દલિત પ્રોફેસરને મનુવાદીઓએ વિભાગીય અધ્યક્ષ ન બનવા દીધાં

BHU Controversy: દેશની યુનિવર્સિટીઓમાં જે તે વિભાગના અધ્યક્ષનું પદ જાણે સવર્ણો માટે વગર અનામતે અનામત હોય તેવી સ્થિતિ છે. આ રહ્યો તેનો વધુ એક પુરાવો.
BHU Student protest

BHU Controversy: બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) આજકાલ વિવાદોમાં ઘેરાયેલી છે. અહીં પીએચડીમાં પ્રવેશ માટે શિવમ સોનકર નામનો દલિત વિદ્યાર્થી હડતાળ પર બેઠો હતો તે મામલો ઉકેલાયો નહોતો ત્યાં જાતિવાદનો નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ દલિત સમાજમાંથી આવતા એક પ્રોફેસરને તમામ લાયકાત હોવા છતાં વિભાગના અધ્યક્ષ બનાવાયા નથી. તેમને સાઈડલાઈન કરીને તેમનાથી બે વર્ષ જુનિયર બ્રાહ્મણ પ્રોફેસરને વિભાગના વડા બનાવવામાં આવ્યા છે. એ પછી વિદ્યાર્થીઓએ દલિત પ્રોફેસરના સમર્થનમાં વિરોધ શરૂ કર્યો છે.

મહેશ અહિરવાર(Mahesh Ahirwar) બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં પ્રાચીન ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્વ વિભાગમાં પ્રોફેસર છે. જ્યારે વિભાગના વડાનું પદ ખાલી પડ્યું ત્યારે યુનિવર્સિટી દ્વારા જ બનાવેલા નિયમ 25 (4) મુજબ વરિષ્ઠતા અનુસાર પ્રોફેસર મહેશ અહિરવારને વિભાગના વડા તરીકે ચૂંટાવા જોઈતા હતા. પરંતુ યુનિવર્સિટીએ પોતાના જ નિયમોનું ઉલ્લંઘન કરીને તેમનાથી બે વર્ષ જુનિયર બ્રાહ્મણ પ્રોફેસરને વિભાગના વડા તરીકે નિયુક્ત કરવાના પ્રયાસો શરૂ કર્યા. જેના કારણે યુનિવર્સિટીમાં હોબાળો શરૂ થયો.

Prof.-Mahesh-Ahirwar
પ્રો. મહેશ અહિરવાર

પ્રોફેસર મહેશ અહિરવાર અને વિભાગના તમામ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પ્રશાસન પર જાતિવાદનો આરોપ લગાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ યુનિવર્સિટી આંખ આડા કાન કરી રહી છે. પ્રોફેસર અહિરવાર BHUમાં 29 વર્ષ સેવા આપી ચૂક્યા છે, છતાં તેમની દલિત જાતિને કારણે તેમને વિભાગના અધ્યક્ષ બનતા રોકવામાં આવી રહ્યાં છે.

આ ઘટના અંગે, BHU માં અભ્યાસ કરતા બહુજન વિદ્યાર્થી સંગઠને BHU તંત્ર સામે મોરચો ખોલ્યો છે. ઓબીસી, એસસી, એસટી, લઘુમતી સંઘર્ષ સમિતિએ એક પત્ર લખીને યુનિવર્સિટી તંત્ર પર પ્રોફેસર અહિરવાર સામે જાતિવાદનો આરોપ લગાવીને સવાલ ઉઠાવ્યા છે. સંગઠને પોતાના પત્રમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સામે ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે પોતાના પત્રમાં લખ્યું હતું કે, યુનિવર્સિટીના નિયમો [કાનૂન 25 (4) (2)] અનુસાર વરિષ્ઠતાના ક્રમમાં પ્રોફેસર મહેશ પ્રસાદ અહિરવારને પ્રાચીન ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્વ વિભાગ BHU ના વડા તરીકે નિયુક્ત કરવાના હતા, પરંતુ તેમની દલિત જાતિના કારણે તેમને વિભાગીય અધ્યક્ષના પદે નિયુક્ત કરવામાં આવ્યા નથી.BHU letter

