CJI BR Gavai પર ચાલુ કોર્ટમાં બ્રાહ્મણ વકીલે હુમલો કર્યો!

CJI BR Gavai પર ચાલુ કોર્ટમાં એક મનુવાદી બ્રાહ્મણ વકીલે જૂતું ફેંકીને હુમલો કર્યો હતો. બ્રાહ્મણ વકીલે નારા લગાવ્યા, 'સનાતન કા અપમાન નહીં સહેગા હિંદુસ્તાન.'
CJI B R Gavai attack

attacks on CJI BR Gavai: ભારતના ન્યાયતંત્ર માટે આજે કાળઓ દિવસ રહ્યો. CJI બી.આર. ગવઈ(CJI BR Gavai) પર આજે સુપ્રીમ કોર્ટની ચાલુ કાર્યવાહીમાં એક મનુવાદી બ્રાહ્મણ વકીલે જૂતું ફેંકીને હુમલો(attack)કર્યો હતો. ચોંકાવનારી બાબત એ છે કે, જૂતું ફેંક્યા બાદ મનુવાદી બ્રાહ્મણ વકીલે જોર જોરથી સનાતન કા અપમાન નહીં સહેગા હિંદુસ્તાન જેવા નારાઓ લગાવ્યા હતા. સુપ્રીમ કોર્ટના આટલા વર્ષોના ઈતિહાસમાં કદી આ પ્રકારની ઘટના બની નથી. આ પહેલીવાર છે, જ્યારે કોઈ શખ્સે સુપ્રીમ કોર્ટની ચાલુ કાર્યવાહીમાં સીજેઆઈ પર આ રીતે હુમલો કર્યો હોય.

મામલો શું હતો?

આ ઘટના સોમવારે બપોરે સુપ્રીમ કોર્ટના મુખ્ય કોર્ટરૂમ નંબર 1 માં બની હતી. ન્યાયાધીશ બી.આર. ગવઈની આગેવાની હેઠળની બેન્ચ ધાર્મિક સ્વતંત્રતા અને સાંસ્કૃતિક વારસાને લગતા વિવાદાસ્પદ મુદ્દાઓ સાથે સંકળાયેલા સંવેદનશીલ કેસની સુનાવણી કરી રહી હતી. સુનાવણી દરમિયાન, એક વકીલ અચાનક પોતાની સીટ પરથી ઊભો થયો હતો અને સીજેઆઈ બી.આર. ગવઈ તરફ કોઈ વસ્તુ ફેંકી હતી.
બ્રાહ્મણ વકીલની અટકાયત કરાઈ.

આ પણ વાંચોઃ ‘ભગવાનને કહો કંઈક કરે!’, વિષ્ણુની મૂર્તિ મુદ્દે CJI એ આવું કેમ કહ્યું?

પોલીસના જણાવ્યા અનુસાર, કોર્ટ નંબર 1 માં સુનાવણી દરમિયાન સવારે 11:35 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. દિલ્હી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી વકીલની ઓળખ રાકેશ કિશોર તરીકે થઈ છે, જે મયુર વિહાર વિસ્તારનો રહેવાસી છે અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનનો રજિસ્ટર્ડ સભ્ય છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “રાકેશ કિશોરે પોતાના સ્પોર્ટ્સ શૂઝ કાઢીને ચીફ જસ્ટિસ ગવઈ પર ફેંક્યા હતા. સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક તેમની અટકાયત કરી હતી અને તેને સુપ્રીમ કોર્ટ સુરક્ષા એકમને સોંપી દીધો હતો”

પ્રારંભિક તપાસમાં શું બહાર આવ્યું?

