જાતિવાદના અજગર ભરડામાં સતત પીસાતા જતા ભારત દેશમાં જાતિવાદ વિરુદ્ધ અવાજ ઉઠાવનારા લોકોને મનુવાદીઓ અલગ અલગ રીતે ટાર્ગેટ કરતા રહે છે. સદીઓથી શિક્ષણના ક્ષેત્રમાં બ્રાહ્મણો વગર અનામતે 100 ટકા અનામત ભોગવતા આવ્યા છે. હવે સ્થિતિ ત્યાં સુધી આવી પહોંચી છે કે તેમની ટીકા કરનારા લોકોને પણ તેઓ છોડતા નથી.
પહેલગામ હુમલાના સંદર્ભમાં એક શિક્ષકે મનુવાદી બ્રાહ્મણો દ્વારા ફેલાવવામાં જાતિવાદની તુલના આતંકવાદ સાથે કરતા હવે પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આ શિક્ષકને નોટિસ ફટકારવામાં આવી છે અને તેમને આ પ્રકારના વિચારો માટે ઓફિસે આવીને ખુલાસો માંગવામાં આવ્યો છે. એટલું જ નહીં આ શિક્ષકને બ્રાહ્મણો દ્વારા સતત ધમકીઓ આપવામાં આવી રહી છે અને તેની સામે FIR પણ દાખલ કરવામાં આવી છે.
યુપીના બસ્તી જિલ્લાની ઘટના
ઘટના જાતિવાદના ગઢ ગણાતા યુપીની છે. ૨૨ એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ આતંકવાદ અને જાતિવાદ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ જ સંદર્ભમાં બસ્તી જિલ્લાની રામાપુર પ્રાથમિક શાળાના સહાયક શિક્ષક વિજય કુમાર પટેલે શિક્ષકોના એક વોટ્સએપ ગ્રુપમાં લખ્યું હતું કે – “આતંકવાદીઓ ધર્મ પૂછે છે, બ્રાહ્મણવાદીઓ જાતિ પૂછે છે. બંને વચ્ચે કોઈ ફરક નથી. માણસાઈ માટે જરૂરી છે કે બંનેને જડમૂળથી ઉખાડીને ફેંકી દેવામાં આવે.”
શિક્ષણ અધિકારીએ નોટિસમાં શું લખ્યું?
વિજયકુમાર પટેલની આ પોસ્ટને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકાર અનુપ કુમારે કારણદર્શક નોટિસ ફટકારી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “તમારી પોસ્ટથી બ્રાહ્મણ સમાજમાં ખોટો સંદેશ ગયો છે. તમારું આ કૃત્ય શિક્ષક આચાર નિયમોની વિરુદ્ધ છે. આતંકવાદ સમગ્ર વિશ્વ, દેશ અને સમાજ, બધાં માટે ઝેર સમાન, ઘાતક તથા અમાનવીય છે, જેની તુલના તમારા દ્વારા બ્રાહ્મણવાદ સાથે કરવામાં આવી છે.”
આ પણ વાંચો: બોલીવૂડની ફિલ્મોમાં હીરો દલિત કે OBC કેમ નથી હોતો?
શિક્ષક વિજય પટેલ પર આરોપ મૂકવામાં આવ્યો છે કે, તમારા દ્વારા એક જાતિ સમાજનું અપમાન કરવાનું કાર્ય કરવામાં આવ્યું છે. જેનાથી બ્રાહ્મણ સમાજમાં તમારી પોસ્ટ પ્રત્યે રોષ છે અને તમારી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.
નોટિસના જવાબમાં શિક્ષકે શું કહ્યું?
જોકે, આ નોટિસમાં પ્રાથમિક શિક્ષણ અધિકારીએ વિજય પટેલ દ્વારા ઉઠાવવામાં આવેલા જાતિના મુદ્દાનો કોઈ ઉલ્લેખ કર્યો નથી, જાણે કે, તે કોઈ સમસ્યા જ ન હોય. શિક્ષકને નોટિસનો જવાબ આપવા માટે બે દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આ અંગે શિક્ષક વિજય પટેલે જણાવ્યું હતું કે, “મેં નોટિસનો જવાબ આપ્યો છે. મેં બ્રાહ્મણવાદી વિચારધારા વિરુદ્ધ વાત કરી છે, કોઈ ચોક્કસ જાતિ વિરુદ્ધ નહીં.”
શિક્ષકને સ્થાનિક બ્રાહ્મણો દ્વારા ધમકીઓ મળી
દરમિયાન, વિજય પટેલને સ્થાનિક બ્રાહ્મણો દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે અને તેમની સામે કલમ 353 (2) અને 66 (D) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વિજય પટેલે જણાવ્યું હતું કે- “મને મારા ફોન પર સતત ધમકીઓ મળી રહી છે. મારી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. કોઈ ચોક્કસ જાતિ મારા પર ગમે તે આરોપો લગાવે, મેં કોઈ ચોક્કસ જાતિ વિશે કંઈ કહ્યું નથી, પરંતુ તે વિચારધારા વિરુદ્ધ કહ્યું છે, જેના માનનારા લોકો દલિતો અને પછાતોને સતત હેરાન કરે છે.”
સામાજિક સંગઠનો શિક્ષકના સમર્થનમાં આવ્યા
આ ઘટના બાદ અર્જક સંઘ, સરદાર સેના, ભીમ આર્મી અને ભારત મુક્તિ મોરચા જેવા સંગઠનો શિક્ષક વિજય કુમાર પટેલના સમર્થનમાં સામે આવ્યા છે. આ તમામ સંગઠનો શિક્ષક વિજય કુમાર પટેલ પર થઈ રહેલા હુમલાના વિરોધમાં ઉતર્યા છે. તેમણે શિક્ષકને મળી રહેલી ધમકીઓની નિંદા કરી અને FIR પાછી ખેંચવાની માંગ કરી છે.
આ પણ વાંચો: શિક્ષણ સિંહણનું દૂધ છે..કહેનાર ડૉ.આંબેડકર પાસે કેટલી ડિગ્રીઓ હતી?
32
પરંતુ સત્ય એ નથી કે આતંકવાદ અને જાતિવાદ એક છે, કેમ કે જાતિવાદ આતંકવાદ કરતાં હજાર ગણો મોટો છે,
આતંકવાદ સાલ ભરમા એકાદ બે વખત થતો હોય અથવા ના પણ થતો હોય છે,જ્યારે જાતિવાદ દૈનિક હુમલા નહીં પરંતુ દિવસ માં હજારો હુમલાઓ નો સમુહ છે,
જાતિવાદી હુમલાઓના શિકારી જાન ગુમાવી ચૂક્યા હોય ત્યાં સુધી નહીં પરંતુ જાન ગુમાવ્યા પછી પણ તડપે છે,
વર્ષ ભરમાં લાખો લોકો કોઈ ને કોઈ રીતે જાતિવાદી વેદના ને વેઠે છે,
આ અનુભવ એક વખત પોતાના ઉપર આવે ત્યારે દર્દ ના એહસાસ નો અનુભવ થાય છે…