બળાત્કાર જેવા જઘન્ય અપરાધમાં પણ કઈ હદે કાયદો વ્યવસ્થાના લીરેલીરાં ઉડાવી દેવાય છે તેનો આ ઘટના પુરાવો છે. ઉત્તરપ્રદેશના મેરઠ(meerut)માં એક 21 વર્ષની દલિત દીકરી (Dalit girl)સાથે અન્ય જાતિના યુવકે બળાત્કાર (Raped) ગુજાર્યો હતો. આ મામલે યુવતીનો પરિવાર પોલીસ ફરિયાદ ન કરે તે માટે યુવકની જાતિના લોકોએ ગ્રામ પંચાયતની બેઠક બોલાવી, તેમાં યુવતીના પરિવારને બોલાવી ધમકાવીને રૂ. 2.5 લાખમાં પરાણે સમાધાન કરાવી દીધું હતું.
૨૧ વર્ષની દલિત છોકરી પર બળાત્કારના કેસમાં પંચાયતે ૨.૫ લાખ રૂપિયામાં સમાધાન કરી લેવા દબાણ કર્યું. આરોપી યુવક દલિત દીકરીનો અશ્લિલ વીડિયો તેના સાસરિયાના ઘરે લીક કરવાની અને તેને મારી નાખવાની પણ ધમકી આપી રહ્યો હતો. આખરે દલિત દીકરીએ હિંમત બતાવી પોલીસ ફરિયાદ નોંધાવતા હવે 5 લોકો સામે FIR નોંધાઈ છે.
આ પણ વાંચોઃ દલિત સગીરાને 4 યુવકોએ બે મહિના સુધી ગોંધી રાખી ગેંગરેપ કર્યો
ઓગસ્ટ 2023માં 21 વર્ષની દલિત દીકરી પર કથિત સવર્ણ જાતિના એક શખ્સે બળાત્કાર કર્યો હતો. આ ઘટના બાદ ગામના કહેવાતા વડીલોએ પંચાયત બોલાવી અને મામલો દબાવવા માટે દલિત દીકરીના પરિવારને 2.5 લાખ રૂપિયા ચૂકવવા કહ્યું. દીકરીનો પરિવાર ન્યાય ઈચ્છતો હતો પણ સવર્ણોની બહુમતી સામે તેમનું કશું ચાલે તેમ નહોતું. આ ઘટનાના થોડા મહિના પછી દલિત દીકરીના લગ્ન નક્કી થયા, પરંતુ પેલા બળાત્કારી લુખ્ખાએ તેના ભાવિ પતિને અશ્લિલ વીડિયો મોકલ્યો, જેના પરિણામે દીકરીના લગ્ન તૂટી ગયા.
A 21-year-old #Dalit woman was allegedly raped by an upper caste man in August 2023.
She and her family were forced to settle the matter for Rs 2.5 lakh at a panchayat.
When her marriage was called off due to threats and a leaked video.
Read further 🔗… pic.twitter.com/KAJSuEWVsw
— The Times Of India (@timesofindia) March 8, 2025
છોકરીના પિતાએ કહ્યું કે તેમની પુત્રી સાથેની આ ઘટના બાદ તેમને પંચાયતમાં કેસ પાછો ખેંચવા મજબૂર કરવામાં આવ્યા હતા. તેમણે ગામ છોડી દીધું અને બીજી જગ્યાએ દીકરીના લગ્ન નક્કી કર્યા, પરંતુ આરોપીઓએ ત્યાં પણ અશ્લિલ વીડિયો લીક કર્યો. દીકરીની માતાએ કહ્યું કે આરોપીના પરિવારે તેમને માર માર્યો અને તેમના કપડાં ફાડી નાખ્યા હતા.
આ પણ વાંચોઃ દલિત સગીરા પર 5 યુવકોનો ગેંગરેપ, વીડિયો તેના ભાઈને મોકલ્યો
પોલીસ શું કહે છે?
પોલીસના જણાવ્યા પ્રમાણે શરૂઆતમાં તેમને આ ઘટના વિશે કોઈ માહિતી આપવામાં આવી ન હતી, પરંતુ હવે ફરિયાદ મળ્યા બાદ પાંચ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આ કેસમાં હજુ વધુ તપાસ કરવાની બાકી છે, એ પછી તે આરોપીની ધરપકડ કરશે.
હાફિઝપુરના SHO આશિષ કુમારે કહ્યું, ‘મને ઘટના વિશે શરૂઆતની માહિતી આપવામાં આવી ન હતી. હવે એક લેખિત ફરિયાદ મળી છે, જેના પગલે પાંચ વ્યક્તિઓ સામે IPC કલમ 376 (બળાત્કાર), 354 (હુમલો અથવા ગુનાહિત બળ) અને 506 (ગુનાહિત ધાકધમકી) હેઠળ FIR નોંધવામાં આવી છે. એસએચઓએ કહ્યું, ‘ઘટનાની તપાસ માટે ટીમો બનાવવામાં આવી છે અને ધરપકડ કરવામાં આવશે.’ જો કે આ ઘટનામાં એટ્રોસિટીની કલમ કેમ લગાવવામાં નથી આવતી તે સવાલ ચોક્કસ થાય છે.
આ પણ વાંચોઃ 7 વર્ષની દલિત બાળકી પર બળાત્કાર, હાલત ગંભીર