જ્યારે ઘટના બની ત્યારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. એક પ્રત્યક્ષદર્શી વકીલે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે વકીલનો પોશાક પહેરેલી એક વ્યક્તિએ ચીફ જસ્ટિસ પર કંઈક ફેંક્યું હતું. સુરક્ષા કર્મચારીઓએ બાદમાં પુષ્ટિ કરી હતી કે તે જૂતા હતા. પ્રત્યર્ષદર્શી વકીલે એમ પણ કહ્યું હતું કે આરોપી કોર્ટની બહાર લઈ જતી વખતે સૂત્રોચ્ચાર કરી રહ્યો હતો. અહેવાલો અનુસાર, રાકેશ કિશોરે કહ્યું, “સનાતન કા અપમાન નહીં સહેલા હિંદુસ્તાન.”

આટલી મોટી ઘટના છતાં, સીજેઆઈ બી.આર. ગવઈ શાંત રહ્યા હતા અને વકીલોને સુનાવણી ચાલુ રાખવા કહ્યું હતું. તેમણે કહ્યું, “આવી બધી બાબતોથી વિચલિત ન થાઓ. અમે વિચલિત નથી થયા. આવી બાબતો મને અસર કરતી નથી.”

આ પણ વાંચોઃ Justice B R Gavai દેશના પહેલા બૌદ્ધ CJI બન્યાં

ઘટના પાછળનું કારણ શું?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મધ્યપ્રદેશના ખજુરાહો મંદિર સંકુલમાં ભગવાન વિષ્ણુની પ્રતિમાના પુનઃસ્થાપન અંગેની અરજીની સુનાવણી દરમિયાન રાકેશ કિશોર સીજેઆઈ ગવઈના નિવેદનથી નારાજ હતો. ખજુરાહોના જાવરી મંદિરમાં ભગવાન વિષ્ણુની 7 ફૂટ ઊંચી જર્જરિત પ્રતિમાના પુનઃસ્થાપન માટે 16 સપ્ટેમ્બરના રોજ અરજી દાખલ કરવામાં આવી હતી.
તેની સુનાવણી દરમિયાન, સીજેઆઈ ગવઈએ અરજીને ફગાવી દેતા કહ્યું, “આ ફક્ત પ્રચાર માટે દાખલ કરાયેલી અરજી છે. જાઓ અને ભગવાનને કંઈક કરવા માટે કહો. જો તમે ભગવાન વિષ્ણુના કટ્ટર ભક્ત હોવાનો દાવો કરી રહ્યા છો, તો પ્રાર્થના કરો અને ધ્યાન કરો.” મુખ્ય ન્યાયાધીશ ગવઈએ પાછળથી કહ્યું કે તેઓ બધા ધર્મોનું સન્માન કરે છે અને સ્પષ્ટતા કરી કે તેમની ટિપ્પણી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના સ્થળની જાળવણીના અધિકારક્ષેત્રના સંદર્ભમાં હતી.

આ પણ વાંચોઃ માથે મેલું પ્રથા નાબૂદ કરવા નક્કર રૂપરેખા તૈયાર કરો: હાઈકોર્ટ

સુપ્રીમ કોર્ટની સુરક્ષાના સવાલો ઉભા થયા

સુપ્રીમ કોર્ટ જેવી આદરણીય સંસ્થામાં આ ઘટના અભૂતપૂર્વ છે અને તેનાથી ઘણા પ્રશ્નો ઉભા થયા છે. રાકેશ કિશોરનો ગુસ્સો તેમની ધાર્મિક લાગણીઓમાં મૂળ હોય તેવું લાગે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે કોર્ટની ગરિમાનું ઉલ્લંઘન થઈ શકે છે. દિલ્હી પોલીસ અને સુપ્રીમ કોર્ટ વહીવટીતંત્ર આ મામલે કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા અને કોર્ટ કાર્યવાહી દરમિયાન ભાવનાત્મક આક્રોશને કેવી રીતે નિયંત્રિત કરવો તે અંગે ચર્ચાઓ શરૂ કરી છે. જેમ જેમ તપાસ આગળ વધશે તેમ તેમ આ કેસમાં વધુ તથ્યો બહાર આવવાની અપેક્ષા છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના સચિવ, ડીજીપીએ CJI B.R. Gavai નું અપમાન કર્યું

4.5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x