ગુજરાત સહિત દેશના લગભગ તમામ રાજ્યોમાં દલિત વસ્તીઓમાં દારૂ, જુગાર અને ડ્રગ્સનું દૂષણ ફેલાવવામાં ક્યાંકને ક્યાંક મનુવાદી તત્વોનો હાથ હોય છે. દલિત વસ્તીમાં દારૂના અડ્ડા કઈ જાતિના લોકો ચલાવે છે, કોના ઈશારે ચલાવે છે, તે હવે કોઈથી છૂપું નથી. પરંતુ જ્યારે જાગૃત દલિતો આ દૂષણો સામે અવાજ ઉઠાવે છે ત્યારે આવા ગુંડા તત્વો તેમની આવક બંધ થઈ જવાના ડરે તેમના પર હુમલો કરી દેતા હોય છે.
આવી જ એક ઘટના રાજસ્થાનના અનુપગઢમાં બની છે. અહીં ભીમ આર્મીના ઉપાધ્યક્ષ રાકેશ ખન્ના પર મનુવાદી તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અહીંના વોર્ડ નંબર 5 ના કેટલાક યુવાનોએ તેમના પર રાવલા મંડી નજીક હુમલો કર્યો હતો. એવો આરોપ છે કે આ હુમલો એટલા માટે થયો કારણ કે રાકેશ ખન્ના આ વિસ્તારમાં ડ્રગ્સ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા હતા. હવે પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
ભીમ આર્મીના નેતા પર હુમલો
રાજસ્થાનના અનુપગઢમાં મનુવાદી તત્વોએ ભીમ આર્મીના રાજ્ય ઉપાધ્યક્ષ રાકેશ ખન્ના પર હુમલો કર્યો હતો. રાકેશ ખન્ના દલિત વિસ્તારમાં ડ્રગ્સ વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા હતા. આ ઘટના રાજસ્થાનની અનુપગઢ વિધાનસભાના રાવલા મંડી વિસ્તારની છે. જ્યાં ભીમ આર્મી દ્વારા રાજ્યમાં ફેલાતા ડ્રગ્સ નેટવર્કને તોડવા માટે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: ‘મારી મરેલી ગાય ખેંચવા કેમ ન આવ્યો? ઉનાકાંડ ભૂલી ગયો!’
8-10 ગુંડાઓના ટોળાંએ લાકડીઓથી હુમલો કર્યો
અહીં રાત્રે 9.30 વાગ્યે કેટલાક ગુંડા તત્વોએ રાકેશ ખન્ના પર લાકડીઓથી હુમલો કર્યો. આ હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. રાકેશ ખન્નાના જણાવ્યાનુસાર, હુમલાખોરો વોર્ડ નંબર 5 ના હતા. લગભગ 8-10 યુવાનો આવ્યા અને અચાનક તેમના પર લાકડીઓથી હુમલો કર્યો. અચાનક થયેલા હુમલાનો અવાજ સાંભળીને ઘણા લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા, જેમને જોઈને હુમલાખોરો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. ઘટનાસ્થળે પહોંચેલા લોકો રાકેશ ખન્નાને રાવલની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
પોલીસની ડ્રગ્સના ગેરકાયદે ધંધામાં સંડોવણી?
આ ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ તેમને દલિતોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. ઘટના સમયે હાજર લોકોએ જણાવ્યું હતું કે રાવલ મંડીમાં ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાય છે, પરંતુ પોલીસ ગેરકાયદેસર ડ્રગ્સના વેપારમાં સામેલ લોકો સામે કોઈ કાર્યવાહી કરતી નથી.
ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરે કડક કાર્યવાહીની માંગ કરી
આ ઘટના અંગે ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદે આ હુમલાની નિંદા કરી છે અને રાજ્ય સરકાર પાસે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. આ પ્રકારનો હુમલો ડ્રગ્સ સામેની લડાઈ પર હુમલો છે. ડ્રગ્સ સામે અવાજ ઉઠાવનાર દરેક વ્યક્તિની સલામતી એ દરેકની સામૂહિક જવાબદારી છે.
આ પણ વાંચો: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને રાજકોટના શખ્સે લાફો મારી દીધો?












Users Today : 1411