‘RSS કાર્યકરો નાનપણથી મારો રેપ કરતા હતા, તેમનો વિશ્વાસ ન કરો!’

RSS સાથે જોડાયેલા એક સોફ્ટવેર એન્જિનિયર યુવકે RSS ના કાર્યકરો દ્વારા વારંવાર કરવામાં આવતા બળાત્કારથી કંટાળી આપઘાત કરી લીધો!
suicide raped by RSS worker

“જ્યારે હું માત્ર 3-4 વર્ષનો હતો, ત્યારે NM નામના એક પાડોશીએ મારું જાતીય શોષણ કરવાનું શરૂ કર્યું હતું. તે વારંવાર મારા પર રેપ કરતો હતો. NM ને અમે મારા ભાઈ અને સંબંધી જેવો માનતા હતા. RSS-BJPનો સક્રિય કાર્યકર હતો.”

કેરળના કોટ્ટાયમ જિલ્લાના થંપલાકડ વિસ્તારના 26 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર આનંદુ અજીની સ્યુસાઈડ નોટના આ શબ્દો છે. તેની આત્મહત્યાએ સમગ્ર દેશને આઘાત પહોંચાડ્યો છે. આપઘાત કરતા પહેલા તેણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના કેટલાક કાર્યકરો પર બાળપણથી જ તેનું જાતીય શોષણ કરવાનો આરોપ લગાવતી એક ગંભીર પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર કરી હતી. આ પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

કેરળના યુવકે સંઘીઓથી કંટાળી આપઘાત કર્યો!

મીડિયા રિપોર્ટ મુજબ, ગુરુવારે સાંજે તિરુવનંતપુરમના તમ્પનૂર વિસ્તારમાં આનંદુ અજીનો મૃતદેહ એક લોજ રૂમમાં લટકતો મળી આવ્યો હતો. પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. 15 પાનાની પોતાની પોસ્ટમાં, આનંદુએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેની આત્મહત્યાનું કારણ પ્રેમ સંબંધ, દેવું કે અન્ય સમસ્યાઓ નહોતી, પરંતુ ચિંતા, હતાશા અને દવાઓની આડઅસર હતી. જોકે, તેણે મુખ્યત્વે RSS પર નિશાન સાધ્યું હતું, તેના પિતાએ તેને નાનપણમાં RSS ની શાખામાં પ્રવેશ અપાવ્યો હતો.

આ પણ વાંચો: 100 વર્ષમાં એક પણ દલિત RSS પ્રમુખ કેમ નથી બન્યો?

આનંદુએ લખ્યું, “સંઘની શાખાઓમાં વારંવાર મારું જાતિય શોષણ થયું”

આનંદુએ પોતાની પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે જ્યારે તે માત્ર 3-4 વર્ષનો હતો, ત્યારે NM નામના એક પાડોશીએ તેનું જાતીય શોષણ કરવાનું શરૂ કર્યું હતું. તે NM ને ભાઈ અને સંબંધી માનતો હતો અને તે RSS-BJPનો સક્રિય કાર્યકર હતો. આનંદુએ લખ્યું હતું કે, “તે વારંવાર મારું શોષણ કરતો રહ્યો. હું તેના માટે સેક્સ ટૂલ જેવો હતો.”  બાદમાં RSSના ઘણા સભ્યોએ ITC અને OTC કેમ્પમાં પણ તેનું જાતીય અને શારીરિક શોષણ કર્યું હતું. આનંદુએ કહ્યું, “મને નામ યાદ નથી, પરંતુ ITC અને OTC કેમ્પમાં મારું જાતીય શોષણ થયું હતું. મને કોઈ કારણ વગર લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો.”suicide raped case

“RSS ના કાર્યકરો-સભ્યો સાથે કદી મિત્રતા ન કરવી”

આનંદુએ પોતાની માનસિક બીમારી ઓબ્સેસિવ-કમ્પલ્સિવ ડિસઓર્ડર (OCD) માટે પણ બાળપણના જાતીય શોષણને જવાબદાર ગણાવ્યું હતું. તેણે લખ્યું કે, તે છેલ્લા દોઢ વર્ષથી થેરાપી લઈ રહ્યો હતો અને છ મહિનાથી દવા લઈ રહ્યો હતો, જેના કારણે તેની એકાગ્રતા પર અસર પડી રહી હતી. તેની પોસ્ટમાં, આનંદુએ RSS વિશે ચેતવણી આપતા લખ્યું હતું કે, “ક્યારેય RSS ના કાર્યકરો-સભ્યો સાથે કદી મિત્રતા ન કરવી. પછી ભલે તે તમારા પિતા, ભાઈ કે પુત્ર હોય, તેમને તમારા જીવનમાંથી કાઢી મૂકો. તેઓ ઝેર ફેલાવે છે, અસલી ગુનેગારો એ જ છે.” તેણે એ પણ સ્વીકાર્યું કે તેની પાસે આ બાબતોના કોઈ ફિઝિકલ પુરાવા નથી. પણ તેણે લખ્યું કે, “મારું જીવન જ તેનો પુરાવો છે.”

