RSS કાર્યકરે બીમાર દલિત વૃદ્ધને મંદિરમાં પેશાબ ચટાડ્યો

બીમાર દલિત વૃદ્ધને મંદિરના પગથિયા પર પેશાબ છૂટી જતા RSS કાર્યકરે તેમને ઢોર માર મારી પેશાબ ચટાડ્યો અને પાણીથી મંદિર ધોવડાવ્યું.
Dalit news

યોગી-મોદી અને ભાજપ-RSS ના કહેવાતા રામરાજ્યમાં દલિતો, આદિવાસી, લઘુમતીઓની સ્થિતિ કેવી દયનિય છે તે સૌ જાણે છે. ડો.આંબેડકર ભારતને કોઈપણ ભોગે હિંદુ રાષ્ટ્ર બનતો અટકાવવાનું શા માટે કહેતા હતા તેની આ વાત છે. રામરાજ્યની શેખી મારતી યોગી આદિત્યનાથની સરકાર છેલ્લાં 9 વર્ષથી ઉત્તરપ્રદેશના અયોધ્યામાં દિવાળી દરમિયાન લાખો દિવડાં પ્રગટાવી વિશ્વ રેકોર્ડ બનાવી જાતિવાદી હિંદુઓની વોટબેંકને વધુ મજબૂત કરવા મથી રહી છે અને રામરાજ્યની વાતો કરી લોકોને ભ્રમિત કરી રહી છે. પરંતુ યોગી-મોદીના રામરાજ્યમાં દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓની સ્થિતિ કેવી છે આ ઘટનામાં સમજાય છે.

બરાબર દિવાળીના તહેવાર સમયે જ દેશ આખાનું માથું શરમથી ઝૂકી જાય તેવી જાતિવાદની ઘટના સામે આવી છે. જેમાં એક દલિત વૃદ્ધને આરએસએસ સાથે જોડાયેલા એક શખ્સે મંદિરમાં પેશાબ ચટાડ્યું હતું. એટલું જ નહીં, આ સંઘીએ દલિત વૃદ્ધ બીમાર હોવા છતાં આખું મંદિર તેમની પાસે ધોવડાવ્યું હતું અને જાતિસૂચક અપશબ્દો કહી માર માર્યો હતો.

આ પણ વાંચો:  ગુજરાતમાં રોડમાં 1 રૂ.માં માત્ર 30 પૈસાનું કામ થાય છેઃ નારણ કાછડિયા

મળતી માહિતી મુજબ દલિત વૃદ્ધ મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને અચાનક અસ્વસ્થતા અનુભવાઈ હતી. એ દરમિયાન તેમની તબિયત વધુ ખરાબ થતા, તેઓ મંદિરના પગથિયાં પર બેસી ગયા હતા. તેમને હૃદયની બિમારી હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જેના કારણે મંદિરના પગથિયા પર જ તેમને પેશાબ છૂટી ગયો હતો. જે મંદિરની સામે દુકાન ધરાવતા RSS સાથે જોડાયેલા એક શખ્સે જોયું હતું. એ પછી તેણે દલિત વૃદ્ધની જાતિ પૂછી હતી અને દલિત હોવાની જાણ થતા વૃદ્ધને જાતિસૂચક અપશબ્દો કહીને માર માર્યો હતો. એટલું જ નહીં, તેણે વૃદ્ધને કહ્યું હતું કે, “મંદિરમાં પેશાબ કર્યો છે, હવે તેને શુદ્ધ કરવું પડશે.” એ પછી તેણે દલિત વૃદ્ધને પેશાબ ચટાડ્યો હતો અને પછી આખું મંદિર પાણીથી ધોવડાવ્યું હતું. આ મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાતા આ જાતિવાદી શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

ઉત્તરપ્રદેશના લખનઉની ઘટના

મામલો યોગી આદિત્યનાથ જ્યાંથી ‘રામરાજ્યવાળી’ સરકાર ચલાવે છે ઉત્તરપ્રદેશના પાટનગર લખનઉનો છે. અહીં એક દલિત વૃદ્ધને RSS સાથે સંકળાયેલા એક શખ્સે મંદિરમાં પેશાબ ચાટવાની ફરજ પાડી હતી. દલિત વૃદ્ધ મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને અચાનક અસ્વસ્થતા અનુભવાઈ હતી. તેમની તબિયત વધુ ખરાબ થતાં, તેઓ મંદિરના પગથિયાં પર બેસી ગયા હતા. જ્યાં તેમનું શરીર પણ નિયંત્રણ ન રહેતા તેમનો મંદિરના પગથિયા પર જ પેશાબ છૂટી ગયો હતો. આ જોઈને, મંદિરની સામે દુકાન ધરાવતો અને આરએસએસ સાથે જોડાયેલો એક લુખ્ખો ત્યાંથી આવી પહોંચ્યો હતો.

