીઓ અને ઉદ્યોગપતિઓ પણ તેની પાસે જ્યોતિષ જોવડાવવા આવતા હતા. જેના કારણે તેને ભારે લોકપ્રિયતા મળી હતી.

અશોક ખરાતના ટ્રસ્ટની વેબસાઇટ અનુસાર, તેણે મર્ચન્ટ નેવીમાં તેમની સર્વિસ દરમિયાન 154 દેશોની યાત્રા કરી અને તેમની સંસ્કૃતિઓ અને પરંપરાઓનો અભ્યાસ કર્યો છે. એવું કહેવાય છે કે તેઓ પાછળથી બ્રહ્માંડ વિજ્ઞાન અને અંકશાસ્ત્ર તરફ વળ્યો હતો, જેના દ્વારા તેણે પોતાને એક પ્રખ્યાત અંકશાસ્ત્રી અને જ્યોતિષી તરીકે સ્થાપિત કર્યો હતો.

જો કે, પોતાની જ્યોતિષ તરીકેની આડમાં તેણે અનેક મહિલાઓનું જાતીય શોષણ કરીને તેના વીડિયો બનાવ્યા હતા. પોલીસે આવા 58 જેટલા વીડિયો કબ્જે લીધાં છે. બીજાનું ભવિષ્ય જોવાનો દાવો કરનાર અશોક ખરાત પોતે જેલમાં જશે અને તેનો ભાંડો ફૂટી જશે તેવું પોતાનું જ ભવિષ્ય જોઈ શક્યો નહોતો. જે સાબિત કરે છે કે, જ્યોતિષ શાસ્ત્ર મનુવાદીઓએ ચલાવેલા એક ધુપ્પલથી વિશેષ કશું નથી.

આ પણ વાંચો: બીજાનું ભવિષ્ય ભાખનારા જ્યોતિષીઓ ખુદ દુબઈમાં ફસાઈ ગયા!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x