તરસ્યા દલિત યુવકને નિર્વસ્ત્ર કરી જાહેરમાં માર્યો, 7 સામે ફરિયાદ

Crime News: દલિત યુવક પીવા માટે પાણી માંગતો રહ્યો પણ કોઈએ ન આપ્યું. 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ. પોલીસે 4 લોકોની ધરપકડ કરી લીધી છે.
dalit crime

Crime News: છત્તીસગઢના સત્કી જિલ્લામાંથી એક ભયાનક અને શરમજનક ઘટના સામે આવી છે જેણે માનવતાને હચમચાવી નાખી છે. એક દલિત યુવકને કપડાં ઉતરાવીને નિર્દયતાથી માર મારવામાં આવ્યો છે. મારામારી દરમિયાન યુવાન પાણી માટે તડપતો રહ્યો અને લોકો પાસે પાણી માંગતો રહ્યો પણ કોઈએ તેને પીવા માટે પાણી પણ ન આપ્યું.

9 એપ્રિલની ઘટના

આ ઘટના 9 એપ્રિલના રોજ બની હોવાનું કહેવાય છે અને તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના માલખરૌદા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મોટા રબેલી ગામમાં બની હતી. આ કેસની જાણ થતાં પોલીસે 7 લોકો સામે ગુનો નોંધ્યો છે અને 4 લોકોની ધરપકડ કરી લીધી છે.

આખી રાત પકડીને માર માર્યો

મળતી માહિતી મુજબ, ડભરા પોલીસ સ્ટેશનના બસિન ગામનો રહેવાસી રાહુલ આંચલ 9 એપ્રિલની સાંજે મોટા રબેલી ગામ ગયો હતો. એ દરમિયાન, યુવકનો ગામના કેટલાક યુવાનો સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો. કેટલાક લોકો કહે છે કે આ પ્રેમ પ્રકરણનો મામલો છે. એ પછી ગામલોકોએ આખી રાત રાહુલને માર માર્યો. બીજા દિવસે સવારે તેને ફરીથી કપડાં ઉતારીને જાહેરમાં મારવામાં આવ્યો.

યુવકને માથા, આંખો સહિત અનેક જગ્યાએ ઈજા

એટલું જ નહીં, તેને નગ્ન કરીને ગામમાં ફરાવવામાં આવ્યો. એ દરમિયાન યુવક રાહુલ પાણી માટે તડપતો રહ્યો. તેણે ગામલોકો પાસે પાણી માંગ્યું પણ કોઈએ તેને પીવા માટે પાણી ન આપ્યું. ઘાયલ યુવકની હાલત હજુ પણ ગંભીર છે. તેમને માથા, આંખો અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ થઈ છે. હાલમાં યુવકને રાયગઢ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ ઘટના દરમિયાન ગામના મોટાભાગના લોકો મૂક પ્રેક્ષક બન્યા રહ્યા. કોઈએ પણ આરોપીઓને રોકવાનો પ્રયાસ કર્યો નહીં.

આ સાત સામે ગુનો નોંધાયો

આ ઘટનાને લઈને દલિત સમાજ રોષે ભરાયો હતો અને દલિત અગ્રણી જીઆર વણજારાની ફરિયાદના આધારે પોલીસે મોટા રબેલીના રહેવાસી સૂર્ય ચંદ્રા, બળવંત ચંદ્રા, ગોવિંદ ચંદ્રા, હેમપ્રકાશ ચૌહાણ, ચક્રધર ચંદ્રા, મણિ ચંદ્રા અને ભાગી ચંદ્રા સામે 10 મુખ્ય કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. આ પૈકી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ યુવકનું નિવેદન લીધા બાદ 7 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ કેસ નોંધાયો

સત્કી જિલ્લાના એસડીઓપી મનીષ કુંવરના જણાવ્યા પ્રમાણે 4 આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેમની પૂછપરછ ચાલી રહી છે, પુરાવા એકત્રિત કર્યા પછી તેમની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવશે. આરોપીઓ વિરુદ્ધ એસસી-એસટી એક્ટ સહિત અન્ય ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: દલિત નેતા મંદિરમાં જતા ભાજપ નેતાએ ગંગાજળ છાંટી મંદિર ‘પવિત્ર’ કર્યું

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Soma parmar
Soma parmar
17 days ago

BJP sarkaar ne aava gunegaro nathi dekhata??

તમારા મતે પહેલગામ જેવા આતંકવાદી હુમલા રોકવા માટેની સૌથી વધુ જવાબદારી કોની છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x