આણંદમાં કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની વહેલી સવારે જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરી નાખવામાં આવી. બાકરોલ વિસ્તારમાં આવેલ તળાવ પાસે કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઈકબાલ મલેક ઉર્ફે બાલાની મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. એ દરમિયાન અજાણ્યા શખ્સોએ તેમની છરીના ઘા ઝીંકીને ઘાતકી રીતે હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
પૂર્વ કાઉન્સિલર મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા
મળતી માહિતી મુજબ, પૂર્વ કાઉન્સિલર ઈકબાલ મલેક ઉર્ફે બાલા સવારે ચાલવા માટે બાકરોલ તળાવ પાસે ગયા હતા. આ દરમિયાન અજાણ્યા શખસોએ તેમને આંતરી છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. હુમલા બાદ શખ્સો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ ઈકબાલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો: માથે મેલું પ્રથા નાબૂદ કરવા નક્કર રૂપરેખા તૈયાર કરો: હાઈકોર્ટ
હત્યા પાછળનું કારણ અકબંધ
મીડિયા રિપોર્ટ્સ મુજબ, હાલ હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને હત્યારાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે DySP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થળ પર તપાસ કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત કોંગ્રેસમાં શોકનો માહોલ
પૂર્વ કાઉન્સિલરની હત્યાની ઘટનાને પગલે આણંદ કોંગ્રેસમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતા જ શહેરના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાએ શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
આ પણ વાંચો: ‘ગાંધીનગર સમાચાર’ના મનુવાદી લેખક કનૈયાલાલ ભટ્ટની કોલમ બંધ
*પોલીસ પ્રશાસન હોવા છતાં કરૂણ ઘટનાઓના બની રહી છે! પોલીસ વ્યવસ્થા પણ અંગ્રેજોની દેન છે!