આદિવાસીઓના જળ, જંગલ અને જમીનના અધિકારોની રક્ષા કરવાની ભાજપના નેતાઓ મસમોટી ડિંગો હાંકતા હોય છે. પરંતુ ભાજપના જ એક ધારાસભ્યે પાંચ જેટલા આદિવાસી જિલ્લાઓમાં આવેલી આદિવાસીઓની 1173 એકર જમીન ગેરકાયદે રીતે ખરીદી લેતા હોબાળો મચી ગયો છે. આ મામલે હવે એનસીએસટીએ ધારાસભ્યને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. જો કે, આદિવાસી સમાજ માને છે કે, આ પ્રકારની નોટિસની ભાજપ ધારાસભ્ય પર કોઈ અસર થવાની નથી.
મામલો આદિવાસી સમાજની સૌથી વધુ વસ્તી ધરાવતા મધ્યપ્રદેશનો છે. અહીં ભાજપના ધારાસભ્ય સંજય પાઠક પર પાંચ આદિવાસી જિલ્લામાં આદિવાસીઓની 1173 એકર જમીન ગેરકાયદેસર રીતે ખરીદવાનો આરોપ લાગ્યો છે. એક સામાજિક કાર્યકરની ફરિયાદ બાદ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ કલ્યાણ આયોગે આ મામલાની તપાસ શરૂ કરી છે.
કડક કાયદો હોવા છતાં હજારો એકર જમીન ખરીદી કેવી રીતે?
એવો આરોપ છે કે ભાજપના ધારાસભ્યએ રાજ્યના પાંચ જિલ્લાઓમાં આવેલી આદિવાસીઓની 1173 એકર જમીન ગેરકાયદેસર રીતે ખરીદી હતી. હકીકતે, બિન-આદિવાસી લોકો પર આદિવાસી સમાજની જમીન ખરીદવા પર કડક કાયદાકીય પ્રતિબંધ છે. તેમ છતાં સત્તાપક્ષના ધારાસભ્ય હોવાથી તેમણે પોતાની વગનો ઉપયોગ કરીને આટલી મોટી જમીન ખરીદી લીધી હોવાનું કહેવાય છે. આ મામલે હવે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ કલ્યાણ આયોગે તપાસ શરૂ કરી છે.
પાંચેય જિલ્લાના કલેક્ટર પાસેથી વિગતો માંગવામાં આવી
સામાજિક કાર્યકર દિવ્યાંશુ મિશ્રાની ફરિયાદના આધારે, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ કલ્યાણ આયોગે પાંચેય જિલ્લાના કલેક્ટરોને નોટિસ જારી કરી છે અને ગેરકાયદેસર રીતે ખરીદેલી 1173 એકર જમીનના વેચાણનો રિપોર્ટ મંગાવ્યો છે. આયોગે તમામ કલેક્ટરોને આદિવાસી સમાજની જમીનના ખરીદ અને વેચાણ સંબંધિત દસ્તાવેજોની સંપૂર્ણ વિગતો પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત, ચેતવણી આપવામાં આવી છે કે જો સમયસર જવાબ ન મળે તો, કમિશન સિવિલ કોર્ટની જેમ પાંચેય કલેક્ટરો સામે સમન્સ જારી કરશે.
આ પણ વાંચો: દલિત બાળક પાણીના ઘડાને અડી જતા ઝાડ પરથી ઉંધો લટકાવ્યો
4 આદિવાસીઓના નામનો દુરુપયોગ કરી જમીન ખરીદી!
નિયમો અનુસાર, બિન-આદિવાસી લોકો દ્વારા આવી જમીન ખરીદવા પર કડક પ્રતિબંધ છે. તેમ છતાં ધારાસભ્ય સંજય પાઠક અને તેમના પરિવાર પર 4 આદિવાસીઓના નામનો દુરુપયોગ કરીને પાંચ જિલ્લામાં હજારો એકર આદિવાસી જમીન ખરીદવાનો આરોપ છે.
ગેરકાયદે ખનનના કેસમાં હાઈકોર્ટના જજને ફોન કર્યો હતો
અગાઉ, ગેરકાયદે ખનનના કેસમાં ફસાયેલા આ ધારાસભ્ય સંજય પાઠક પર હાઈકોર્ટના જજને ફોન કરીને પોતાની તરફેણમાં ચૂકાદો આપવાનો પણ આક્ષેપ લાગ્યો હતો. કેસની સુનાવણી કરી રહેલા હાઈકોર્ટના જજ વિશાલ મિશ્રા પર તેમના સંબંધીએ ફોન કોલ દ્વારા દબાણ કર્યું હતું. આ મામલો વધુ ઉગ્ર બનતા હાઈકોર્ટના જજે પોતાને કેસમાંથી અલગ કરી દીધા હતા. ન્યાયાધીશે પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો.
આ પણ વાંચો: 11 વર્ષના દલિત કિશોરને બે યુવકોએ માર મારી થૂંક ચટાડ્યું











Ena baap,, ni sarkaar che,,,,
સતા નાં જોરપર ગરીબોની શરીર ની ખાલ પણ લઈ લેવી છે,કેમકે લોકો એટલી હદે ધાર્મિક બની ગયા છે કે જીવદયા અને માનવતા માટે અંતર આત્મા માં કોઈ જગ્યા જ રહી નથી…