બુંદેલી ભાષા (Bundeli language) માં પહેલીવાર સંપૂર્ણ રીતે પ્રોફેશનલ સ્તરે તૈયાર કરાયેલ ક્રાઇમ વેબ સિરીઝ (first crime web series) કૃપયા ધ્યાન દીજિયે (kripiya dhyaan dijiye) બુંદેલખંડની મિટ્ટી સાથે જોડાયેલી કથાઓને પડદા પર જીવંત કરે છે. આ વેબસિરીઝ Dhatura YouTube Channel પર 10 ફેબ્રુઆરી 2025થી રિલીઝ થશે અને તેની કથાઓ રોજિંદા ઘટનાઓ પર આધારિત છે. આ વેબ સિરીઝ નાની-નાની વાતોથી શરૂ થઈને જીવન બદલતી ઘટનાઓ સુધી પહોંચે છે.
આ સિરીઝના નિર્માણમાં ભારતીય સિનેમાના જાણીતા નામો અશ્વિની સિધવાણી (ઝુંડ, સૈરાટ), દક્ષિણ છારા (Dakshin Chhara) (સમીર બોલિવૂડ ફિલ્મના નિર્દેશક અને ડોક્યુમેન્ટરી નિષ્ણાત) અને બુંદેલખંડના પ્રતિભાશાળી અભિનેતા ઇશ્તિયાક ખાન જોડાયેલા છે.
આ વેબ સિરીઝના દિગ્દર્શનની જવાબદારી અમદાવાદના જાણીતા ફિલ્મમેકર અને બહુજન સમાજનું ગૌરવ એવા દક્ષિણ બજરંગે છારા (Dakshin Chhara) સંભાળી રહ્યાં છે. અત્યાર સુધીમાં 100 થી વધુ ફિલ્મો બનાવી ચૂકેલા દક્ષિણભાઈ અગાઉ તેમની બહુચર્ચિત ફિલ્મ સમીરને લઈને પણ ભારે ચર્ચામાં રહ્યા હતા. અમદાવાદના છારાનગરમાં છારા સમાજનું બુધન થિયેટર ઉભું કરીને અનેક યુવકોની જિંદગી બદલી નાખનાર દક્ષિણભાઈ હવે પહેલીવાર તેઓ વેબ સિરીઝના ડિરેક્શનમાં હાથ અજમાવવા જઈ રહ્યા છે.
Read Also: સેક્યુલર ભારતમાં પહેલીવાર મુસ્લિમ મંત્રી વિનાની ભારત સરકાર
આ વેબ સિરીઝની કથા અને સંકલ્પના ઇશ્તિયાક ખાન (Ishtiaq Khan) ની છે. સિદ્ધાર્થ રત્નમ દ્વારા સંવાદ અને સ્ક્રિનપ્લે લખવામાં આવ્યો છે અને અપૂર્વા શાહ અને અભિષેક દુબે સહાયક દિગ્દર્શન તરીકે જોડાયા છે. આ સિરીઝની સૌથી મહત્વની બાબત એ છે કે દક્ષિણ છારાએ છેક બૂંદેલખંડ જઈને ત્યાંની પ્રાદેશિક ભાષામાં ભારતમાં પહેલી વખત પ્રોફેશનલ રીતે ત્યાંની જ ઘટનાઓ પાર વેબ સિરીઝનું નિર્માણ કર્યું છે. ભાષા સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલા અને આદિવાસી ભાષાઓ સાથે વર્ષો શ્રી ગણેશ દેવી જેવા ભાષાવિધ સાથે કામ કરનાર દક્ષિણને ભારત ના વિવિધ પ્રદેશોમાં વિવિધ ભાષા/બોલિયોમાં નાટકો અને ફિલ્મો બનાવીને તમને જીવંત રાખવામાં ઘણી મદદ કરી રહ્યા છે.
read also: દેશની પહેલી દલિત હિરોઈન PK Rosy ની કરૂણ કહાની

આ વેબ સીરિઝ વિશે દક્ષિણ છારાને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે “ભારત પાસે ભાષા/બોલીઓ નો ભંડાર છે અને એની અંદર આપણી સંસ્કૃતિ અને અભિવ્યક્તિ પડેલી છે. લોકો ની સાચી અભિવ્યક્તિ એમની પોતાની ભાષા/બોલી માં જ થઇ શકે છે અને આ જ વસ્તુ એ મને વિચાર આપ્યો કે કેમ ના હું બીજા પ્રદેશોમાં જઇ ને ત્યાંની વિવિધ ભાષા/બોલીઓ માં નાટ્ય અને ફિલ્મ ક્ષેત્ર મારો પ્રદાન આપું. આ વાત મેં બોલિવૂડ ના નામાંકિત એક્ટર ઇશ્તિયાક ખાન ને અને મૂળ અમદાવાદ ની જ અશ્વિની સિડવાનીને વાત કરી અને એમાંથી “ધતુરા” you tube ચેનલ ના નિર્માણ નો નિર્ણય લીધો.
આ વેબ સિરીઝમાં અમોએ લગભગ 100 જેટલા બુંદેલી બોલી બોલનારા કલાકારોને તક આપી છે તેમાં રામ દુબે, સિયા ચૌબે, દીપગંગા સાહૂ, મયંક વિશ્વકર્મા, રવિન્દ્ર દુબે કક્કા, આયુષી ચૌરસિયા, રિયા, હિમાલય, યશસ્વિની ઠાકુર, જ્યોતિ અને ઘણા અન્ય કલાકારોનો સમાવેશ થાય છે. “કૃપયા ધ્યાન દિજીયે ” નામ માત્ર એક શીર્ષક નથી, તે એક સંદેશ છે—જીવન પ્રત્યે સચેત અને સંવેદનશીલ રહેવાનો. બુંદેલી ભાષા અને સંસ્કૃતિને સચોટ રીતે રજૂ કરતી આ વેબસિરીઝ માત્ર મનોરંજન નહીં, પણ સમાજમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ પણ કરશે. 10મી ફેબ્રુઆરી ના દિવસે આનો પહેલો એપિસોડ રિલીઝ થશે. આ વેબ સીરિઝ જોવા માટે ધતુરા You tube ચેનલ સબ્સક્રાઈબ કરીને જોઈ શકાશે.
Read Also: 2035 સુધીમાં ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવાશે, મહાકુંભમાં જાહેરાત
વેબ સિરીઝનું ટ્રેલર ટ્યુબ પર જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.