રાજસ્થાનના અલવરના એક ગામમાં અસામાજિક તત્વોએ એક દલિત દંપતી પર હુમલો કરી તેમના હાથપગ ભાંગી નાખ્યા હતા. મામલો પૂઠી ગામનો છે. અહીં જમીન વિવાદને લઈને એક દલિત પરિવાર પર માથાભારે તત્વોએ હુમલો કર્યો હતો. પીડિત પુરણ બલાઈ અને તેમની પત્ની તેમના બાપદાદા વખતના ખેતરમાં વાવેલા કપાસના પાકનું નિરીક્ષણ કરવા ખેતરમાં ગયા હતા. એ દરમિયાન કાલે ખાન, તેના ચાર પુત્રો અને પરિવારના અન્ય સભ્યોએ લાકડીઓ અને લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો. હુમલામાં દલિત વૃદ્ધ પુરણ બલાઈના બંને પગ ભાંગી ગયા હતા.
જ્યારે તેમની પત્નીના હાથમાં ફ્રેક્ચર થયું હતું. બંનેને તાત્કાલિક અલવર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર છે.

પીડિતના પુત્ર દિનેશે રામગઢ પોલીસ સ્ટેશનમાં હુમલાખોરો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. રિપોર્ટમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે માથાભારે પરિવાર લાંબા સમયથી પીડિત પરિવારની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ ઘટના બાદ પૂઠી ગામ અને આસપાસના વિસ્તારોમાં દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો હતો.
આ પણ વાંચો: દુષ્કર્મ પીડિતા દલિત સગીરાએ સમાધાનની ના પાડતા પોલીસે માર માર્યો?

બુધવારે, સેંકડો દલિત લોકો રામગઢ ડીએસપીની ઓફિસે પહોંચ્યા હતા અને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી હતી. પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી હતી કે જો ગુનેગારો સામે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ તેમના વિરોધને વધુ તીવ્ર બનાવશે.
પીડિતે કહ્યું, “અમે અમારી જમીન પર કપાસનું નિરીક્ષણ કરવા ગયા હતા. અચાનક, કાલે ખાન અને તેના પુત્રોએ અમને ઘેરી લીધા. તેમણે કહ્યું કે જમીન તેમની છે અને તેઓ અમને મારી નાખશે. તેમણે મારા પગ ભાંગી નાખ્યા અને મારી પત્નીનો હાથ તોડી નાખ્યો. અમે ગરીબ છીએ, પરંતુ અમે અમારા અધિકારો છોડીશું નહીં. અમને ન્યાય જોઈએ છે.
રામગઢના ડીએસપીએ ઘટનાસ્થળની મુલાકાત લઈને પીડિત પરિવાર સાથે વાત કરી. તેમણે તેમને નિષ્પક્ષ તપાસની ખાતરી આપી અને કહ્યું કે પીડિત પરિવાર તેમના નિવેદનો પૂર્ણ કરે કે તરત જ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નિવેદનો દાખલ કરવામાં વિલંબને કારણે તપાસમાં થોડો સમય લાગી રહ્યો છે, પરંતુ અમે ટૂંક સમયમાં બધા આરોપીઓની ધરપકડ કરીશું. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જમીન વિવાદની પુષ્ટિ થઈ છે અને ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
આ પણ વાંચો: અમરેલી નિલેશ રાઠોડ હત્યા કેસમાં સરકારી વકીલની નિમણૂંક કરાઈ












Aava jatankvadi loko na sarkaar ancounter kem nathi karati???
*રાજસ્થાન સરકારે નવી પેઢીનાં “તાલીબાનો”! અને જાતિવાદી માનસિકતા ધરાવતાં લોકોને અંકુશમાં લેવાની
ખાસ જરૂર છે, હવે તો દલિતોએ પણ શાનમાં સમજી લેવાની જરૂર છે!