દલિત પરિણીતાનું અપહરણ કરી દિવસો સુધી દુષ્કર્મ આચર્યું

Churu News: આરોપી યુવક પરિણીતાને નશીલો પદાર્થ સુંઘાડી બેભાન કરી કારમાં ઉપાડી ગયો. એ પછી એક ઘરમાં ગોંધી રાખી દિવસો સુધી તેના પર દુષ્કર્મ ગુજાર્યું.
Iconic image

Churu News: મહિલાઓ માટે નરક ગણાતા રાજસ્થાનમાં દલિત મહિલા પર અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. અહીંના ચુરુ જિલ્લામાં પોલીસે એક મહિલા સહિત બે આરોપીઓ વિરુદ્ધ એક દલિત પરિણીતાને નશીલો પદાર્થ સુંઘાડી બેભાન કરી કારમાં અપહરણ કર્યું હતું. એ પછી આરોપીઓ તેના પર દુષ્કર્મ આચરી અશ્લીલ વીડિયો બનાવ્યો હતો. જે વાયરલ કરી દેવાની ધમકી આપીને અન્ય લોકોએ પણ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે આ મામલે એક મહિલા સહિત બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે,પીડિતાએ ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે તેના પરિવારમાં એક પરિણીત મહિલા છે જે ગામમાં રહે છે. પીડિતાએ વધુમાં જણાવ્યું કે થોડા દિવસ પહેલા મહિલા તેના ઘરે આવી હતી અને કહ્યું કે તેનો એક મિત્ર છે, તેની પાસે ઘણા પૈસા છે, હું તને ત્યાં મોકલીશ, તું ભૂખે કેમ મરી રહી છે. તેની સાથે રહેશે અને મજા કરજે. પીડિતાએ ત્યાં જવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે ફરી આવી વાત ન કરવી.

આ પણ વાંચોઃ સાવરકુંડલામાં શિક્ષકે દલિત વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

૩૦ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ, આ મહિલાએ પીડિતાને લાકડાં લેવા માટે એક ગૌશાળા સામે બોલાવી હતી. જ્યારે પીડિતા ત્યાં પહોંચી ત્યારે ત્યાં પહેલેથી જ એક કાર પાર્ક કરેલી હતી અને તેની પાસે એક યુવક ઉભો હતો. આરોપી મહિલાએ કહ્યું કે તે યુવક તેનો મિત્ર હતો. મહિલાએ પીડિતાને તે યુવક સાથે જવા અને લગ્ન કરી સાથે રહેવા માટે દબાણ કર્યું હતું. પણ પીડિતાએ તેની સાથે જવાનો ઇનકાર કર્યો હતો.
જ્યારે પીડિતા ત્યાંથી નીકળવાની તૈયારી કરી રહી ત્યારે તે યુવકે તેને કોઈ નશીલી વસ્તુ સુંઘાડી દીધી હતી જેના કારણે તે બેભાન થઈ ગઈ. આરોપી મહિલા અને યુવકે તેને કારમાં બેસાડી દીધી. રાત્રે લગભગ ૧૧:૩૦ વાગ્યે જ્યારે પીડિતાને ભાન આવ્યું ત્યારે તે એક રૂમમાં બંધ હતી. જ્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, ત્યારે યુવકે તેને માર માર્યો, તેના પર બળાત્કાર ગુજાર્યો અને તેના મોબાઇલમાં તેનો અશ્લીલ વીડિયો બનાવ્યો.

આ પણ વાંચોઃ OBC યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર Dalit યુવકના પરિવાર પર હુમલો

૩૧ જાન્યુઆરીના રોજ, યુવક પીડિતાને માઉંડા તાલુકાની એક જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં તેણે ડરાવીને અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પીડિતા પર ફરી બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ નોંધાવેલા કેસમાં જણાવ્યું હતું કે જે ઘરમાં તે છુપાયેલી હતી તેનો માલિક પણ તેની સાથે બળાત્કાર કરતો રહ્યો.

પીડિતાએ જણાવ્યું કે જ્યારે તેને તક મળી ત્યારે તેણે તેના ઘરે ફોન કર્યો, ત્યારબાદ તેના પરિવારના સભ્યોએ તેને બચાવી અને 3 ફેબ્રુઆરીએ તેને લઈ ગયા. પરિણીતાએ તેના પતિને સમગ્ર ઘટનાની જાણ કરી. જો કે આરોપીઓના ડરના કારણે તેઓ કેસ નોંધાવવામાં ડર અનુભવતા હતા. પરંતુ હવે તેમણે હિંમત ભેગી કરીને કેસ નોંધાવ્યો છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ પ્રેમિકાને રાજી કરવા દલિત યુવક વાઘના પાંજરામાં ઉતર્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x