“માતાપિતાએ બાળકોને ‘ગુડ ટચ બેડ ટચ’ની સમજ આપવી જોઈએ”

છેલ્લી પોસ્ટમાં આનંદુએ તમામ માતાપિતાને એક ખાસ સંદેશ આપ્યો, તેમને વિનંતી કરી કે તેઓ તેમના બાળકોને “ગુડ ટચ અને બેડ ટચ” વિશે જાગૃત કરે, તેમની સાથે સમય વિતાવે અને વિશ્વાસપાત્ર સંબંધ બનાવે જેથી બાળકો ડર કે શરમના માર્યા ચૂપ ન રહે.

આ પણ વાંચો: બંધારણમાંથી ‘સમાજવાદી’, ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ હટાવો? – RSS મહાસચિવ

તેણે લખ્યું, “બાળપણનો આઘાત ક્યારેય સંપૂર્ણપણે દૂર થતો નથી; તે જીવનભર તેમની સાથે રહે છે. હું ઈચ્છું છું કે દુનિયામાં કોઈ પણ બાળક મારા જેવી પીડા સહન ન કરે.” તેણે તેની બહેન અમ્મુનો પણ બચાવ કર્યો અને સ્પષ્ટ કર્યું કે તેની આત્મહત્યાનો તેના આંતરજાતિય લગ્ન અથવા તેના કોઈપણ નિર્ણયો સાથે કોઈ સંબંધ નથી. નાણાકીય પાસાં અંગે, આનંદુએ લખ્યું કે તે શેર, મ્યુચ્યુઅલ ફંડ અને ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરીને પોતાનું દેવું ચૂકવવા માંગતો હતો.

પ્રિયંકા ભારતીએ સંઘ પર નિશાન સાધ્યું

આનંદુની સોશિયલ મીડિયા પરની છેલ્લી પોસ્ટે બધાને ચોંકાવી દીધા છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના પ્રવક્તા પ્રિયંકા ભારતીએ ટ્વિટર પર આ સમાચાર શેર કરતા કહ્યું, “RSS દેશ માટે ખતરો છે.” આ પોસ્ટને હજારો યૂઝર્સે શેર કરીને RSS પર સવાલો ઉભા કર્યા હતા.

CPI-M એ કડક કાર્યવાહી કરવા વિનંતી કરી

આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં પણ ભારે વિવાદ ઉભો કર્યો છે. કેરળમાં CPI-M ની યુવા પાંખ DYFI ના રાજ્ય ઉપાધ્યક્ષ વીકે સનોજે આ ઘટનાની સંપૂર્ણ તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું, “આનંદુના છેલ્લા શબ્દો RSS ની અમાનવીય વિચારધારાનો પર્દાફાશ કરે છે, આવી વિચારધારાને સમાજે સંપૂર્ણપણે નકારી કાઢવી જોઈએ. બાળકોને આવી શિબિરોથી દૂર રાખવા જોઈએ.” સનોજે RSS ના એ સભ્યોને, જેઓ ગુનેગારો છે, તેમને કાયદાના કઠેડામાં લાવવાની પણ માંગ કરી છે. જો કે, દર વખતની જેમ પોતાની નિમ્નસ્તરની પ્રવૃત્તિઓ ખૂલ્લી પડી જતી દેખાતા આ બાબતે RSS તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.

બાળકોને સંઘની શાખામાં મોકલતા વાલીઓ માટે ચેતવણી

આનંદુના પરિવારની ફરિયાદના આધારે પોલીસે જાતીય શોષણના આરોપોની તપાસ શરૂ કરી છે. આ કિસ્સો ફક્ત વ્યક્તિગત આઘાતજનક અનુભવ જ નથી, પરંતુ સંસ્થાઓમાં બાળકોની સલામતી અંગે પણ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. આનંદુના મોતે સમાજને એ વિચારવા પર મજબૂર કરી દીધો છે કે, માનસિક અને ભાવનાત્મક ટ્રોમા સાથે ઝઝૂમી રહેલા યુવાનોની વધુ સારી કાળજી અને રક્ષણ કેવી રીતે સુનિશ્ચિત કરવી.

આ પણ વાંચો: ફાયનાન્સ કંપનીની ધમકીઓથી દલિત મજૂરે ટ્રેન આગળ કૂદી આપઘાત કર્યો

3.7 3 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમજીભાઈ
પ્રેમજીભાઈ
1 month ago

આવાં કિસ્સાઓ દબાવી દેવામાં આવતા હોય છે,
સત્ય ઉપર પડદો પાડવા એડીચોટીનું જોર લગાવવામાં આવતુ હોય છે,

CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x