‘રેપ થયો તો શું થયું? આ 1 લાખ લઈને સમાધાન કરી લે..’

Dalit News: છ મહિનાનો ગર્ભ ધરાવતી દલિત મહિલા પર ગામના માથાભારે સવર્ણ શખ્સે રેપ કર્યો. એ પછી જે થયું તે જાણીને ચોંકી જશો.
Dalit News Dehradun

Dalit News: જાતિવાદી તત્વો દલિતોને જાણે ભાજીમૂળાં સમજતા હોય તેમ તેમની સાથે વર્તન કરે છે. કાયદો વ્યવસ્થાની જાણે આ ગુંડા તત્વોને કોઈ પડી જ ન હોય તેમ પોલીસના ડર વિના બળાત્કાર જેવા જઘન્ય ગુનાઓ અંજામ આપતા રહે છે. આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક જાતિવાદી ગુંડાએ એક 6 મહિના ગર્ભ ધરાવતી દલિત મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. પરંતુ વાત આટલેથી અટકતી નથી. આ હરામી શખ્સે એ પછી પીડિતાના પતિને ગ્રામ પંચાયતમાં બોલાવ્યો અને તેને બળજબરીથી 1 લાખ રૂપિયા પકડાવી દઈને સમાધાન કરી લેવા દબાણ કર્યું હતું.

મામલો શું છે?

મામલો ઉત્તરાખંડના દહેરાદૂનનો છે. અહીંના ચકરાતા ગામમાં એક સનસનાટીભરી ઘટના બની છે. એક માથાભારે સવર્ણ શખ્સે ગામની એક ગર્ભવતી દલિત મહિલા પર બળાત્કાર કર્યો. ત્યારબાદ તેના પતિને 1 લાખ રૂપિયા આપીને પંચાયતમાં મામલો રફેદફે કરવા દબાણ કર્યું. પીડિત દંપતીનો આરોપ છે કે જો તેઓ આ ઘટના વિશે કોઈને કહેશે તો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે.

આ પણ વાંચો: પ્રેમ લગ્ન કર્યા તો 1 લાખ દંડ અને સામાજિક બહિષ્કાર કરાશે

ઘટના શું છે?

ચકરાતા ગામની એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે તે તેના પતિ સાથે વિકાસનગરમાં ભાડાના રૂમમાં રહે છે. તે બૂઢી દિવાળી નિમિત્તે તેના પરિવાર સાથે તેના ગામે ગઈ હતી. 28 નવેમ્બરના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ તે તેના ઘરની નજીક પાણીની ટાંકીએ કપડાં ધોવા ગઈ હતી. એ દરમિયાન ગામનો મુકેશ (સવર્ણ હિંદુ મીડિયાએ આરોપની અટક છુપાવી રાખી છે. જેથી તે કઈ જાતિનો હતો લોકોને ખબર ન પડે.) પાછળથી આવ્યો અને તેની સાથે છેડતી કરવાનું શરૂ કર્યું. જ્યારે તેણીએ ચીસો પાડી ત્યારે તેણે તેનું મોં દબાવી દીધું. ત્યારબાદ તેને નજીકના શૌચાલયમાં લઈ ગયો અને બળાત્કાર ગુજાર્યો.

મહિલાએ કહ્યું કે ઘરે જઈને તેણીએ તેના પતિને આ વિશે કહ્યું, ત્યારે તેણે કાયદાકીય કાર્યવાહી માટે ગામની એક વ્યક્તિની મદદ માંગી હતી. હાલ આરોપીઓ સામે બળાત્કાર અને સંબંધિત કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. કેસને નિયમિત પોલીસને ટ્રાન્સફર કરવા માટે SDM ને પત્ર લખવામાં આવ્યો છે.

આ પણ વાંચો: RSS કાર્યકરે બીમાર દલિત વૃદ્ધને મંદિરમાં પેશાબ ચટાડ્યો

1 લાખ રૂપિયા આપી સમાધાનનું દબાણ કરાયું

પીડિતાનો આરોપ છે કે તેણે અને તેના પતિએ કાનૂની કાર્યવાહી માટે ગામના સરપંચ પાસે મદદ માંગી હતી, પરંતુ તેણીએ ઈનકાર કરી દીધો હતો. બીજા દિવસે આરોપીના પિતા અને અન્ય એક શખ્સે તેના પતિને ફોન કર્યો. તેમણે એક લાખ રૂપિયા આપીને મામલો રફેદફે કરવા કહ્યું. તેમણે તેના પતિને ધમકી આપી અને ધમકાવીને દસ્તાવેજ પર સહી કરાવવા માટે પણ કહ્યું.

સવર્ણોના ડરથી દંપતી ઘરની બહાર નીકળી શક્યું નહીં

પીડિતાએ તેના પતિને પોલીસ કાર્યવાહી કરવા વિનંતી કરી, પરંતુ ગામના કથિત સવર્ણ જાતિના લોકોના ડરથી તેઓ ઘરની બહાર નીકળી શક્યા નહોતા. વિકાસનગર જવા માટે તેમને વાહન મળ્યું ન હતું. ૨૯ નવેમ્બરના રોજ રાત્રે ૧૧:૩૦ વાગ્યે, પીડિતા અને તેનો પતિ છુપાઈને ગામની બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. પીડિતાએ જણાવ્યું કે તે યુવક ગામનો એક માથાભારે માણસ છે અને તેને અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી રહ્યો છે.

આરોપીએ અગાઉ પણ પીડિતા પર નજર બગાડી હતી

પીડિતાનો આરોપ છે કે આરોપી યુવકે અગાઉ તેના પણ તેના પર ખરાબ નજર રાખી હતી. તે તેને ચીડવતો, અશ્લીલ હરકતો કરતો અને જ્યારે તે બહાર નીકળતી ત્યારે ગંદી કોમેન્ટ કરતો હતો. મહિલાનું કહેવું છે કે, તે નકલી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવીને તેને બદનામ કરવાનો અને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. હાલ તેને, તેના પતિ અને બાળકોને આ યુવકથી ખતરો છે.

આ પણ વાંચો: જામખંભાળિયામાં આહિર વૃદ્ધે ધો.10ની દલિત સગીરાની છેડતી કરી

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x