Dalit news

તેણે દલિત વૃદ્ધને કહ્યું કે તેમણે મંદિરમાં પેશાબ કર્યો છે અને હવે તેને શુદ્ધ કરવું પડશે. તેણે પહેલા વૃદ્ધને પેશાબ ચાટવા માટે કહ્યું અને પછી આખા મંદિરને પાણીથી ધોયું. આ ઘટના સોમવારે કાકોરીના શીતળા માતા મંદિરમાં બની હતી. પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરી છે. વૃદ્ધના પરિવારના જણાવ્યા અનુસાર, તેમને શ્વાસની તકલીફ છે.

‘તમે મંદિરને અભડાવ્યું છે, હવે પેશાબ ચાટો..’

આરોપી શખ્સનું નામ સ્વામી કાંત છે, જેને પમ્મી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે શીતળા માતા મંદિરની સામે જ્વેલરીની દુકાન ધરાવે છે. દલિત વૃદ્ધ રામપાલ મંદિરના પગથિયા પર પેશાબ કરી ગયા હોવાની જાણ થતા તે તેમની પાસે પહોંચી ગયો હતો અને તેમની તકલીફ વિશે પૂછ્યા વિના, અપશબ્દો બોલવાનું શરૂ કર્યું કરી દીધું હતું. તેણે દલિત વૃદ્ધને કહ્યું, “તેં આખા મંદિરને અપવિત્ર કર્યું છે. હવે તારે તારો પેશાબ ચાટવો પડશે. ત્યારે જ મંદિર શુદ્ધ થશે. આ સાથે, આખા મંદિરને પણ ધોવાનું રહેશે.” એ પછી, પીડિત વૃદ્ધે, પોતે બીમાર હોવા છતા, પોતાનો પેશાબ ચાટ્યો. પછી તેમણે આખા મંદિરને પાણીથી ધોયું.

“હું બીમાર છું, ભૂલથી પેશાબ થઈ ગયો હતો..”

પીડિત વૃદ્ધ રામપાલે કહ્યું, “મને શ્વાસની બીમારી છે. તે દિવસે અચાનક મારી તબિયત ખરાબ થઈ જતા હું મંદિરના પગથિયાં પર બેસી ગયો હતો. પછી અચાનક મારો પેશાબ છૂટી ગયો હતો. એ જોઈને પમ્મુ તેની દુકાનમાંથી બહાર આવ્યો અને પૂછ્યું, “તમે પેશાબ કર્યો?” મેં કહ્યું, “હા, સાહેબ, ભૂલથી મારાથી આવું થઈ ગયું છે.” પમ્મુએ ગુસ્સાથી મને ગાળો બોલી અને કહ્યું, “હવે તેને(પેશાબ) ચાટી લો.” મેં તે ચાટી લીધું. પછી તેણે કહ્યું, “હું તને લાત મારીશ. અહીંથી ચાલ્યો જા.” તેણે મને લાત પણ મારી.”

આ પણ વાંચો: દલિતો હિંદુ બની મંદિરમાં દર્શન કરવા ગયા, સવર્ણોએ ફટકાર્યા

રામપાલે કહ્યું, “આરોપીએ તેનો પેશાબ ચાટવો જોઈએ.”

વૃદ્ધ રામપાલે કહ્યું, “મને ન્યાય જોઈએ છે. જેમ મને મારું પેશાબ ચાટવા માટે મજબૂર કરવામાં આવ્યો, તેમ પમ્મુએ પણ તેને પેશાબ ચાટવો જોઈએ. અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેઓ પહોંચેલા લોકો છે. હવે જોઈએ છીએ કે પોલીસ શું કરે છે.”

દલિત વૃદ્ધના પરિવારજનોએ શું કહ્યું?

દલિત વૃદ્ધ રામપાલના પૌત્ર મુકેશ કુમારે કહ્યું, “દાદાને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તેમને ખાંસી પણ આવે છે. આ કારણે, જ્યારે તેઓ થાકી જાય છે ત્યારે તેઓ ત્યાં જ બેસી જાય છે. સોમવારે રાત્રે લગભગ 8 વાગ્યે, તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને અચાનક હાંફ ચડવા લાગ્યો હતો. તેઓ શીતળા માતાના મંદિરના પગથિયાં પર આરામ કરવા બેઠા હતા ત્યારે તેમનો પેશાબ છૂટી ગયો હતો. મંગળવારે સવારે દાદાએ અમને આખી ઘટના વિશે જાણ કરી. એ પછી અમે ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું હતું.”

પોલીસે શું કહ્યું?

આ ઘટના બાદ, પીડિત રામપાલ કાકોરી પોલીસ સ્ટેશન ગયા હતા અને RSS ના કાર્યકર સ્વામીકાંત ઉર્ફે પમ્મુ સામે લેખિત ફરિયાદ નોંધાવી હતી. કાકોરીના એસીપી શકીલ અહેમદે જણાવ્યું હતું કે, “પીડિતની ફરિયાદના આધારે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. સ્થાનિકો અને સામાજિક સંગઠનોએ આ ઘટનાની સખત નિંદા કરી છે. તેમણે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે વહીવટીતંત્ર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.”

આ પણ વાંચો: દલિતવાસ સળગાવી દેવાના કેસમાં 16 આરોપીઓને 7-7 વર્ષની કેદ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x