દલિત વરરાજાને ઘોડી પરથી ઉતારી લુખ્ખા તત્વો ઘોડી સાથે લઈ ગયા

વરરાજા માંડવે પહોંચ્યા હતા અને જાન પોંખાઈ રહી ત્યારે જ જાતિવાદી તત્વો દાદાગીરી કરતા પહોંચી ગયા અને વરરાજાને ઘોડી પરથી ઉતારી ઘોડી પોતાની સાથે લઈ ગયા.
dalit groom

Casteist elements fled with Dalit groom’s horse: મહિલાઓ માટે નરક ગણાતું રાજસ્થાન દલિતો પર થતા અત્યાચારોને લઈને પણ એટલું જ કુખ્યાત છે. અહીં જાતિવિશેષોની દાદાગીરી એવી છે કે આઝાદીના 75 વર્ષ પછી પણ દલિતો પોતાના બંધારણીય અધિકારોનો ખુલીને ઉપયોગ કરી શકતા નથી. લગ્નની સિઝન શરૂ થઈ ચૂકી છે અને ફરી એજ લુખ્ખા તત્વો ઘોડી જાણે તેમની માતા હોય એ રીતે તેને બચાવવા માટે મેદાનમાં આવી ગયા છે. આવી જ એક ઘટનામાં જાતિવાદી લુખ્ખા તત્વોએ એક દલિત દલિત વરરાજાને ઘોડી પરથી ઉતાર્યા હતા. એટલું જ નહીં, તેઓ ઘોડી પોતાની સાથે લઈ ગયા હતા. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ જ લગ્ન આગળ વધી શક્યા હતા.

મામલો રાજસ્થાન (Rajasthan) ના જાલોર (Jalore) જિલ્લાના સાંચોર (Sanchor) તાલુકાના હરિયાલી ગામનો છે. મંગળવારે રાત્રે અહીં એક દલિત યુવકના લગ્ન (Dalit youth Marriage) હતા. તે ઘોડી પર બેસીને જાન લઈને પરણવા આવ્યો હતો. જો કે ગામની માથાભારે તરીકે કુખ્યાત કોમના કેટલાક જાતિવાદી તત્વોએ દલિત વરરાજાના ઘોડી પર બેસવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને દાદાગીરી કરી ધમાલ મચાવી હતી. એ પછી આ લુખ્ખા તત્વોએ દલિત વરરાજાના ઘોડી પરથી નીચે ઉતાર્યા હતા અને ઘોડી પોતાની સાથે લઈ ગયા (Casteist elements fled with Dalit groom’s horse) હતા.

પોલીસ આવતા આરોપીઓ ફરાર

આ ઘટનાની જાણ થતા જાલોરના એસપી જ્ઞાનચંદ યાદવ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. એ પછી તેમણે જાતિવાદી તત્વોને કાયદાનું ભાન કરાવતા આરોપીઓએ ઘોડી પાછી લઈને આવવું પડ્યું હતું. ત્યારબાદ પોલીસની સુરક્ષા વચ્ચે મોડી રાત્રે લગ્નની વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે 3 લુખ્ખાઓની ધરપકડ કરી છે.

dalit groom

બુધવારે સાંજે મહિપાલ સિંહ અને બલવંત સિંહ અને અન્ય લોકો સામે SC-ST એક્ટ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી, પરંતુ પોલીસની બીકના કારણે આરોપીઓ ભાગી ગયા હતા. મોડી રાત્રે, ભીખ સિંહ, રમેશ કુમાર અને સુરેશની શાંતિ ભંગ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

વરરાજાનો પોંખતી વખતે આરોપીઓ પહોંચ્યાં

હરિયાળી ગામમાં સુરેશ ઉદારામ ખોરવાલને ત્યાં દીકરી પૂજાના લગ્ન બાલોતરાના રહેવાસી સુનીલ સાથે થઈ રહ્યા હતા. વરરાજાના પિતાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના દીકરાની જાન 18 ફેબ્રુઆરીના રોજ રાત્રે 9:30 વાગ્યે હરિયાળી ગામમાં પહોંચી હતી. વરરાજા સુનીલ કુમાર ઘોડી પર બેઠા હતા અને તેમને કન્યા પક્ષ દ્વારા પોંખવાની વિધિ ચાલી રહી હતી. એ દરમિયાન અચાનક બળવંત સિંહ અને મહિપાલ સિંહ તેમના પાંચ સાથીઓ સાથે બે કારમાં આવ્યા હતા.
વરરાજાના પિતાને થપ્પડ મારી દીધી

આ પણ વાંચો: દલિત વરરાજા પોલીસમાં, કન્યા BSFમાં, છતાં વરઘોડા પર મોટો હુમલો થયો

રિપોર્ટમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે બળવંત અને તેના સાથીઓ બળજબરીથી કન્યા પક્ષના ઘરમાં ઘૂસી ગયા હતા અને જાનૈયાઓને માર માર્યો હતો. એટલું જ નહીં, પિતા ભગીરથને થપ્પડ મારી અને જાતિસૂચક અપશબ્દો બોલ્યા. આરોપીએ કહ્યું કે મંજૂરી વિના અમારા ગામમાં ઘોડી પર બેસવાની તમારી હિંમત કેવી રીતે થઈ? એ પછી વરરાજાને બળજબરીથી ઘોડી પરથી નીચે ઉતારીને માર મારવામાં આવ્યો. આરોપીઓએ દરમિયાનગીરી કરવા આવેલા જાનૈયાઓ અને સ્થાનિક દલિતો સાથે પણ ખરાબ વર્તન કરી તેમને ગાળો ભાંડી હતી.

પોલીસે આવતા આરોપીઓની હવા નીકળી ગઈ

આ ઘટનાને લઈને વર પક્ષના લોકોએ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી અને એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. એ પછી આરોપીઓની બધી જ દાદાગીરી સોંસરી નીકળી ગઈ હોય તેવી સ્થિતિ પેદા થઈ હતી. પોલીસ આવી હોવાથી આરોપી પક્ષના લોકો કન્યાના ઘરે પહોંચ્યા હતા અને મધ્યસ્થી કરીને ઘોડી પાછી મૂકી જઈને માફી માંગી હતી. આ દરમિયાન વરિષ્ઠ પોલીસ અધિકારીઓની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એ પછી જાલોરના એડીએમ દૌલતરામ, એસપી જ્ઞાનચંદ યાદવ, ડીએસપી કાંબલે શરણ ગોપીનાથ, એસડીએમ પ્રમોદ કુમાર, મામલતદાર અને આસપાસના અનેક પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વરરાજાને ઘોડી પર બેસાડીને લગ્નની વિધિ પૂર્ણ કરી હતી.

આ પણ વાંચો: દલિત પરિણીતાનું અપહરણ કરી દિવસો સુધી દુષ્કર્મ આચર્યું

4.2 6 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
JESHINGBHAI VADHAR
JESHINGBHAI VADHAR
2 months ago

પોલીસ આવ્યા બાદ બધું ઠીક થઇ ગયું એનો અર્થ એવો થાય કે અગર દેશમાં પોલીસ ખરેખર કોઈની પણ શેહશરમ કે દબાણ રાખ્યા વગર બંધારણ મુજબ પોતાની ડ્યુટી બજાવે તો બધા લુખ્ખાતત્વો સીધા દોર થઈ જાય અને બીજા આવાં કાયરતાભર્યાં કરતૂતો કરતાં હજારોવાર વિચાર કરે.

તમારા મતે પહેલગામ જેવા આતંકવાદી હુમલા રોકવા માટેની સૌથી વધુ જવાબદારી કોની છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x