હિંદુ ધર્મમાં કહેવાય છે કે, બાળકો ભગવાનનું રૂપ હોય છે. પરંતુ RSS જેવી જાતિવાદી સંસ્થાઓ બાળકોમાં ભગવાનનું સ્વરૂપ જોવાને બદલે પહેલા તેમની જાતિ જુએ છે. સંઘને સવર્ણ હિંદુઓના બાળકોમાં ભગવાન તો જ દેખાય છે, જો તે કથિત સવર્ણ જાતિના હોય. જો તે બાળકો દલિત, આદિવાસી કે ઓબીસી સમાજનું હોય, તો સંઘીઓને તેમનામાં ભગવાન જોવાની ટેવ નથી.
સંઘીઓની આવી માનસિકતાને ઉજાગર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. મામલો હિમાચલ પ્રદેશના બિલાસપુરનો છે. અહીં શિવરાત્રી દરમિયાન RSS દ્વારા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દલિત બાળકોને કાર્યક્રમથી દૂર કોથળા પર બેસાડીને અલગથી ભોજન પીરસવામાં આવ્યું હતું. આ ઘટના સદર પંચાયત સમિતિ હેઠળ આવતા કસોહલ ગામમાં બની હતી. જ્યાં શિવરાત્રીના કાર્યક્રમ દરમિયાન અનુસૂચિત જાતિ (SC) ના બાળકોને અલગથી બેસાડવામાં આવ્યા હતા. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી છે.

આ પણ વાંચો: તમિલનાડુમાં સ્કૂલમાં ઘૂસી કાર્યક્રમ કરનાર 40 RSS કાર્યકરોની ધરપકડ
દલિત બાળકોને કાર્યક્રમથી દૂર બેસાડ્યા
બિલાસપુર સદર વિસ્તારના કસોહલ ગામમાં આ ઘટના બની હતી. રાજપૂતોએ RSS સાથે મળીને શિવરાત્રી પર્વનું આયોજન કર્યું હતું. એવો આરોપ છે કે આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન અનુસૂચિત જાતિ (SC) ના બાળકો સાથે ભેદભાવ કરવામાં આવ્યો હતો. જ્યારે ભોજનનો સમય થયો ત્યારે, SC બાળકોને અન્ય લોકોથી દૂર બેસાડી, મુખ્ય સ્થળથી દૂર અલગથી ભોજન પીરસવામાં આવ્યું હતું. આ કૃત્યથી વિસ્તારમાં વ્યાપક ગુસ્સો ફેલાયો છે.

RSS સાથે જોડાયેલી સંસ્થાએ આયોજન કર્યું હતું
શિવરાત્રીના પવિત્ર તહેવાર પર બનેલી આ ઘટનાએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે RSS સાથે જોડાયેલી એક સંસ્થા પણ આ ઘટનામાં સામેલ હતી. ખુલ્લી અસ્પૃશ્યતાની આ ઘટનાથી લોકોમાં વ્યાપક આક્રોશ ફેલાયો છે. લોકો તેને કળિયુગમાં માનવતાનું મૃત્યુ ગણાવી રહ્યા છે. લોકો કહે છે કે આજના સમયમાં માણસ માણસનો સૌથી મોટો દુશ્મન બની ગયો છે.
આ પણ વાંચો: ‘RSS કાર્યકરો નાનપણથી મારો રેપ કરતા હતા, તેમનો વિશ્વાસ ન કરો!’
શું RSS માટે દલિતો હિંદુ નથી?
આ ઘટનાથી ગામની સમાજની એકતાને ઊંડી ઠેસ પહોંચી છે. લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે હિંદુ એકતાની વાતો કરતા આરએસએસ માટે શું SC સમાજના બાળકો હિન્દુ નથી? એક તરફ, સમગ્ર હિન્દુ સમાજને એક કરવાની વાત થઈ રહી છે, તો બીજી તરફ, નિર્દોષ બાળકો સામે ખુલ્લેઆમ આવી અસ્પૃશ્યતા આચરવામાં આવી રહી છે
આ પણ વાંચો: શું RSS એ ભારતની આઝાદી માટે બલિદાન આપ્યું હતું?










