ડાંગના આદિવાસી યુવકે ‘હાલરડાં’ પર PhD કર્યું, ગામનો પહેલો ડોક્ટરેટ બન્યો

ડાંગના આદિવાસી યુવક જિતેન્દ્ર ગાવળીએ માતાના હાલરડાં પર PhD કર્યું. અગાઉ કદી ન સાંભળેલા 134 હાલરડાં, આદિવાસીઓ બોલી અને સંસ્કૃતિને સાચવી.
Dangs tribal youth did PhD on Halarda

જ્યારે ગુજરાતના ડાંગ જિલ્લાના આહવા નજીક આવેલા પીપલિયામલ ગામની સોમી ગવળી તેના નાના પુત્ર જીતેન્દ્રને ‘હાલારડા’ સાથે સુવડાવતી હતી, ત્યારે તેણીએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે એક દિવસ તેમનો દીકરો આ ગીતોને વિશ્વભરમાં પ્રખ્યાત કરશે. આજે, 34 વર્ષીય જીતેન્દ્ર ગવળીએ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી (CRU) માંથી પીએચડી પૂર્ણ કર્યું છે. તેમણે દક્ષિણ ગુજરાતની નવ અલગ અલગ આદિવાસી બોલીઓમાં ગવાયેલા 134 હાલરડાંનો સંગ્રહ કરવાની નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. જીતેન્દ્રનું ફિલ્ડવર્ક ડાંગ, વલસાડ, નવસારી, ભરૂચ, તાપી અને નર્મદા જેવા દૂરના આદિવાસી જિલ્લાઓમાં ફેલાયેલું છે.

હાલરડાંથી સંસ્કૃતિનું જોડાણ વધે છે

આદિવાસી સમાજમાં, ફક્ત માતાઓ જ નહીં પણ પુરુષો પણ તેમના બાળકો માટે હાલરડાં ગાય છે. આ ગીતોમાં પ્રેમ, રમૂજ અને બહાદુરીની વાર્તાઓ હોય છે. તેઓ પ્રકૃતિ અને પરિવારના સભ્યોનો પણ ઉલ્લેખ કરે છે, જે બાળકોને તેમની આસપાસના વાતાવરણને સમજવામાં અને તેમની સંસ્કૃતિ સાથે જોડાવામાં મદદ કરે છે. મોટાભાગનાં હાલરડાં રમતિયાળ હોય છે, તો કેટલાક હાલરડાં બાળકોને પ્રેમથી ડરાવીને સૂવડાવવા માટે હોય છે.

આ પણ વાંચો: ‘જો તારા હાથનું રાંધેલું ખાઈએ તો અમારા ભગવાન શ્રાપ આપે!’

ગરીબ આદિવાસી માતાપિતાએ મજૂરી કરીને પુત્રને ભણાવ્યો

જિતેન્દ્રના માતાપિતા અશિક્ષિત અને ખેતમજૂર છે, પરંતુ તેમણે ગરીબીના કારણે કદી પણ પુત્રનું ભણતર અટકવા દીધું નહોતું. જિતેન્દ્રની માતા સોમી ગર્વથી કહે છે, “અમને અમારા પુત્ર પર ગર્વ છે. તેણે અમારી આદિવાસી સંસ્કૃતિ પર સંશોધન કર્યું. આ અમારા માટે એક મોટી સિદ્ધિ છે. તે અમારા આખા ગામમાં એકમાત્ર પીએચડી ધારક છે.”

હાલરડાં બાળકોના મન પર શું અસર કરે છે?

જિતેન્દ્રનું કાર્ય ડાંગ, વલસાડ, નવસારી, ભરૂચ, તાપી અને નર્મદા જિલ્લાઓમાં ફેલાયેલું છે. તેણે આ બધાં હાલરડાં અને તેના અર્થો ગુજરાતી ભાષામાં સંકલિત કર્યા છે. તેમના માર્ગદર્શક ડૉ. પ્રશાંત પટેલ સમજાવે છે કે આદિવાસી સંસ્કૃતિ પર સંશોધન પહેલાં પણ થયું છે, પરંતુ જીતેન્દ્રનું કાર્ય અનોખું છે કારણ કે તેમણે દરેક હાલરડાંને વિગતવાર સમજાવ્યું છે. જીતેન્દ્રનું સંશોધન દર્શાવે છે કે હાલરડાં બાળકના મગજના વિકાસમાં મોટો ફાળો આપે છે. તે બાળકોને અવાજો ઓળખવામાં, શબ્દો સમજવામાં અને સંગીતના લયને સમજવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: શરમજનક! એક ડોલ પાણીમાં માત્ર બે પેકેટ દૂધ નાખી બાળકોને પીવડાવ્યું

પેઢી દર પેઢી સંભળાવાતા હાલરડાં પહેલીવાર લખવામાં આવ્યા

હાલરડાં એવી બોલીઓ છે જેમાં કોઈ લિપિ નથી અને સદીઓથી માત્ર સાંભળીને પેઢી દર પેઢી સુધી પહોંચતા રહ્યાં છે. જીતેન્દ્રએ આ હાલરડાંને ન માત્ર ડાયરીમાં લખ્યાં, પરંતુ દરેકને રેકોર્ડ કર્યા, તેના એક એક શબ્દનો અર્થ સમજાવ્યો અને આ ગીતો કયા સંજોગો અને પ્રસંગોમાં ગવાય છે તે સમજાવ્યું. જીતેન્દ્ર કહે છે, ‘આ હારલડાંની શોધ માટે હું જુદા જુદા ગામોમાં ગયો અને પરિવારો સાથે કલાકો વિતાવ્યા, જેથી હું તેમની વાર્તાઓને ઊંડાણપૂર્વક સમજી શકું.’

આ પણ વાંચો:દલિત યુવકે જનરલમાં ટોપ કર્યું છતાં PhDમાં પ્રવેશ ન અપાયો 

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x