ગુજરાતમાં વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાઓ આજકાલ ચર્ચામાં છે ત્યારે છત્તીસગઢમાં એક આદિવાસી વિદ્યાર્થીને શિક્ષક દ્વારા જૂતા પહેરીને ન આવવા બદલે નિર્દયતાથી માર મારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આદિવાસી વિદ્યાર્થીને શિક્ષક દ્વારા ફક્ત એટલા માટે માર મારવામાં આવ્યો કારણ કે તે શાળામાં જૂતા પહેરીને આવ્યો નહોતો. શિક્ષકે વિદ્યાર્થીને લાકડીથી પીઠ અને પગ પર નિર્દયતાથી ફટકા માર્યા હતા. જેના કારણે તેના શરીર પર અનેક જગ્યાએ ઈજાના ગંભીર નિશાન પડી ગયા હતા. શિક્ષકના આ મારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
છત્તીસગઢના માનેન્દ્રગઢ-ચિરમિરી-ભરતપુરની કોટાડોલ ઉચ્ચ માધ્યમિક શાળાની આ ઘટના છે. અહીં 11મા ધોરણના આદિવાસી વિદ્યાર્થી શુભકરણ કુજૂરને ફક્ત એટલા માટે માર મારવામાં આવ્યો કારણ કે તે જૂતા પહેરીને શાળાએ આવ્યો ન હતો.
કોન્ટ્રેક્ટર પરના શિક્ષક મહેન્દ્ર પ્રજાપતિએ તેને વારંવાર લાકડીથી માર માર્યો હતો, જેના કારણે તેના પગ અને પીઠ પર ઊંડા નિશાન પડી ગયા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં વિદ્યાર્થી પીડાથી ચીસો પાડતો જોવા મળે છે, પરંતુ શિક્ષકનું ક્રૂર વલણ જરાય બદલાતું નથી.
આ પણ વાંચો: અમદાવાદમાં દલિતોની 100 વર્ષ જૂની ચાલી અદાણી-પોલીસે તોડી પાડી
આ ઘટના 21 ઓગસ્ટ 2025 ના રોજ કોટાડોલ ઉચ્ચ માધ્યમિક શાળામાં બની હતી. શુભકરણ કુજૂર તે દિવસે જૂતા પહેર્યા વગર શાળાએ પહોંચ્યો હતો, જેના કારણે ગુસ્સે ભરાયેલા શિક્ષક મહેન્દ્ર પ્રજાપતિએ તેને લાકડીથી માર માર્યો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વિદ્યાર્થી પીડાથી કણસતો હતો, પરંતુ શિક્ષક પર તેની કોઈ અસર થઈ ન હતી. પીડિત વિદ્યાર્થીના શરીર પર ઘણા ઈજાના નિશાન જોવા મળ્યા હતા.
મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો, માફી માંગીને મામલો ટળી ગયો
ઘટનાની માહિતી સ્થાનિક કોટાડોલ પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી, પરંતુ શિક્ષકે માફી માંગ્યા બાદ વિદ્યાર્થીએ કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાવી ન હતી. શુભકરણે જણાવ્યું હતું કે શિક્ષકે તેની માફી માંગી છે અને તે નથી ઇચ્છતો કે પોલીસ કાર્યવાહીથી શાળાના શિક્ષણ પર કોઈ અસર થાય.
શાળાના આચાર્ય ગુદ્દુરામ કિસ્પોટાએ જણાવ્યું હતું કે તેઓ ઘટના સમયે શાળામાં હાજર નહોતા અને તાલીમ માટે માનેન્દ્રગઢ ગયા હતા. તેમણે કહ્યું કે મામલો ગંભીર છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: તમિલનાડુની DMK સરકાર બાળકોને હિંદીને બદલે AI-અંગ્રેજી ભણાવશે
શિક્ષણ વિભાગે કાર્યવાહી હાથ ધરી
આ મામલે તાલુકા શિક્ષણ અધિકારી ઇસ્માઇલ ખાને જણાવ્યું હતું કે ફરિયાદ મળ્યા બાદ તપાસ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમે સોમવાર, 25 ઓગસ્ટ 2025 સુધીમાં પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. આ આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
भरतपुर के कोटाडोल उच्चतर माध्यम विद्यालय में जूता पहनकर नहीं आने पर शिक्षक महेंद्र प्रजापति ने 11 वी के छात्र शुभकरण कुजूर को डंडे से इतना मारा कि छात्र के शरीर में कई जगह निशान उभर आया,
छात्र से माफी मांग लेने के कारण थाने में रिपोर्ट नहीं लिखी गई है।
हैवान है 😡
@CGVOICE00777 pic.twitter.com/cnlMB1baDX— CG_04 (@CG_wasi) August 25, 2025
સોશિયલ મીડિયા પર યૂઝર્સમાં આક્રોશ
આ ઘટનાનો વીડિયો વાયરલ થતા લોકોમાં ગુસ્સો ફેલાયો છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે શિક્ષકના આ અમાનવીય વર્તનની નિંદા કરી છે અને કડક કાર્યવાહીની માંગ કરી છે. યૂઝર્સે લખ્યું કે, આ ઘટના શિક્ષણમાં શિસ્તના નામે બાળકો પર થતી હિંસા પર પ્રશ્નો ઉભા કરે છે. આ ઘટના માત્ર શિક્ષક-વિદ્યાર્થી સંબંધો પર જ પ્રશ્નો ઉભા કરતી નથી, પરંતુ શિસ્તના નામે બાળકોને શારીરિક સજા આપવી યોગ્ય છે કે નહીં તે વિચારવા માટે પણ મજબૂર કરે છે. હવે બધાની નજર શિક્ષણ વિભાગની તપાસ અને આગામી કાર્યવાહી પર છે.
આ પણ વાંચો: જંગલમાં રહેતી આદિવાસી વિદ્યાર્થીનીએ NEET પાસ કરી, હવે ડોક્ટર બનશે