દલિત સગીરાને 4 યુવકોએ બે મહિના સુધી ગોંધી રાખી ગેંગરેપ કર્યો

દલિત સગીરા 3 જાન્યુઆરીએ ગુમ થઈ હતી ત્યારથી તેની ભાળ મળતી નહોતી. અચાનક 2 માર્ચે તે ઘરે પરત ફરી ત્યારે તેની સાથે થયેલી બર્બરતાનો ખ્યાલ આવ્યો.
Gangrape

Dalit Minor Raped : ઉત્તર પ્રદેશ(UP)ના મુરાદાબાદ(Moradabad)માં એક દલિત સગીરા (Dalit minor) સાથે સામુહિક દુષ્કર્મ (Gang raped)ની ઘટના સામે આવી છે. 4 મુસ્લિમ યુવકોએ 14 વર્ષની સગીરાનું અપહરણ કરીને 2 મહિના સાથે તેના પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓએ તેનું કારમાં અપહરણ કર્યું હતું અને પછી તેને એક રૂમમાં ગોંધી રાખી દુષ્કર્મ આચરતા રહ્યા હતા. આશરે 2 મહિના સુધી સગીરા સાથે આ પ્રકારે ક્રૂરતા આચરવામાં આવી હતી.

આ મામલે પીડિતાની કાકીએ ભગતપુર પોલીસ સ્ટેશન (Bhagatpur police station) માં ફરિયાદ દાખલ કરી છે. બાદમાં પોલીસે ચાર આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 70(1), 123, 127(4), 299, 351(3), 124(1), તેમજ પોક્સોની ધારા 5, 6 અને એસસી/એસટી એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. ત્યારબાદ પોલીસે મુખ્ય આરોપી સલમાનને પકડી લીધો છે. હાલ પોલીસ આ મામલે અન્ય આરોપીની પણ તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ ઘરમાં ઘૂસી એક દલિત દીકરીને ઉપાડી ગયા, બીજીની હત્યા કરી?

પીડિતાની કાકીએ જણાવ્યું કે, સગીરા ગુમ થઈ ત્યારથી તેની શોધખોળ ચાલી રહી હતી પરંતુ કોઈ ભાળ નહોતી મળતી. તેમણે 3 જાન્યુઆરીએ લાપતાની ફરિયાદ નોંધાવી હતી પરંતુ પોલીસ તેને શોધી શકી નહોતી. દરમિયાન 2 માર્ચે તે અચાનક ઘરે પરત ફરી ત્યારે તેના પર શું વિત્યું હતું તેનો ઘટસ્ફોટ થયો હતો.

પોલીસ સ્ટેશનની ફરિયાદ અનુસાર ઘરે પહોંચીને સગીરાએ જણાવ્યું કે, આરોપીઓએ તેની સાથે બે મહિના સુધી દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે પણ તે ભાનમાં આવતી અને ખાવાનું માંગતી ત્યારે આરોપીઓ તેને માંસ ખાવા આપતા હતા અને વારંવાર તેના મોં પર એસિડ ફેંકવાની ધમકી આપતા હતાં. સતત બે મહિના સુધી સગીરા સાથે સામુહિક દુષ્કર્મ બાદ તેને ભોજપુર ગામ પાસે છોડી દેવાઈ હતી. આરોપીઓએ તેને છોડી દેતા પહેલા ધમકી આપી હતી કે, જો તેણે આ બાબતે ઘરે કશી જાણ કરી તો તેને અને તેની કાકીને ઉપાડી લઈશું.

આ મામલે ગ્રામ્ય એસપી કુંવર આકાશ સિંહે જણાવ્યું છે કે, 3 માર્ચે અમને ફરિયાદ મળી હતી, જેમાં જણાવવામાં આવ્યું કે સગીરા સાથે સામુહિક દુષ્કર્મ કરવામાં આવ્યો છે. જ્યારે તે બજાર ગઈ હતી ત્યારે 4 યુવકોએ તેનું અપહરણ કરી 2 મહિના સુધી સતત તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ભગતપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. હાલ ગુનો દાખલ કરી એક આરોપીની ધરપકડ કરી છે અને અન્યની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃ દલિત સગીરા પર 5 યુવકોનો ગેંગરેપ, વીડિયો તેના ભાઈને મોકલ્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે પહેલગામ જેવા આતંકવાદી હુમલા રોકવા માટેની સૌથી વધુ જવાબદારી કોની છે?
0
Would love your thoughts, please comment.x
()
x