મહેસાણામાં દલિત વિદ્યાર્થીને 4 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો

મહેસાણાની હોસ્ટેલમાં સાથે રહેતા વિદ્યાર્થીએ બળજબરીથી પગે પડી માફી માગવા દબાણ કર્યું, ના પાડતાં જ મિત્રો સાથે તૂટી પડ્યો.
dalit news

મહેસાણા શહેરની BBA/BCA કોલેજની હોસ્ટેલમાં રહેતા અને મૂળ પોરબંદરના વતની અનુસૂચિત જાતિના વિદ્યાર્થી પર જૂની અદાવત રાખી ચાર શખસોએ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. સામાન્ય મજાક-મસ્તીમાં થયેલી બોલાચાલી બાદ મિતેષ પુરોહિત નામના યુવકે અન્ય ત્રણ મિત્રો સાથે મળીને વિદ્યાર્થીને જાતિસૂચક અપશબ્દો બોલી પટ્ટા અને લાકડાના ધોકા વડે બેરહેમ માર માર્યો હોવાની ફરિયાદ મહેસાણા એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.

મામલો શું હતો?

મળતી માહિતી મુજબ, ગત 3 ફેબ્રુઆરીના રોજ હોસ્ટેલમાં સાથે રહેતા મિતેષ પુરોહિતે પીડિત સાથે મજાક કરી ગાળો ભાંડી હતી. પીડિતે ગાળો બોલવાની ના પાડતા મિતેષે તેને ‘સવારે જોઈ લેવાની’ ધમકી આપી હતી. બીજા દિવસે સવારે જ્યારે પીડિત તેના મિત્ર સાથે કોલેજ જવા નીકળ્યો ત્યારે હોસ્ટેલ પાસે હનુમાન મંદિર નજીક મિતેષ અને તેના ત્રણ મિત્રોએ તેને આંતર્યો હતો. આરોપીઓએ પીડિતને બળજબરીથી પગે પડી માફી માંગવા દબાણ કર્યું હતું. જ્યારે પીડિતે માફી માંગવાની ના પાડી ત્યારે ઉશ્કેરાયેલા આરોપીઓએ તેને જાતિસૂચક અપમાનજનક શબ્દો કહી માર મારવાનું શરૂ કર્યું હતું. એક શખ્સે લાકડાના ધોકાથી અને અન્યએ કમરના પટ્ટા બેલ્ટ વડે આડેધડ માર મારતા દલિત વિદ્યાર્થીને ઈજાઓ પહોંચી હતી.

Dalit student beaten mehsana

આ પણ વાંચો: ‘શું હવે અમારે કચરો ઉપડાવવા ઢે#ઓના પગ પકડવાના?’

એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

એ દરમિયાન અન્ય મિત્રોએ વચ્ચે પડી તેને છોડાવ્યો હતો. હુમલા બાદ ડરી ગયેલા વિદ્યાર્થીએ ગણપત યુનિવર્સિટીની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધી હતી, પરંતુ સાંજે દુખાવો વધતા 108 મારફતે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આખરે પોતાની માતા સાથે પોલીસ સ્ટેશન પહોંચેલા પીડિત વિદ્યાર્થીએ મિતેષ પુરોહિત અને તેના ત્રણ મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Dalit student beaten mehsana

પોલીસે આ મામલે એટ્રોસિટી એક્ટ અને મારામારીની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ કોલેજની કમિટીએ આરોપી વિદ્યાર્થી સામે પગલાં લીધા છે અને એકને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: 8 વર્ષમાં દેશની હાઈકોર્ટોમાં 847 જજો નિમાયા, તેમાં SC માત્ર 4 ટકા!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x