પ્રોફેસર અહિરવાર 29 વર્ષ શિક્ષક અને 14 વર્ષ પ્રોફેસર તરીકે સેવા આપી હોવા છતાં તેમને તેમના કાયદેસરના અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. રજિસ્ટ્રાર દ્વારા આ સમગ્ર કાવતરું પોતાની સિનિયોરિટી વધારવા માટે રચવામાં આવી રહ્યું છે જેથી રજિસ્ટ્રાર પદ છોડ્યા પછી તેઓ મહિલા કોલેજના પ્રિન્સિપાલ બની શકે, જો કે સિનિયર પ્રોફેસર તરીકેની તેમની નિમણૂક અટવાઈ ગઈ છે અને યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા હજુ સુધી તેને મંજૂરી આપવામાં આવી નથી.

એ વાત સ્પષ્ટ છે કે રજિસ્ટ્રાર તેમની કહેવાતી સિનિયર પ્રોફેસર તરીકેની વરિષ્ઠતા વધારવા અને તેમના પસંદગીના નજીકના મિત્રોને અયોગ્ય રીતે લાભ આપવા માટે એક સુનિયોજિત યોજના ઘડી કાઢવામાં આવી છે અને પ્રાચીન ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્વ વિભાગના વડાની નિમણૂકને વિવાદાસ્પદ બનાવવામાં આવી છે. જે રજિસ્ટ્રારની ઘોર જાતિવાદી માનસિકતા દર્શાવે છે.

જ્યારે આ ષડયંત્રનો ભાંડો ફૂટ્યો ત્યારે પ્રો. મહેશ પ્રસાદ અહિરવારે રેક્ટરને લેખિત વાંધો ઉઠાવ્યો, ત્યારે આર્ટ્સ ફેકલ્ટીના વડાને આગામી આદેશ સુધી વિભાગના વડા બનાવવામાં આવ્યા, જે નિયમોનું સંપૂર્ણ ઉલ્લંઘન છે કારણ કે યુનિવર્સિટી નિયમ (કાનૂન) 25(4) 2 માં ફેકલ્ટીના વડાને નહીં, પરંતુ રોટેશનના આધારે વરિષ્ઠતાના ક્રમમાં વિભાગના વડા તરીકે પ્રોફેસરોની નિમણૂક કરવાની જોગવાઈ છે. આવી જ અનિયમિતતાઓ અને નિયમોની અવગણનાને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં યુનિવર્સિટી વિરુદ્ધ હાઇકોર્ટમાં 400 થી વધુ કેસ દાખલ કરવામાં આવ્યા છે, જેમાં યુનિવર્સિટી વહીવટીતંત્ર માત્ર એક વર્ષમાં નાગરિકોના ટેક્સના એક કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરી રહ્યું છે.

આમ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી વહીવટીતંત્ર પાસેથી માંગણી કરી છે કે પ્રાચીન ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્વ વિભાગના વડાની નિમણૂક યુનિવર્સિટી નિયમ (statue) 25(4)2 અનુસાર કરવામાં આવે અને પ્રોફેસર મહેશ પ્રસાદ અહિરવારને વિભાગના વડા તરીકે નિયુક્ત કરવામાં આવે, જે રીતે તાજેતરના સમયમાં યુનિવર્સિટીના ફિલોસોફી, શારીરિક શિક્ષણ, પાલી વિભાગ અને અન્ય વિભાગોમાં વિભાગના વડાઓની નિમણૂક કરવામાં આવી છે.

3.5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
26 days ago

*દલિત-જાતિભેદ! સવર્ણ સમાજ જન્મજાત અને માનસિક બીમારીનો શિકાર થયેલો માલૂમ પડે છે! જ્યાં જોવો ત્યાં જાતિવાદી ચલણ દ્વારા અન્ય વર્ગને અન્યાય કરતો હોય છે! જે સવર્ણ સમાજ માટે શર્મનાક અને શર્મસાર છે!. જયભીમ જય સંવિધાન જય ભારત!

તમારા મતે પહેલગામ જેવા આતંકવાદી હુમલા રોકવા માટેની સૌથી વધુ જવાબદારી કોની છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x