દલિત મહિલા પર તેના પુત્ર સામે બંદૂકના નાળચે બળાત્કાર

આરોપીએ દલિત મહિલાને રૂપિયા ઉધાર આપવાની લાલચ આપી નિર્જન જગ્યાએ બોલાવી હતી. જ્યાં તેના 4 વર્ષના પુત્ર સામે બંદૂકના નાળચે બળાત્કાર ગુજાર્યો હતો.
dalit woman rape

ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં એક 40 વર્ષીય દલિત મહિલા પર તેના ચાર વર્ષના પુત્રની સામે બંદૂકના નાળચે બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો આરોપ છે. પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે, બીજી જાતિના આરોપીએ મહિલાના પરિવારની આર્થિક સમસ્યાનો લાભ ઉઠાવ્યો અને તેને 20,000 રૂપિયા ઉધાર આપવાની લાલચ આપી હતી. એ પછી જ્યારે મહિલા રૂપિયા લેવા માટે પહોંચી ત્યારે આરોપીએ તેને બંદૂક બતાવીને તેના ચાર વર્ષના પુત્ર સામે તેનું જાતીય શોષણ કર્યું હતું.

મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આ ઘટના 17 એપ્રિલના રોજ બની હતી. મહિલા પોતાના દીકરાના વાળ કપાવ્યા બાદ ઘરે પરત ફરી રહી હતી, ત્યારે આરોપી તેને એક પુલ પાસે મળી ગયો હતો. મહિલાએ તેને ઘરની આર્થિક પરિસ્થિતિ વિશે વાત કરતા આરોપીએ તેને રૂ. 20,000 ઉધાર આપશે તેમ કહી તેને મોટરસાઈકલ પર બેસી તેની સાથે આવવા કહ્યું હતું. મહિલા તેના પર વિશ્વાસ કરીને તેના પુત્ર સાથે મોટરસાયકલ પર બેસી ગઈ હતી. જોકે, આરોપી તેણીને એકાંત જગ્યાએ લઈ ગયો, જ્યાં તેણે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને જો તે પ્રતિકાર કરશે તો તેના બાળકને ગોળી મારી દેશે તેવી ધમકી આપી હતી.

આ પણ વાંચો:  દેવદાસી પ્રથાઃ ભગવાનના નામે શૂદ્ર દીકરીઓના શરીરનો સોદો

પીએસઓ અનુજ કુમારે જણાવ્યું હતું કે આરોપી તે જ ગામનો રહેવાસી છે, તેની સામે ભારતીય ન્યાય સંહિતા (IPC) ની બળાત્કારની કલમ અને SC/ST કાયદાની જોગવાઈઓ હેઠળ FIR નોંધવામાં આવી છે. પીડિતાની તબીબી તપાસ કરવામાં આવી છે અને પોલીસ આરોપીની શોધ કરી રહી છે. આરોપી ગામમાં હાર્ડવેરની દુકાન ચલાવે છે અને પીડિતા અને તેના પતિને ઓળખતો હતો. કેસની તપાસ ચાલુ છે અને આરોપીની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

આ કેસમાં ડર અને બદનામીના કારણે દલિત મહિલા શરૂઆતમાં ચૂપ રહી હતી. પરંતુ આરોપીના વારંવાર ફોન આવતાં તેણીએ હિંમત ભેગી કરી અને તેના પતિને આ ઘટના જણાવી હતી. એ પછી તેનો પતિ તેને પોલીસ સ્ટેશન લઈ ગયો હતો અને ફરિયાદ નોંધાવી હતી. પીડિતાના પતિએ કહ્યું, “આ માણસે મારી પત્ની પર બળાત્કાર કર્યો. હું ઈચ્છું છું કે તેની સામે કડક કાર્યવાહી થાય જેથી તે ફરીથી આવો ગુનો ન કરે.” પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: સરપંચ પતિપ્રથા મહિલા અનામતના હેતુને નબળો પાડે છે

1 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
4 months ago

ઉત્તર પ્રદેશનાં DGP સાહેબનું દાયિત્વ બને છે કે ગરીબોને રક્ષણ આપવું અને અપરાધીને કડક કાર્યવાહી સાથે સજા કરવી જોઈએ, પોલિસ મિત્રની દેખરેખમાં આવે છે. ધન્યવાદ.

શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x