અઢી વર્ષની દલિત બાળકી સાથે ક્રૂરતા આચરનારને આજીવન કેદ

વાસનામાં અંધ આરોપીએ અઢી વર્ષની માસૂમ બાળકીના ગાલ પર એટલા જોરથી બટકો ભર્યો હતો કે બાળકીનો ગાલ કપાઈને અલગ થઈ ગયો હતો.
dalit girlraped

બરેલીની સ્પેશ્યિલ પોક્સો કોર્ટે એક અઢી વર્ષની દલિત બાળકી પર ભયાનક રીતે રેપ કરવા બદલ મનોવિકૃત આરોપીને આજીવન કેદ અને રૂ. 55,000 હજારનો દંડ ફટકાર્યો છે. બાળકી પોતાના ઘરની બહાર રમતી હતી ત્યારે આરોપી તેને ઉપાડી ગયો હતો. આરોપીએ કઈ હદે બાળકી પર ક્રૂરતા દાખવી હતી તેનો અંદાજ તમે એના પરથી લગાવી શકો છો કે, તેણે બાળકીના ગાલ પર એટલા જોરથી બટકો ભર્યો હતો કે, બાળકીના એ ગાલનું માંસ બહાર આવી ગયું હતું અને ગાલનો એ હિસ્સો અલગ થઈ ગયો હતો. હવે આ મનોવિકૃત આરોપી આજીવન જેલમાં સબડશે.

બાળકીના પિતાએ શેરગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, 15 ડિસેમ્બર, 2021 ના ​​રોજ તેની અઢી વર્ષની પુત્રી જમ્યા પછી ઘરની બહાર ગામના અન્ય બાળકો સાથે રમી રહી હતી.

આ પણ વાંચો: વડાલીના ભવાનગઢમાં 7 દરબારોએ દલિત યુવકને ઢોર માર માર્યો

એ દરમિયાન, છેદાલાલ ગંગવાર ત્યાં આવ્યો હતો અને તેણે બાળકીને પકડી લીધી હતી. તેણે બાળકીના જમણાં ગાલ પર એટલા જોરથી બટકો ભર્યો હતો કે તેના ગાલનું માંસ બહાર આવી ગયું હતું અને ગાલનો એ હિસ્સો અલગ થઈ ગયો હતો. બાળકીએ ચીસો પાડતા તેના પિતા અને અન્ય ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે આરોપી છેદાલાલ ત્યાંથી ભાગી ગયો હતો.

આ મામલાની તપાસ બાદ, પોલીસે એપ્રિલ 2022માં ચાર્જશીટ દાખલ કરી હતી. ફરિયાદ પક્ષ દ્વારા છ સાક્ષીઓ અને નવ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. બચાવ પક્ષે જણાવ્યું હતું કે છેદાલાલ માનસિક રીતે બીમાર હતો, પરંતુ આ સંદર્ભમાં તે કોઈ પુરાવા આપી શક્યો ન હતો. કોર્ટે છેદાલાલને દોષિત ઠેરવ્યો છે અને તેને આજીવન કેદ અને દંડની સજા ફટકારી છે.

આ પણ વાંચો: 50 ડ્રાઈવરોની હત્યા કરી મગરને ખવડાવી દેનાર ડોક્ટર ઝડપાયો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x