Guard of honour to Pundarik Goswami: હિંદુ રાષ્ટ્ર બનાવવાના દાવાઓ કરતા ભાજપની જે પણ રાજ્યોમાં સરકારો છે, ત્યાં ભારતીય બંધારણનો છડેચોક વિરોધ કરવામાં આવતો હોવાની અનેક ઘટનાઓ આપણે જોઈ છે. પરંતુ યુપીની યોગી આદિત્યનાથની સરકાર જાણે હિંદુ રાષ્ટ્ર સ્થાપિત થઈ ચૂક્યું હોય તેમ એક કથાકારને ગાર્ડ ઓફ ઓનર આપતા મામલો ગરમાયો છે. નગીનાના સાંસદ અને આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે કથાકાર પુંડરિક ગોસ્વામીને આપવામાં આવેલા ગાર્ડ ઓફ ઓનરને બંધારણ પર ખૂલ્લો હુમલો ગણાવ્યો છે. તેમણે ઉત્તર પ્રદેશ સરકાર પર બંધારણ કરતાં આસ્થાને ઉપર રાખવાનો આરોપ લગાવ્યો છે.
આજે નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો લગભગ એક મહિના પહેલા બહરાઇચનો હોવાનું કહેવાય છે. તેમાં કથાકાર પુંડરિક ગોસ્વામી પોલીસ લાઇનમાં ગાર્ડ ઓફ ઓનર લેતા જોવા મળે છે. વીડિયો સાથેની એક લાંબી પોસ્ટમાં, ચંદ્રશેખર આઝાદે લખ્યું, “ભારત કોઈ મઠ નથી, પરંતુ એક બંધારણીય પ્રજાસત્તાક છે અને રાજ્ય કોઈ ચોક્કસ ધર્મની જાગીર નથી.”
આ પણ વાંચો: ચેતી જજો, ચૂંટણી પંચ લોકશાહીને ખતમ કરી રહ્યું છે!’
આ સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં, ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા એક કથાકાર પુંડરિક ગોસ્વામીને પરેડ અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું – આ ફક્ત વહીવટી ભૂલ નથી, પરંતુ બંધારણ પર એક સ્પષ્ટ હુમલો છે. સલામી અને પરેડ રાજ્યની સાર્વભૌમ શક્તિનું પ્રતીક છે. આ સન્માન બંધારણ, રાષ્ટ્ર અને શહીદોના નામે આપવામાં આવે છે. કોઈ કથાકાર, બાબા કે ધાર્મિક નેતાનો દરજ્જો વધારવા માટે નહીં. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કહેવાતા રામરાજ્યમાં, પરિસ્થિતિ એવી છે કે આસ્થાને બંધારણથી ઉપર, ધર્મને કાયદાથી ઉપર અને કથાકારોને બંધારણીય પદોથી ઉપર રાખવામાં આવી રહ્યાં છે.
भारत कोई मठ नहीं, बल्कि एक संवैधानिक गणराज्य है। और राज्य किसी धर्म-विशेष की जागीर नहीं।
इस स्पष्ट उल्लेख के बावजूद एक कथावाचक पुंडरीक गोस्वामी को उत्तर प्रदेश पुलिस द्वारा परेड और सलामी (Guard of Honour) दी जाती है—यह सिर्फ़ एक प्रशासनिक गलती नहीं, बल्कि संविधान पर खुला हमला… pic.twitter.com/I3IiHeD73t
— Chandra Shekhar Aazad (@BhimArmyChief) December 18, 2025
તેમણે આગળ લખ્યું કે, આ ઘટના દર્શાવે છે કે ઉત્તર પ્રદેશનું વહીવટી તંત્ર હવે બંધારણ પ્રત્યે જવાબદાર નથી, પરંતુ ધાર્મિક સત્તા સમક્ષ નતમસ્તક છે. આ એક ખતરનાક પરંપરા તરફ ઈશારો કરે છે, જ્યાં રાજ્ય ધીમે ધીમે તેના બંધારણીય ચરિત્રને છોડી રહ્યું છે.
આ પણ વાંચો: ઓનલાઇન મની ગેમિંગ બિલ કાયદો બન્યું, રાષ્ટ્રપતિએ મંજૂરી આપી
પ્રશ્નો ઉભા થાય છે કે, પુંડરિક ગોસ્વામી કોણ છે? તેઓ કયો બંધારણીય હોદ્દો ધરાવે છે? તેમને કયા કાયદા કે પ્રોટોકોલ હેઠળ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું? શું ધાર્મિક ઓળખ હવે ઉત્તર પ્રદેશમાં નવો સરકારી પ્રોટોકોલ છે? મુખ્યમંત્રી @myogiadityanath ને યાદ અપાવવું જરૂરી છે:
- બંધારણની પ્રસ્તાવના ભારતને એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર જાહેર કરે છે, કોઈ એક ધર્મનો સેવક નથી.
- કલમ 15: ધર્મના આધારે વિશેષાધિકારો આપવા ગેરબંધારણીય છે.
- કલમ 25-28: રાજ્ય ધર્મથી અંતર રાખશે અને પ્રણામ નહીં કરે.
છેલ્લે, ચંદ્રશેખર આઝાદે કહ્યું, એનો સ્પષ્ટ અર્થ છે: દેશનું બંધારણ જ સર્વોચ્ચ છે – કોઈ ધર્મ નહીં. રાજ્યનો કોઈ ધર્મ નથી. જય ભીમ, જય ભારત, જય સંવિધાન, જય વિજ્ઞાન.
આ પણ વાંચો: ભીમ આર્મી ઉપાધ્યક્ષે ડ્રગ્સ વિરુદ્ધ અવાજ ઉઠાવતા મનુવાદીઓનો હુમલો











*ઉત્તર પ્રદેશ- સરકાર દ્વારા સંવિધાન નું ગૌરવ ન સાચવી શકે તો તે મુખ્ય મંત્રી નો અંગત વિચાર છે તે સમગ્ર રાજ્ય ને ભગવા રંગ દ્વારા રામરાજ્ય સ્થપાય ગયું છે તેવું જાહેર કરવામાં સરકાર સફળ રહી છે આ ફક્ત બીજેપી ભાજપાની સરકારો રહશે ત્યાં સુધી જ સંભવીત છે. ખાલી ચણો વાગે ઘણો એ જ હકિકતમાં છે.
ભારત માં રહીં ને બંધારણ ના વિરોધી ભારત માટે વિદ્રોહ કરી રહ્યા છે..