તમિલનાડુ(tamilnadu)ના મુખ્યમંત્રી એમકે(DMK) સ્ટાલિને કેન્દ્રની નવી શિક્ષણ નીતિ (NEP) ને ફગાવી દીધી છે, તેની જગ્યાએ તમિલનાડુની રાજ્ય શિક્ષણ નીતિ (SEP) શરૂ કરી છે. આ સાથે, દક્ષિણના રાજ્યમાં એક નવી રાજકીય લડાઈ શરૂ થઈ છે. મુખ્યમંત્રી અને DMK પાર્ટીના વડા એમકે સ્ટાલિને શુક્રવારે કોટ્ટુરપુરમના અન્ના શતાબ્દી લાઇબ્રેરી ઓડિટોરિયમમાં રાજ્ય શિક્ષણ નીતિ (SEP)નું વિમોચન કર્યું અને તેને કેન્દ્રની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)નો વિકલ્પ ગણાવ્યો. રાજ્યની નવી શિક્ષણ નીતિનો મુસદ્દો તૈયાર કરવા માટે ૨૦૨૨માં નિવૃત્ત ન્યાયાધીશ મુરુગેસનની આગેવાની હેઠળ ૧૪ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ ગયા વર્ષે જુલાઈમાં મુખ્યમંત્રીને પોતાની ભલામણો સુપરત કરી હતી અને હવે આ દસ્તાવેજ ઔપચારિક રીતે બહાર પાડવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારની શિક્ષણ નીતિથી ફગાવી દીધી
કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ(NEP)માં ત્રણ ભાષાના સૂત્ર પર ભાર મૂકવામાં આવ્યો હતો. જે અંતર્ગત વિદ્યાર્થીઓને ત્રણ ભાષાઓ શીખવવાની જોગવાઈ કરવામાં આવી છે. આમાં બાળકો માટે હિન્દી અને અંગ્રેજીનો અભ્યાસ ફરજિયાત છે, જ્યારે ત્રીજી સ્થાનિક ભાષા શીખવવાની પણ હિમાયત કરવામાં આવી હતી. તમિલનાડુએ NEP સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને તેની જગ્યાએ રાજ્ય શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે. રાજ્યની આ નવી શિક્ષણ નીતિમાં શિક્ષણ માટે ફક્ત બે ભાષાઓ (તમિલ અને અંગ્રેજી) ની હિમાયત કરવામાં આવી છે. એટલે કે, SEPમાં હિન્દી ફરજિયાત નથી.
NEP થી કેવી રીતે અલગ છે?
તમિલનાડુ પહેલાથી જ દ્વિ ભાષાના સૂત્ર પર ચાલી રહ્યું છે અને હિન્દીનો વિરોધ કરી રહ્યું છે. હવે નવી રાજ્ય શિક્ષણ નીતિ રાજ્યની તમામ શાળાઓને લાગુ પડશે. CBSE, ICSE અને તમિલનાડુ શિક્ષણ બોર્ડ હેઠળ આવતી બધી શાળાઓ તેના કાર્યક્ષેત્રમાં આવશે. રાજ્ય શિક્ષણ નીતિ હેઠળ કોમન એન્ટ્રન્સ ટેસ્ટને બદલે, અંડરગ્રેજ્યુએટ આર્ટ્સ અને અંડરગ્રેજ્યુએટ સાયન્સ કોર્ષમાં પ્રવેશ ૧૧મા અને ૧૨મા ધોરણના એકીકૃત ગુણના આધારે આપવાનું કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં એક મહિનાથી ગુમ દલિત યુવકની લાશ મળી, હત્યા કે મોત?
૧૦મા ધોરણમાં કોઈ નાપાસ નહીં થાય
સ્ટાલિન સરકારની નવી રાજ્ય શિક્ષણ નીતિ કહે છે કે ધોરણ ૩, ૫ અને ૮માં કોઈ પરીક્ષા નહીં લેવાય, જ્યારે કેન્દ્રની નવી શિક્ષણ નીતિમાં આ માટેની જોગવાઈ છે. SEPમાં તેને સામાજિક ન્યાય વિરોધી, શાળા છોડી દેવાના દરમાં વધારો અને શિક્ષણના વ્યાપારીકરણ માટે દોષિત ઠેરવવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ધોરણ ૧૦માં કોઈપણ વિદ્યાર્થીને નાપાસ ન કરવો જોઈએ. સમિતિએ SEPમાં વિજ્ઞાન, એઆઈ અને અંગ્રેજીને પ્રોત્સાહન આપવા તેમજ સરકારી સંસ્થાઓમાં પૂરતા રોકાણનો પ્રસ્તાવ મૂક્યો છે. તેણે શિક્ષણને સમવર્તી યાદીમાંથી રાજ્ય યાદીમાં પાછું લાવવાની પણ ભલામણ કરી છે.
સમગ્ર શિક્ષા યોજના ભંડોળ પર વિવાદ
આ નીતિ એવા સમયે બહાર પાડવામાં આવી છે જ્યારે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે ભંડોળને લઈને તણાવ છે. તમિલનાડુનો આરોપ છે કે કેન્દ્ર સરકારે NEP લાગુ કરવાનો ઇનકાર કરવા બદલ સમગ્ર શિક્ષા યોજના હેઠળ 2,152 કરોડ રૂપિયા રોકી દીધા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે રાજ્ય NEP અપનાવે પછી જ ભંડોળ જારી કરવામાં આવશે. SEP ના લોન્ચ પ્રસંગે મંત્રી ઉદયનિધિ સ્ટાલિને કહ્યું, “જો તેઓ 1,000 કરોડ રૂપિયા આપે તો પણ તમિલનાડુ NEP લાગુ નહીં કરીએ. તમિલનાડુ કોઈપણ રીતે થોપવામાં આવતી બાબત પસંદ નથી.”
આ પણ વાંચો: મોરબીના ધૂળકોટમાં સ્વામિનારાયણ મંદિરે ગયેલી દલિત મહિલાને માર પડ્યો











Users Today : 861
*સો ટકા સાચી વાત છે, ભારતના રાજનેતાઓના વ્હાલા દિકરા દિકરીઓ વિદેશોમાં ફાંકડું અંગ્રેજી ભણે અને ભારતમાં હિન્દુ ધર્મનાં તહેવારોમાં કેવીરીતે ડૂબી મરવું એવું ફાંકડુ શિક્ષણ આપે છે, ઉદાહરણ તરીકે ધાર્મિક કાવડ યાત્રા, 144 વર્ષે આવતો મહાકુંભ મેળો વગેરે વગેરે!
જય સંવિધાન જય ભારત જય વિજ્ઞાન! જયભીમ!