પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે વૈશાખ પુર્ણિમા/બુદ્ધપૂર્ણિમાની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ સર્કિટ હાઉસ પાસે આવેલા ડૉ.બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી. ત્યારબાદ વિવિધ બેનર અને ફૂલોથી શણગારેલ બગી સાથે ધમ્મચારિકા યોજવામાં આવી હતી. ધમ્મચારિકા ડૉ.બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યૂથી નીકળી પ્રભા રોડ પર આવેલા ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન પહોંચી હતી. જ્યાં સામૂહિક બુધ્ધ વંદના કરવામાં આવી.
ત્યારબાદ વી.ડી. બૌદ્ધ, પ્રોફેસર ખંડુભાઈ પરમાર, ગૌરીબેન સિંઘલ, પિયુષ બૌધ્ધ, સિદ્ધાર્થ પરમારે પ્રસંગોચિત ધમ્મદેશના આપી હતી. મૈત્રી મંગલગાથા અને ધર્મપાલનગાથા આયુ.ચંદ્રિકા બૌદ્ધ, આયુ.મનિષા પ્રિયદર્શી, આયુ.ગૌરીબેન સિંઘલ દ્વારા રજૂ કરવામાં આવી.
ધમ્મચારિકામાં બાલાસિનોર, કાલોલ તેમજ આસપાસના ગામોમાંથી ઉપાસક-ઉપાસિકાઓ, ડૉ.બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આભારવિધિ હસમુખભાઈ પરમાર દ્વારા કરવામાં આવી. કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર સૌનો આભાર માનવામાં આવ્યો. સમગ્ર સંચાલન પી.કે. પ્રિયદર્શી દ્વારા કરવામાં આવ્યું. અંતે મૈત્રી ભોજન લઈ સૌ છૂટા પડ્યા હતા.
(અહેવાલ- પ્રદીપ પ્રિયદર્શી, ગોધરા)
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં દીકરી જન્મતા પરિવારે ઢોલ-નગારાથી સ્વાગત કર્યું