Mahabodhi Tree Gaya : ગયામાં મહાબોધિ વૃક્ષમાંથી વિચિત્ર પ્રવાહી નીકળવાની ઘટનાને કારણે બુદ્ધિષ્ઠોમાં ચિંતા પેઠી છે. એવું કહેવાય છે કે ભગવાન બુદ્ધને જે વૃક્ષ (Mahabodhi Tree) નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું, આ વૃક્ષ તેનું વંશજ છે. આ પ્રાચીન વૃક્ષનું બૌદ્ધ ધર્મમાં ખૂબ મહત્વ છે. એ જ કારણ છે કે લોખંડના થાંભલા લગાવીને અને બીજા અન્ય પગલાં ભરીને વર્ષોથી તેને સુરક્ષિત રાખવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, આ વૃક્ષની વર્ષમાં ચાર વખત તપાસ કરવામાં આવે છે. આ સંદર્ભમાં, જ્યારે તાજેતરમાં વૃક્ષની તપાસ કરવામાં આવી ત્યારે વૈજ્ઞાનિકોએ જોયું કે બોધિવૃક્ષ(Mahabodhi Tree)ના થડમાંથી કોઈ વિચિત્ર પ્રવાહી વહેતું હતું. દહેરાદૂનની ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (FRI) ના વૈજ્ઞાનિકોને વૃક્ષની તપાસ માટે બોલાવવામાં આવ્યા હતા. ડૉ. સંતન ભરથવાલ અને ડૉ. શૈલેષ પાંડેની ટીમે બોધિ વૃક્ષની સંપૂર્ણ તપાસ કરી હતી.
આ પણ વાંચોઃ મહેસાણામાં મહાબોધિ મુક્તિ આંદોલનના સમર્થનમાં મૌન માનવસાંકળ રચાઈ
વૈજ્ઞાનિકોએ રિપોર્ટ આપ્યો છે કે પવિત્ર વૃક્ષ(Mahabodhi Tree)ના થડમાંથી પ્રવાહી નીકળી રહ્યું છે પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ખૂબ જૂના વૃક્ષોમાં આવું થતું હોય છે. આ તેમની કુદરતી પ્રક્રિયા છે. આ પ્રવાહીથી ઝાડને કોઈ ખતરો નથી. વૈજ્ઞાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે પ્રાચીન બોધિ વૃક્ષ સંપૂર્ણપણે સ્વસ્થ છે. તેના પાંદડા લીલા અને ચેપમુક્ત છે. તેમાં કોઈપણ પ્રકારનો ચેપ જોવા મળ્યો નથી. આ તપાસ બૌદ્ધ સાધુઓ ડૉ. મનોજ, ડૉ. મહાશ્વેતા મહારથી, ડૉ. અરવિંદ સિંહ અને કિરણ લામાની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી.જ્યારે પરીક્ષણના પરિણામોમાં મહાબોધિ વૃક્ષ(Mahabodhi Tree) સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું, ત્યારે બુદ્ધિષ્ઠોએ રાહતનો શ્વાસ લીધો.
આ પણ વાંચોઃ મહાબોધિ મુક્તિ આંદોલન ગુજરાતમાં તીવ્ર બન્યું
A health assessment of the holy Maha Bodhi tree was conducted by Dr. Shailesh Pandey and Dr. Santan Barthwal on 14–15 April 2025. Mild oozing observed on the trunk was treated with appropriate antimicrobials, followed by the application of a protective coating. pic.twitter.com/to4FTZSX6Z
— Forest Research Institute (@FRIDEHRADUN) April 16, 2025
વૃક્ષની તપાસ કરનારા વૈજ્ઞાનિક ડૉ. શૈલેષ પાંડેએ મીડિયાને જણાવ્યું હતું કે બોધિ વૃક્ષમાં બીજી કોઈ સમસ્યા જોવા મળી નથી. સાવચેતીના પગલા તરીકે તેને હળવી રીતે સારવાર આપવામાં આવી છે. આ વૃક્ષ ખૂબ જ સ્વસ્થ છે અને તેના પાંદડા પણ ખૂબ જ સ્વસ્થ છે. ખાસ વાત એ છે કે તેના પાંદડા લીલા રંગના છે. બોધિવૃક્ષનું બારીકાઈથી પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ તપાસ નિયમિત પરીક્ષણોમાંની એક છે.
આ પણ વાંચોઃ Bodhi Gaya માં બૌદ્ધ ભિખ્ખુઓનું આંદોલન, અનેકની તબિયત લથડી
રાજકુમાર સિદ્ધાર્થને અહીંથી જ્ઞાન પ્રાપ્ત થયું હતું
ઉલ્લેખનીય છે કે, બોધિવૃક્ષ(Mahabodhi Tree)નું બૌદ્ધ ધર્મમાં ખૂબ મહત્વ રહેલું છે. આ ઈ.સ. પૂર્વ 528ની વાત છે. શાક્ય વંશના રાજકુમાર સિદ્ધાર્થે બોધ ગયા ખાતે પીપળના ઝાડ નીચે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એ પછી તેમને ગૌતમ બુદ્ધ કહેવામાં આવ્યા. આ વૃક્ષને બૌદ્ધ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. બૌદ્ધ ધર્મના વિરોધીઓએ ઘણી વખત તેનો નાશ કરવાનો પ્રયાસ કર્યો. પણ તેમાં સફળતા મળી નહોતી. એ પછી બૌદ્ધ ધર્મના અનુયાયીઓએ બોધિવૃક્ષની સુરક્ષા માટે તેની અલગ અલગ શાખાઓને અલગ અલગ દેશોમાં મોકલી આપી હતી. તેમાંની એક ડાળી શ્રીલંકામાં સ્થપાઈ હતી. જ્યારે મૂળ વૃક્ષ તોફાનમાં નાશ પામ્યું, ત્યારે શ્રીલંકાના વૃક્ષની એક ડાળી બોધગયામાં ફરીથી રોપવામાં આવી હતી. આ એ જ વૃક્ષ છે જે સદીઓથી આ જગ્યાએ મોજૂદ છે. તેને બચાવી રાખવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવે છે. તેની ડાળી નીચે લોખંડના થાંભલા લગાવવામાં આવ્યા છે. વર્ષમાં ચાર વખત તેની તપાસ કરવામાં આવે છે. આ સિવાય પણ બીજા ઘણાં પગલાં લેવામાં આવે છે.
આ પણ વાંચોઃ મહાબોધિ મુક્તિ આંદોલનનો મુદ્દો બિહાર વિધાનસભામાં ગુંજ્યો