જાતિવાદનો ગઢ ગણાતા ઉત્તરપ્રદેશમાં દલિતો પર હિંસાની વધુ એક ઘટના સામે આવી છે. અહીંના ચંદૌલી(Chandauli)ના મુસ્તફાપુર(Mustafapur) ગામમાં દલિતો-સવર્ણો વ્ચચેનો વિવાદ હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો(clash between two communities), જેમાં દલિત સમાજના અડધા ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ગામમાં પોલીસની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. વહીવટીતંત્ર આ મામલાની તપાસ કરી રહ્યું છે.
મુસ્તફાપુર ગામમાં બે સમાજ વચ્ચેનો વિવાદ સોમવારે હિંસક બની ગયો હતો. અહેવાલો અનુસાર, સવર્ણ જાતિના લોકોએ દલિતો પર હુમલો કર્યો હતો. તેમના પર ઇંટો અને પથ્થરો ફેંક્યા. આ હિંસક અથડામણમાં દલિત સમાજના અડધા ડઝનથી વધુ સભ્યો ઘાયલ થયા.
સવર્ણોએ દલિતોના રસ્તા પર દબાણ કર્યું હતું
સ્થાનિકોના જણાવ્યા મુજબ, દલિતોના ઘર તરફ જતા રસ્તા પર સવર્ણ જાતિના લોકોએ દબાણ કર્યું હતું જેને લઈને વિવાદ શરૂ થયો હતો. જેનો દલિત સમાજે વિરોધ કર્યો હતો. આનાથી ગુસ્સે થઈને સવર્ણોએ પહેલા મારામારી કરી અને પછી ઇંટો અને પથ્થરોથી હુમલો કર્યો.
આ પણ વાંચો: જાતિવાદી તત્વોએ આદિવાસી મૃતકની અંતિમક્રિયામાં રોડાં નાખ્યા
ગામમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી
આ હિંસાની ઘટના બાદ ગામમાં તણાવ ફેલાયો હતો. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ભારે પોલીસ દળ તૈનાત કર્યું છે. પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસે ગામમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. ઘાયલ દલિતોના પરિવારોએ ઘટનાનું વર્ણન કરતા દુઃખ અને ગુસ્સો વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, “અમે શાંતિપ્રિય લોકો છીએ, પરંતુ અમને સતત દમન અને હિંસાનો સામનો કરવો પડી રહ્યો છે. અમે ન્યાય ઇચ્છીએ છીએ, ગુનેગારોને સજા મળે.”
પોલીસે શું કહ્યું?
જોકે, સદર પોલીસ સ્ટેશનના પીઆઈ એ આ બાબતે કોઈ નિવેદન કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સ્થાનિક વહીવટીતંત્રે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને કહ્યું છે કે ગુનેગારો સામે ટૂંક સમયમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જોકે, વિસ્તારમાં હજુ પણ તણાવ યથાવત છે અને ઘણા પરિવારો ડરી ગયા છે. આવા વિવાદોનો વારંવાર ઉકેલ ન આવવાને કારણે ગ્રામીણ વિસ્તારોમાં તણાવ વધી રહ્યો છે.
અધિકારીઓએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે અને કહ્યું છે કે કોઈપણ પ્રકારની હિંસા સાંખી લેવામાં આવશે નહીં. જ્યારે સ્થાનિક વહીવટીતંત્રે તમામ પક્ષોને સંયમ રાખવા વિનંતી કરી છે જેથી પરિસ્થિતિ વધુ બગડતી અટકાવી શકાય.
આ પણ વાંચો: દલિત યુવતી પર મંદિર પરિસર પાસે 4 યુવકોએ ગેંગરેપ કર્યો













Users Today : 1746